Kangana Vs Shiv Sena: મનાલી પહોંચીને કંગનાએ કહ્યું - જેને એક્સપોઝ કર્યા તેની સાથે ફરે છે આદિત્ય ઠાકરે

મનાલી પહોંચીને કંગનાએ કહ્યું - જેને એક્સપોઝ કર્યા તેની સાથે ફરે છે આદિત્ય ઠાકરે

શિવસેના અને બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌટ વચ્ચેનો વિવાદ હાલ ખતમ થાય તેવું લાગી રહ્યું નથી

  • Share this:
    મુંબઈ : શિવસેના (Shiv Sena) અને બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌટ (Kangana Ranaut)વચ્ચેનો વિવાદ હાલ ખતમ થાય તેવું લાગી રહ્યું નથી. કંગના સતત મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના પર પ્રહાર કરી રહી છે. મુંબઈમાં પાંચ દિવસ પસાર કર્યા પછી કંગના સોમવારે મનાલી પહોંચી છે. મનાલી પહોંચીને કંગનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (Uddhav Thackeray)પુત્ર આદિત્ય ઠાકરે (Aaditya Thackeray)પર પ્રહારો કર્યા છે.

    કંગનાએ ટ્વિટ કરીને લખ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની બેસિક સમસ્યા એ છે કે મેં આખરે કેમ મૂવી માફિયા, સુશાંત સિંહ રાજપૂતના હત્યારા અને તેના ડ્રગ રેકેટને એક્સપોઝ કર્યા, જેમની સાથે તેમનો પુત્ર આદિત્ય ઠાકરે ફરે છે. આ મેં ઘણો મોટો અપરાધ કરી દીધો છે અને હવે તે મને ફિક્સ કરવા માંગે છે. ઓકે તમે પ્રયત્ન કરો. જોઈએ કે કોણ કોને ફિક્સ કરે છે.

    આ પણ વાંચો - IPLમાં ગેઈલે ફટકારી છે 326 સિક્સરો, જાણો ધોની, રોહિતના નામે છે કેટલી સિક્સરો



    ઉલ્લેખનીય છે કે કંગના રનૌટ 9 સપ્ટેમ્બરે પોતાના મુંબઈવાળા ઘરે આવી હતી. અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે શિવસેના સાથે ટકરાવાના કારણે મહારાષ્ટ્ર સરકાર તેને નિશાન બનાવી રહી છે. બુધવારે બીએમસીએ કંગનાના બાંદ્રા સ્થિત બંગલામાં કરેલા અવૈધ નિર્માણને તોડી પાડ્યું હતું. જોકે બોમ્બે હાઇકોર્ટે બીએમસીની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published: