Home /News /entertainment /લવબર્ડસ હૃતિક અને સબા આઝાદનો એરપોર્ટ પર કિસ કરતો વીડિયો થયો વાયરલ
લવબર્ડસ હૃતિક અને સબા આઝાદનો એરપોર્ટ પર કિસ કરતો વીડિયો થયો વાયરલ
બોલીવુડના લવ બર્ડસ હૃતિક અને સબા આઝાદનો કીસ કરતો વીડિયો
Hrithik Roshan Kisses Saba Azad: બીટાઉનના ફેમસ લવ બર્ડ હૃતિક રોશન અને સબા આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં હૃતિક તેની ગર્લફ્રેન્ડને કિસ કરતો જોવા મળે છે.
મુંબઈઃ બોલિવૂડના હેન્ડસમ હંક અને ગ્રીક ગોડ તરીકે ઓળખાતો હૃતિક રોશન ઘણીવાર એક્ટ્રેસ સબા આઝાદ સાથેના તેના અફેર્સને લઈને ચર્ચામાં રહેતો હોય છે. જોકે, બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તમને એ પણ જણાવી દઈએ કે, બંનેમાંથી કોઈએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી.
પરંતુ ઘણી વખત બંન્ને લવબર્ડસના એવા ફોટો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા જોવા મળ્યા છે, જે સાબિત કરે છે કે, બંને એકબીજાના ગળાડુબ પ્રેમમાં છે. જોકે, હાલમાં જ ફરી એકવાર હૃતિક અને સબાનો એક વીડિયો સામે આવ્યો છે.
હૃતિક રોશન હાલમાં જ ક્યાંક જવા માટે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જેમાં સબા આઝાદ પણ તેમને વિદાય આપવા એરપોર્ટ પહોંચી હતી. ત્યાંથી નીકળતી વખતે હૃતિકે તેની ગર્લફ્રેન્ડને કિસ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ વીડિયોને ઈન્સ્ટા બોલિવૂડ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, હૃતિકની કાર એરપોર્ટ પર રોકાયેલી જોવા મળે છે. કારમાં વચ્ચેની સીટ પર હૃતિક અને સબા જોવા મળે છે. તે જ સમયે, એરપોર્ટ માટે રવાના થતા પહેલા, હૃતિકે સબા આઝાદને કીસ કરી હતી.
જોકે, કારનો દરવાજો ખુલ્લો રહી જવાના કારણે બંનેની અંગત પળો પાપારાઝીના કેમેરામાં કેદ થઈ જાય છે. અને વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ જાય છે. અને લોકો તેના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યાં છે.
યુઝર્સે વીડિયો જોયા બાદ આવી કંઈક પ્રતિક્રિયાઓ આપી હતી
આ વિડિયો પર કોમેન્ટ કરતા એક ઈન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું, "થોડી ધીરજ રાખો હૃતિક ભાઈ, ગાડીની પહેલા જ તમે શરૂ થઈ ગયા." અન્ય એકે ટિપ્પણી કરતા કહ્યું, "બોલિવૂડનો બેશરમ રંગ"
જોકે, હૃતિક અને સબા આઝાદના આ વીડિયો પર આવી ઘણી કોમેન્ટ જોવા મળી રહી છે. બીજી બાજુ, જો આપણે હૃતિકના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ, તો તેની છેલ્લી ફિલ્મ વિક્રમ વેધા હતી. જોકે, ત્યારબાદ હૃતિક દીપિકા પાદુકોણ સાથે ફાઈટરમાં જોવા મળશે. આ ફિલ્મ 2024માં જોવા મળી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર