'જે સંજૂ કેન્સરની શિકાર તેની પત્નીનો ન થયો, તે માધુરીને શું થશે'

News18 Gujarati
Updated: June 24, 2018, 4:26 PM IST
'જે સંજૂ કેન્સરની શિકાર તેની પત્નીનો ન થયો, તે માધુરીને શું થશે'
સંજય દત્તનાં જીવન પર બનેલી ફિલ્મ 'સંજૂ' 29 જૂનનાં રોજ રિલીઝ થઇ રહી છે

સંજય દત્તનાં જીવન પર બનેલી ફિલ્મ 'સંજૂ' 29 જૂનનાં રોજ રિલીઝ થઇ રહી છે

  • Share this:
મુંબઇ: સંજય દત્ત અને માધુરી દીક્ષિતનાં અફેરનાં સમાચાર એક સમયે ખુબજ સનસનીની જેમ વાંચવામાં આવતા હતાં. તમામ ફિલ્મી મેગેઝિન અને સમાચાર પત્રમાં તેમનાં અફેર વિશે લખવામાં આવતું.

માધુરીએ ક્યારેય આ વાતનો સ્વિકાર કર્યો ન હતો. પણ સંજય દત્ત તરફથી તેમનાં અફેરની ખુબ વાતો થતી હતી. સંજયે તે સમયે ઋચા શર્માથી લગ્ન કરેલા હતા. જ્યારે દેશમાં માધુરી અને સંજયનાં લગ્નની અફવાઓ ઉડી હતી. ત્યારે ઋચા અમેરિકામાં કેન્સરનો ઇલાજ કરાવતી હતી. તે બાદથી દીકરી ત્રિશલાની સાથે તે તરતજ પાછી ફરી ગઇ હતી.

સંજય દત્ત બાયોપિક 'ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બોલવૂડ્સ બેડ બોય સંજય દત્ત'માં લેખક યાસીર ઉસ્માને ઋચા શર્માની બહેન એના શર્માએ એક ઇન્ટરવ્યુંમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. જે તેણે સિને બ્લિટ્સ મેગેઝિનને આપ્યો હતો. જેમા એનાએ કહ્યું કે, 'જ્યારે રિચા અમેરિકાથી પાછી ફરી ત્યારે સંજય તેને એરપોર્ટ પર રિસીવ કરવા પણ નહોતો ગયો. જ્યારે તેણે સંજયને બે ફોન કર્યા હતાં. જો સંજય ઋચાને છોડવાનો પ્લાન બનાવી રહ્યો છે તો રિચા માટે ખુબજ મુશ્કેલી ભર્યો સમય આવવાનો છે.'

આ ઇન્ટરવ્યુંમાં એનાએ માધુરી પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, 'માધુરી ખુબજ અમાનવીય છે. માધુરી જે પણ પુરૂષને ચાહે તે તેને મેળવી શકે છે. તે કેવી રીતે તે વ્યક્તિની સાથે જઇ શકે છે જે તેની પત્નીથી આ પ્રકારનો વ્યવહાર કરે છે'

સંજય દત્તનાં જીવન પર બનેલી ફિલ્મ 'સંજૂ' 29 જૂનનાં રોજ રિલીઝ થઇ રહી છે તેમાં તેની અંગત જીંદગીને ખુબજ સારી રીતે દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં સોનમ કપૂર સંજય દત્તની પહેલી પત્ની ઋચા શર્માનાં રોલમાં નજર આવે છે.
First published: June 24, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading