એક તસવીરને લીધે રહેમાન થયા ટ્રોલ, પુત્રીએ આપ્યો આવો જવાબ

લોકો રહેમાનને ટ્રોલ કરી રહ્યાં છે

એક તસવીર સોશિયલ મીડિયામાં સામે આવી છે, જે બાદ લોકો રહેમાનને ટ્રોલ કરી રહ્યાં છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડના પ્રસિદ્ધ સંગીતકાર અને ગાયક એ.આર.રહેમાન આજકાલ ચર્ચામાં છે. તેનું કારણ એક તસવીર છે. હાલમાં જ 'સ્લમડોગ મિલિયોનેર'ના સંગતીને 10 વર્ષ પૂર્ણ થતાં એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રહેમાનની પુત્રી પણ જોવા મળી હતી. જેની એક તસવીર સોશિયલ મીડિયામાં સામે આવી છે. જે બાદ લોકો રહેમાનને ટ્રોલ કરી રહ્યાં છે.

  'સ્લમડોગ મિલિયોનેર'ના મ્યૂઝિકને 10 વર્ષ પૂર્ણ થતાં એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રહેમાનની પુત્રી ખતિજા પણ જોવા મળી હતી, પરંતુ તે બુર્ખામાં હતી. તેના પિતા સાથે કરિયરની વાત કરતાં તે ભાવુક થઇ ગઇ હતી. આ કાર્યક્રમ બાદ રહેમાનને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. જેની સાથે તેમણે ખતિજા, રહીમા અને સાયરાને તેમના પરિવારની મહત્વપૂર્ણ મહિલાઓ હોવાનો પરિચય આપ્યો હતો. આ તસવીરને લીધે લોકો રહેમાનને ટ્રોલ કરી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યું કે, જો ચહેરો બતાવવો નથી તો તેને તસવીરમાં સામેલ કેમ કરી?

  આ પણ વાંચો: થિયેટરમાં ફિલ્મ જોતી વખતે જો કર્યું આ કામ તો થઇ શકે છે જેલ

  પિતા ટ્રોલ થતાં ખતિજાએ કહ્યું કે, તેમણે ક્યારેય મને બુર્ખો પહેરવા મજબૂર કરી નથી. હું બુર્ખો પહેરું છું એમાં મારા માતા-પિતાને કોઇ લેવા-દેવા નથી.
  Published by:Azhar Patangwala
  First published: