Home /News /entertainment /તારક મહેતાની જૂની સોનું એકદમ બદલાઈ ગઈ, ચાહકો માટે નવા લુકમાં ઓળખવી પણ મુશ્કેલ

તારક મહેતાની જૂની સોનું એકદમ બદલાઈ ગઈ, ચાહકો માટે નવા લુકમાં ઓળખવી પણ મુશ્કેલ

નિધિ ભાનુશાળી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુનો રોલ કરતી હતી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં સોનુના રોલમાં જોવા મળેલી એક્ટ્રેસ નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) પોતાના નવા લૂકને લઈને ચર્ચામાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શોમાં ઘણાં વર્ષો સુધી નિધિએ આત્મારામ ભીડે અને માધવી ભીડેની દીકરી સોનુનો રોલ કર્યો હતો અને તેને ખૂબ પસંદ પણ કરવામાં આવી હતી.

વધુ જુઓ ...
    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં સોનુના રોલમાં જોવા મળેલી એક્ટ્રેસ નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) પોતાના નવા લૂકને લઈને ચર્ચામાં છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શોમાં ઘણાં વર્ષો સુધી નિધિએ આત્મારામ ભીડે અને માધવી ભીડેની દીકરી સોનુનો રોલ કર્યો હતો અને તેને ખૂબ પસંદ પણ કરવામાં આવી હતી. પરંતુ ઘણા વર્ષો પહેલા તેણે આ પાત્ર અને શો છોડી દીધો હતો.ત્યાર બાદ નિધિ ભાનુશાલી અન્ય કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર પોતાના લુક અને સ્ટાઈલ (Nidhi Bhanushali Transformation)ને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે ફરી તેણે ચર્ચા જગાવી છે.

    નિધિ ભાનુશાલીએ પોતાનો લુક બદલ્યો

    નિધિ ભાનુશાલી પોતાની લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે અને હવે તેણે જે ફોટો શેર કર્યા છે તેમાં નિધિ ઓળખાતી પણ નથી. હાલમાં જ નિધિએ નવી હેર કટ કરાવી છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. નિધિએ ટૂંકા વાળ કપાવ્યા છે. આ લુકમાં નિધિએ ડેનિમ શોર્ટ્સ અને ટોપ પહેર્યું છે. તે ઘણી સ્ટાઇલ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. નિધિનો આ લુક ઘણો વાયરલ થઇ રહ્યો છે.




    ટૂંકા વાળ, ફંકી લુક અને નાકમાં નથણી પહેરેલી નિધિ એકદમ અલગ જ દેખાય છે અને આ તસવીરો પર તેના ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. કોઇ નિધિના લૂકના વખાણ કરી રહ્યું છે તો કોઇ તેની સ્ટાઇલ જોઇને તેને અનફોલો કરવાની ધમકી આપી રહ્યું છે.

    હરવા ફરવાની શોખીન છે નિધિ

    નિધિ ભાનુશાલીને ટ્રાવેલિંગનો શોખ છે અને આ વાત તેના ઇન્સ્ટાગ્રામે સાચી સાબિત કરી છે. નિધિને સમય મળતા જ તે પોતાના મિત્રો સાથે ફરવા નીકળી જાય છે. નિધિને નવા-નવા સ્થળોએ ફરવાનું અને નવા અનુભવ લેવાનું પણ ગમે છે. લોકડાઉન બાદ નિધિ પોતાના મિત્ર અને પાલતુ કૂતરા સાથે લાંબી રોડ ટ્રિપ પર પણ ગઈ હતી. જેની તસવીરો નિધિએ ઇન્સ્ટા પર શેર કરી છે. આ ઉપરાંત નિધિ દરેક વેકેશનમાં તેની એક ઝલક બતાવતી રહે છે.

    અહીં ઉલ્લેખનીય છે કે, નિધિની ગણતરી ટેલિવિઝનની બોલ્ડ અભિનેત્રીઓમાં થાય છે. તે ઘણીવાર તેના બિકીની લૂકને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે. ચાહકોને નિધિના ઇન્સ્ટાગ્રામ પરની સુપરહોટ તસવીરો ગમે છે. તારક મહેતાના સોનુના નવા લુક્સ વાયરલ થતા રહે છે. તે ઘણીવાર બીચ, ફોરેસ્ટ અને એકદમ યુનિક ટૂરિસ્ટ લોકેશન પર જોવા મળે છે.
    First published:

    Tags: Nidhi bhanushali, Taarak Mehta Ka Ooltah Chashma