ઘટશે રણબીર-રણવીર,આલિયા-દીપિકા અને શ્રદ્ધા કપૂરની ફી?

ઘટશે રણબીર-રણવીર,આલિયા-દીપિકા અને શ્રદ્ધા કપૂરની ફી?
બોલિવૂડનાં એ લિસ્ટેડ સ્ટાર્સ

રણવીર સિંહ, રણબીર કપૂર, વરૂણ ધવન, આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂર જેવી હિરોઇનોએ પણ ફી ઓછી કરવી પડશે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ઇન્ડસ્ટ્રીનાં ઘણાં સ્ટાર્સ ફિલ્મોનું શૂટિંગ શરૂ થવાની રાહ જોઇ રહ્યાં છે. પણ હાલમાં ઇન્ડસ્ટ્રીની હાલત ખસતા છે. ગત 31 માચ્રનાં બંધ થયોલી શૂટિંગ અને આ પહેલાં સિનેમાઘર બંધ થઇ જવાને કારણે એક્ટર અને નિર્દેશકને કેશ કે ચેક નમળ્યા નથી. અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીને 800 કરોડ રૂપિયાનું નુક્સાન થઇ ગયુ છે. પ્રોડ્યુસર્સને ભારે નુક્સાન થયુ છે. મલ્ટીપ્લેક્સની કમાણી ઝીરો થઇ ગઇ છે. ઇન્ડસ્ટ્રીને ફરી પાટે છડાવવા નાનાં એક્ટર્સ તો તેમની ફી ઘટડવા તૈયાર છે. તો હવે એ લિસ્ટમાં આવતા એક્ટર્સે પણ પોતાની ફી ઘટાડવા માટે હામી ભરી છે.

  આ પણ વાંચો- સલમાન ખાન ગેંગ તરફથી સુશાંતને મળતી ધમકી, મહિનામાં 50 સિમ બદલ્યા હતા  જોકે ઇન્ડસ્ટ્રીનાં ટોપ ખાન બંધુઓ, કપૂર્સ કે બચ્ચન તરફથી આ નિવેદન આવ્યા નથી. પણ કાર્તિક આર્યન, તાપસી પન્નૂથી લઇ દીપિકા પાદુકોણ અને માધુરી દીક્ષિત જેવાં સીનિયર એક્ટર્સ આ વાત કરી ચૂક્યા છે. ઇન્ડસ્ટ્રીને પાછી પાટા પર લાવવા તેમણે તેમની ફીમાં કાપ મુકવાની વાત કરી છે. એવું નથી કે, આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, અજય દેવગણ, અમિતાભ બચ્ચન જેવાં સીનિયર એક્ટર્સે ફીમાં સમજૂતિ નહીં કરવી પડે. આ સાથે જ રણવીર સિંઘ, રણબીર કપૂર, વરૂણ ધવન, આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂર જેવાં સ્ટાર્સે પણ તેમની ફીમાં ઘટાડો કરવો જ પડશે.

  આ પણ વાંચો-સુશાંતનાં કેસની તપાસ માટે અમિત શાહની લેવાઇ મદદ, બોલિવૂડમાં ખળભળાટ

  ઇન્ડસ્ટ્રીનાં જાણકારોનું કહેવું છે કે, આ સ્ટાર્સ પાસે મહેતાણું ઓછુ કરાવ્યા સીવાય કોઇ જ વિકલ્પ નથી. જો ફી ઓછી નહીં કરે તો નિર્માતા અન્ય સ્ટારને લઇ લેશે કારણ કે હાલમાં ઇન્ડસ્ટ્રીમાં ઘણાં ટેલેન્ટેડ ઓછી રકમમાં કામ કરે તેવાં વિકલ્પ હાજર છે. તેથી સ્ટાર્સે સમજૂતિ કરવી જ રહી. ફિલ્મ રિલીઝ નથી થઇ રહી અને બિઝનેસ પણ નથી થઇ રહ્યો. તેવામાં દરેક સેલિબ્રિટીનાં માથે ઇન્ડસ્ટ્રીને પાછી ઊભી કરવાની જવાબદારી આવી ગઇ છે.
  Published by:Margi Pandya
  First published:June 30, 2020, 10:09 am

  ટૉપ ન્યૂઝ