Home /News /entertainment /KBC 14: અમિતાભ બચ્ચનને KBCના સેટ પર અભિષેકે આપી સરપ્રાઈઝ, દીકરાને ભેટીને રડી પડ્યા બિગ બી
KBC 14: અમિતાભ બચ્ચનને KBCના સેટ પર અભિષેકે આપી સરપ્રાઈઝ, દીકરાને ભેટીને રડી પડ્યા બિગ બી
દીકરાને ભેટીને રડી પડ્યા બિગ બી
હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ઘણા દાયકાઓથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ પોપ્યુલર ક્વિઝ બેસ્ડ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati)ને હોસ્ટ પણ કરે છે. તેઓ અત્યારે આ શોની 14મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે.
હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ઘણા દાયકાઓથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ પોપ્યુલર ક્વિઝ બેસ્ડ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (Kaun Banega Crorepati)ને હોસ્ટ પણ કરે છે. તેઓ અત્યારે આ શોની 14મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનનો 11 ઓક્ટોબરે 80મો જન્મદિવસ છે. તેઓ 22 વર્ષથી કેબીસી સાથે જોડાયેલા છે. ત્યારે મેકર્સે મંચ પર અમિતાભ બચ્ચન માટે સરપ્રાઈઝ રાખી છે, જેને જોઈને બિગ બી રડી પડે છે.
બિગ બીને સરપ્રાઇઝ આપવામાં આવી
અમિતાભ બચ્ચનના બર્થડેનો સ્પેશિયલ એપિસોડ 11 ઓક્ટોબર, મંગળવારના રોજ ટેલિકાસ્ટ થશે. શોનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે. આ પ્રોમોમાં અભિષેક બચ્ચનની સરપ્રાઇઝ એન્ટ્રી થાય છે. આટલું જ નહીં, પ્રોમોમાં બિગ બીને ઇમોશનલ થતાં પણ બતાવ્યા છે. જયા બચ્ચન પહેલી જ વાર આ શોમાં જોવા મળશે. અભિષેક આ પહેલાં ઘણીવાર શોમાં આવી ચૂક્યો છે.
પ્રોમોમાં જોઈ શકાય છે કે બિગ બી શોને હોસ્ટ કરતા હોય છે. ત્યારે અચાનક હોર્ન વાગે છે. હૂટરનો અવાજ સાંભળીને અમિતાભ બચ્ચન સહિત સેટ પર હાજર રહેલા તમામ લોકો નવાઈમાં મુકાઈ જાય છે. ત્યાર બાદ અભિષેક 'કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ...' ગાઈને એન્ટર થાય છે. દીકરાને જોતાં જ અમિતાભ બચ્ચન એકદમ ખુશ થઈ જાય છે અને ભેટી પડે છે. દીકરાને ભેટતી વખતે એકદમ જ અમિતાભ બચ્ચન ભાવુક થઈ જાય છે અને તેમની આંખોમાં પાણી આવી જાય છે.
બિગ બીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેમની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થઈ હતી. આ ઉપરાંત તે 'ગુડબાય'માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમણે ભાસ્કર પ્રજાપતિનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના તથા નીના ગુપ્તા છે. અમિતાભ 'ધ ઇન્ટર્ન', 'પ્રોજેક્ટ K' તથા 'ઊંચાઈ'માં પણ કામ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર