મેગા સ્ટાર્સ પાછળ લોકો દિવાના હોય તે સ્વાભાવિક વાત છે. પરંતુ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દિકરી જ્હાનવી કપૂર પાછળ એક વ્યક્તિ એવી રીતે પાછળ પડ્યો છે કે તેને તમામ હદ વટાવી દીધી છે. આ વ્યક્તિએ જ્હાનવીની દરેક તસવીર પર ઘણી બધી વાતો લખી છે.
જ્હાનવીની તસવીરો પર લખ્યું I love you
આમ તો સોશિયલ મીડિયા પર એવા ઘણા લોકો છે કે જે કલાકારો પર આ પ્રકારની ટિપ્પણીઓ કરતા હોય. પરંતુ તમે જ્યારે જ્હાનવી કપૂરને તમે સર્ચ કરશો તો તમને જોવા મળશે કે એ શખ્સે જ્હાનવી કપૂરના તમામ ફોટોનું કલેક્શન ટ્વિટર અકાઉન્ટ પર રાખ્યું છે. આ સાથે જ તે પોતાની તસવીરો પણ સાથે લગાવવાનું ભૂલતો નથી. અજીબ વાત એ છે કે આ શખ્સે જ્હાનવીની તમામ તસવીરો પર I love you લખ્યું છે. આ તસવીરો જોઈને તો એવું લાગે છે કે આ શખ્સ જ્હાનવી પાછળ ખુબ પાગલ છે.
#JhanviKapoor hi how are you Jhanvi Kapoor I love you so much I am Karthik Chennai very very I love you Janu Kapoor please I love you too janu and Karthi please please please I love you too jankapur I am look please love you so much jaan bhi please junk food very sincere pic.twitter.com/n0Qnu4Pxx3
'ધડક'માં જોવા મળશે જ્હાનવી કપૂર
જ્હાનવી કપૂર ધર્મા પ્રોડક્શનની ફિલ્મ 'ધડક'માં જોવા મળશે. જ્હાનવી આ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેમની ઓપોઝિટમાં શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર પણ જોવા મળશે. આ ફિલ્મ 20 જુલાઈએ રિલીઝ થશે.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર