Home /News /entertainment /શહેનાઝને મળવા ફેન USAથી દુબઈ આવી, મળતાની સાથે કર્યું કઈક આવું કે Video થયો Viral

શહેનાઝને મળવા ફેન USAથી દુબઈ આવી, મળતાની સાથે કર્યું કઈક આવું કે Video થયો Viral

shehnaaz gill (File Photo)

Entertainment News: સોશિયલ મીડિયા પર શહેનાઝ ગિલ અને તેની ફેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, શહેનાઝ ગિલની ફેન શહેનાઝને આ તમામ બાબતો વિશે જણાવી રહી છે. ત્યારબાદ શહેનાઝે પૂછ્યું હતું કે, આવું શા માટે કર્યું. ત્યારે તેની ફેને જવાબ આપ્યો હતો કે, ‘શહેનાઝ માટે કંઈપણ કરીશ.’

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    શહેનાઝ ગિલ (Shehnaaz Gill)ની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. બિગ બોસ સીઝન 13 (Bigg Boss 13) માં આવ્યા બાદ તમામ ઘરમાં શહેનાઝ ગિલનું નામ બોલાઈ રહ્યું છે. શહેનાઝ ગિલને બિગબોસ ફાઈનાલિસ્ટમાંથી એક હતી. બિગ બોસમાં એન્ટ્રી પહેલા શહેનાઝ ગિલનું એક પંજાબી ગીત(Punjabi song) ઘણું હિટ થયું હતું, આ દરમિયાન તાજેતરમાં શહેનાઝ ગિલને દુબઈમાં તેની એક ફેન મળી હતી. આ ફેન શહેનાઝ ગિલને મળવા માટે USAથી દુબઈ આવી હતી.

    આ ફેને દુબઈની એક હોટલમાં શહેનાઝ ગિલ સાથે મુલાકાત કરી હતી. શહેનાઝ ગિલને જોઈને તેની આ ફેન (Shehnaaz’s fan) રડવા લાગી હતી. ત્યારબાદ આ ફેને શહેનાઝ ગિલને જણાવ્યું હતું કે, તે તેને મળવા માટે કેલિફોર્નિયાથી દુબઈ આવી છે. આ સાંભળ્યા બાદ શહેનાઝ ગિલે તેની ફેનને ગળે વળગી હતી અને તેના ખબરઅંતર પૂછ્યા હતા.





    આ પણ વાંચો:  'પાપા કી કાર્બન કૉપી..' નાના પાટેકરના દીકરાને જોઈને તમે પણ વિચાર કરવા થઈ જશો મજબૂર, હુબહુ દેખાય છે

    સોશિયલ મીડિયા પર શહેનાઝ ગિલ અને તેની ફેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, શહેનાઝ ગિલની ફેન શહેનાઝને આ તમામ બાબતો વિશે જણાવી રહી છે. ત્યારબાદ શહેનાઝે પૂછ્યું હતું કે, આવું શા માટે કર્યું. ત્યારે તેની ફેને જવાબ આપ્યો હતો કે, ‘શહેનાઝ માટે કંઈપણ કરીશ.’

    સમગ્ર દેશમાં શહેનાઝ ગિલની ફેન ફોલોઈંગ જોવા મળી રહી છે. ટીવી બાદ હવે શહેનાઝ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં (Bollywood industry) પણ પોતાનો પગદંડો જમાવવા માટે તૈયાર છે.

    શહેનાઝ ગિલ સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન (Kisi Ka Bhai Kisi Ki Jaan)’માં જોવા મળશે, ફરહાદ સામજી અને સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે. આ ફિલ્મમાં પૂજા હેગડે, વેંકટેશ દગ્ગુબાટી અને પાર્થ સિદ્ધપુરા પણ જોવા મળશે.

    આ પણ વાંચો:  દીકરી આયરાની સગાઇમાં માત્ર આમિર ખાનની ચર્ચા, બંને એક્સ વાઇફ સાથે મહેબૂબા પણ પહોંચી

    અહીં ઉલ્લેખનીય છે કે, બિગ બોસમાં પહોંચીને શહેનાઝે દર્શકોના દિલ પર એક અલગ જ છાપ છોડી છે. ખાસ કરીને સિદ્ધાર્થ શુક્લા સાથે તેની જોડીને લોકો ખૂબ પસંદ કરી હતી. જો કે ગયા વર્ષે સિદ્ધાર્થ શુક્લાના અવસાન બાદ શહેનાઝ ખૂબ જ ભાંગી પડી હતી, પરંતુ થોડા મહિનાઓ બાદ શહેનાઝ પાછી ફરી અને તે પોતાના કરિયર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
    First published:

    Tags: Bollywood actress, Shehnaaz gill

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन