Home /News /entertainment /Lata Mangeshkar: લતાજીનાં અંતિમ યાત્રા સમયે થઇ મોટી ભૂલ, ફેન્સે સોશિયલ મીડિયા પર તંત્રને કર્યુ ટ્રોલ
Lata Mangeshkar: લતાજીનાં અંતિમ યાત્રા સમયે થઇ મોટી ભૂલ, ફેન્સે સોશિયલ મીડિયા પર તંત્રને કર્યુ ટ્રોલ
લતાજીનાં અંતિમ યાત્રા સમયે થઇ મોટી ભૂલ, ફેન્સે સોશિયલ મીડિયા પર તંત્રને કર્યુ ટ્રોલ
Lata Mangeshkar: આ સમયે સ્મશાનગૃહ પર લાગેલા લતાજીનાં પોસ્ટર (Lata Mangeshkar Poster) પર તંત્રની એક ગંભીર ભૂલ સામે આવી હતી. લતાજી અપરણિત હતાં છતા તેમનાં પોસ્ટરની આગળ શ્રીમતી લખાઇ ગયુ હતું. જોકે, બાદમાં તેમને ભૂલ સમજાઇ હતી અને તેને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવી હતી.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: રવિવાર 6 ફેબ્રુઆરી રવિવારનાં રોજ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલ ખાતે સ્વર સ્મ્રાગિની ભારત રત્ન લતા મંગેશકરે તેમનાં અંતિમ શ્વાસ લીધા. જે બાદ તેમનો પાર્થિવ દેહ આશરે 1-00 વાગ્યે બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમનાં નિવાસ્થાન 'પ્રભુકુંજ' લાવવામાં આવ્યો. જ્યાં તેમનાં અંતિમ દર્શન માટે અમિતાભ બચ્ચન, દીકરી શ્વેતા બચ્ચન, અનુપમ ખેર, રાજ ઠાકરે, શ્રદ્ધા કપૂર જેવી હસ્તીઓ પહોંચી હતી. અને તેમણે લતા દીદીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ સમયે સ્મશાનગૃહ પર લાગેલા લતાજીનાં પોસ્ટર પર તંત્રની એક ગંભીર ભૂલ સામે આવી હતી. લતાજી અપરણિત હતાં છતા તેમનાં પોસ્ટરની આગળ શ્રીમતી લખાઇ ગયુ હતું. જોકે, બાદમાં તેમને ભૂલ સમજાઇ હતી અને તેને તાત્કાલિક ધોરણે સુધારવામાં આવી હતી. જે માટે કાળારંગથી શ્રીમતી હટાવી દેવામાં આવ્યું હતું. અને તેની ઉપર ભારત રત્ન લખવામાં આવ્યું હતું. આ થીગડું ઉડીને આંખે આવતું હતું.
શિવાજી પાર્ક ખાતે સચિન તેન્ડુલકર, શાહરૂખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્ર CM ઉદ્ધવ ઠાકરે, મનસે પ્રમુખ રાજ ઠાકરે, NCP નેતા શરદ પવાર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સહિતની હસ્તીઓ હાજર રહી હતી.
લતા મંગેશકરને સંપૂર્ણ સન્માન સાથે ત્રિરંગામાં લપેટીને તેમનાં પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ વિધિ માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ભારતિય સેનાની ત્રણેય પાંખ દ્વારા લતાદીદીને લશ્કરી સન્માન આપવામાં આવ્યું હતું. લતા મંગેશકરનાં પાર્થિવ દેહને તેમનાં ભાઇ હૃદયનાથે મુખાગ્ની આપી હતી.