900થી વધુ કલાકારોએ કરી PM મોદીને વોટ આપવાની અપીલ

News18 Gujarati
Updated: April 11, 2019, 11:20 AM IST
900થી વધુ કલાકારોએ કરી PM મોદીને વોટ આપવાની અપીલ
સંયુક્ત નિવેદન જારી કરવામાં શંકર મહાદેવન, ત્રિલોકી નાથ મિશ્રા, કોયના મિત્રા, અનુરાધા પૌંડવાલ અને હંસરાજ હંસ પણ શામેલ છે

સંયુક્ત નિવેદન જારી કરવામાં શંકર મહાદેવન, ત્રિલોકી નાથ મિશ્રા, કોયના મિત્રા, અનુરાધા પૌંડવાલ અને હંસરાજ હંસ પણ શામેલ છે

  • Share this:
નવી દિલ્હી: પંડિત જસરાજ, વિવેક ઓબેરોય અને રીટા ગાંગુલી સહિત 900થી વધુ કલાકારોએ નિવેદન જાહેર કરીને અપીલ કરી છે કે તે ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપે. તેમણે કહ્યું કે દેશને 'મજબૂત સરકાર' જોઇ છે ન કે 'મજબૂર સરકાર'.

કલાકારોએ લોકોને વગર કોઇ દબાણ કે પૂર્વાગ્રહનાં વોટ આપવા અપીલ કરી છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમને વિશ્વાસ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર રહેવી સમયની જરૂરીયાત છે. આપણી સામે જ્યારે આતંકવાદ જેવા પડકાર હોય ત્યારે આપણને એક મજબૂત સરકારની જરૂર છે. મજબૂર સરકારની નહીં. તેથી હાલમાં જે સરકાર છે તે રહેવી જોઇએ.

સંયુક્ત નિવેદન જાહેર કરવામા શંકર મહાદેવન, ત્રિલોકી નાથ મિશ્રા, કોયના મિત્રા, અનુરાધા પૌંડવાલ અને હંસરાજ હંસ પણ શામેલ છે સંયુક્ત નેનેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગત પાંચ વર્ષમાં ભારતમાં એવી સરકાર છે જેણે ભ્રષ્ટાચાર મુક્ત અને વિકાસ માટે તત્પર સરકાર છે.

આ પણ વાંચો-PM મોદીનો ફેન છું, પરંતુ ભક્ત નહીં: વિવેક ઓબેરોય

તો થોડા સમય પહેલા થિએટર અને આર્ટ સાથે જોડાયેલી 600 હસ્તીઓએ પત્ર લખીને ભાજપને વોટ ન આપવા અપીલ કરી હતી. જેમાં નસીરુદ્દીન શાહ, અમોલ પાલેકર, ગિરીશ કર્નાડ, એમકે રૈના, ઉષા ગાંગુલ, શાંતા ગોખલે, મહેશ અલકુંચેવાર, મહેશ દત્તાની, અરુંધતી નાગ, કીર્તિ જૈન, અભિષેક મજૂમદાર, કોંકણા સેન શર્મા, રત્ના પાઠખ શાહ, લિલેટ દુબે, મીતા વશિષ્ઠ, મકરંદ દેશપાંડે અને અનુરાગ કશ્યપ જેવી હસ્તીઓ શામેલ છે. પત્ર દ્વારા દેશનાં મતદાતાઓને કહ્યું છે કે, વોટ આપીને ભાજપ અને તેનાં સહયોગીઓને સત્તાથી બહાર કરો.

આ પણ વાંચો-ધમકી આપીને 'સેક્સ રેકેટ' ચલાવતી હતી એક્ટ્રેસ, પકડાઇ તો રડવા લાગીપત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'આગામી લોકસભાની ચૂંટણી દેશનાં ઇતિહાસમાં સૌથી અધિક ગંભીર ચૂંટણી છે. આજનાં સમયમાં ગીત, નૃત્ય અને હાસ્ય ખતરામાં છે. આપણું સંવિધાન ખતરાંમાં છે. સરકારે તે સંસ્થાઓનું ગળુ દાબી દીધઉ છે જ્યાં તર્ક, ચર્ચા અને અસહમતિનો વિકાસ થાય છે. કોઇ લોકતંત્રને સૌથી કમજોર અને સૌથી વધુ વંચિત લોકોને સશક્ત બનાવવું જોઇએ'
First published: April 11, 2019, 10:17 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading