...તો ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મમાં ઇરફાન અને નવાઝ સાથે જોવા મળ્યા હોત!

ઇરફાન ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી (ફાઇલ તસવીર)

નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) અને દિવંગત એક્ટર ઈરફાન ખાન (Irrfan Khan) અભિનિત ફિલ્મ ‘ધ લંચબોક્સ’ને (The Lunchbox) તાજેતરમાં 8 વર્ષ પૂરા થયા છે. નવાઝુદ્દીને આ પ્રસંગે જણાવ્યું કે ઈરફાન ખાન પાસેથી તેમને શું શીખવા મળ્યું.

 • Share this:
  નવી દિલ્હી: નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) અને દિવંગત એક્ટર ઈરફાન ખાન (Irrfan Khan) 2013માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ લંચબોક્સ’ (The Lunchbox)માં સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મને તાજેતરમાં આઠ વર્ષ થયા છે. આ પ્રસંગે નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)એ ઈરફાન ખાન (Irrfan Khan) સાથેના યાદગાર કિસ્સા શેર કર્યા છે. તેમણે ‘ધ લંચબોક્સ’થી જોડાયેલી યાદો પણ વાગોળી છે.

  ઈટાઈમ્સ સાથે વાત કરતાં નવાઝુદ્દીને જણાવ્યું કે, "‘ધ લંચબોક્સ’ એક અદભૂત ફિલ્મ હતી. મારી પાસે ફિલ્મથી જોડાયેલી ઘણી સુંદર યાદો છે. લોકોથી ભરચક ટ્રેનમાં શૂટ કરવું મારા માટે સૌથી સારો અનુભવ હતો. અમારા શૂટ માટે એક આખું કમ્પાર્ટમેન્ટ બુક કરવામાં આવ્યું હતું. ઈરફાન ભાઈ અને હું પોતપોતાના ગેટ-અપમાં સામાન્ય લોકો વચ્ચે બેસી ગયા હતા. કોઈએ ખરેખર ધ્યાન નહોતું આપ્યું, પણ દરેક વ્યક્તિ અમારા સીનમાં સંપૂર્ણપણે ભળી ગઈ હતી. આ જ લોકલ ટ્રેનની સુંદરતા છે. જે લોકો અમારા યુનિટમાં ન હતા, તેઓ પણ ‘ધ લંચબોક્સ’નો ભાગ બની ગયા."

  આ પણ વાંચો:  દવાની દુકાનથી લઈ વોચમેનની નોકરી કરી, આવી છે નવાઝુદ્દીન સિદ્દીકીની સંઘર્ષ કથા

  અગાઉ એવા સમાચાર સામે આવ્યા હતા કે ફિલ્મના શૂટિંગ દરમ્યાન ઈરફાન અને નવાઝુદ્દીન વચ્ચે અણબનાવ હતો. નવાઝુદ્દીને આ અંગે કહ્યું કે, "ઈરફાનભાઈ મારા મોટાભાઈ જેવા છે. મારી પાસે તેમની સાથેની કેટલીય યાદો પડી છે જે ‘ધ લંચબોક્સ’ પહેલાંની છે."

  નવાઝુદ્દીને આગળ કહ્યું કે, જ્યારે ‘સ્લમડોગ મિલિયોનેર’ (Slumdog Millionaire)ની કાસ્ટિંગ ચાલતી હતી, ત્યારે ઈરફાન ખાન મને અપોઈન્ટમેન્ટ વગર ડિરેક્ટર ડેની બોયલ (Danny Boyle)ને મળવા લઈ ગયા હતા. વિચારો, કોઈ નોટિસ વગર આટલા મોટા નિર્દેશકથી મળવું કેવું રહ્યું હશે. છેવટે અમને બંનેને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યા, પણ કમનસીબે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે હું અન્ય એક ફિલ્મમાં વ્યસ્ત હતો એટલે મારો રોલ બીજાને આપવામાં આવ્યો. મેં ઈરફાનભાઈ પાસેથી ઘણું શીખ્યું છે. અપોઈન્ટમેન્ટ વગર કોઈ મોટા હોલિવુડ નિર્દેશકને કઈ રીતે મળવું એ પણ!
  રિતેશ બત્રા (Ritesh Batra) નિર્દેશિત ‘ધ લંચબોક્સ’માં નિમ્રત કૌરે પણ લીડ રોલ કર્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 20 કરોડની કમાણી કરી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: