Home /News /entertainment /શાહરૂખ ખાનને એક ખોટા નિર્ણયથી થયું કરોડોનું નુકસાન, ડોન 3 પહેલા રિજેક્ટ કરી ચૂક્યો છે આ 8 બ્લોકબસ્ટર ફિલ્મો!

શાહરૂખ ખાનને એક ખોટા નિર્ણયથી થયું કરોડોનું નુકસાન, ડોન 3 પહેલા રિજેક્ટ કરી ચૂક્યો છે આ 8 બ્લોકબસ્ટર ફિલ્મો!

કિંગ ખાનની એક ભૂલથી કરોડોનું નુકસાન થયુ

Shah Rukh Khan: વર્ષ 2022 બોલિવૂડ માટે સારું સાબિત નથી થઈ રહ્યું. આ વર્ષે હિન્દી કરતાં સાઉથની વધુ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. હવે સેલિબ્રિટીઓ રિલીઝના સમયને ધ્યાનમાં રાખીને ફિલ્મો સાઈન કરી રહ્યા છે અને ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લઈ રહ્યા છે. આ દરમિયાન અહેવાલો અનુસાર, સતત ફ્લોપ થતી ફિલ્મોને જોતા શાહરૂખ ખાને ડોન 3ની ઓફર ઠુકરાવી દીધી છે.

વધુ જુઓ ...
વર્ષ 2022 બોલિવૂડ માટે સારું સાબિત નથી થઈ રહ્યું. આ વર્ષે હિન્દી કરતાં સાઉથની વધુ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. હવે સેલિબ્રિટીઓ રિલીઝના સમયને ધ્યાનમાં રાખીને ફિલ્મો સાઈન કરી રહ્યા છે અને ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લઈ રહ્યા છે. આ દરમિયાન અહેવાલો અનુસાર, સતત ફ્લોપ થતી ફિલ્મોને જોતા શાહરૂખ ખાને ડોન 3ની ઓફર ઠુકરાવી દીધી છે. તેને ફરહાન અખ્તરની ફિલ્મના કોન્સેપ્ટમાં કચાશ લાગી હતી. છેલ્લા ઘણી ફ્લોપ ફિલ્મોનું દુઃખ વેઠ્યા પછી શાહરૂખ કોઈ જોખમ લેવા માંગતો નથી, તેથી તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી. જો કે, આ પહેલીવાર નથી. આ પહેલા પણ શાહરૂખે આવી ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી હતી, જે પાછળથી બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

ચાલો તમને જણાવી કે એવી કઈ ફિલ્મો હતી જે રીજેક્ટ કરીને ખુદ શાહરૂખ ખાને કરોડોનું નુકસાન વેઠયું.

આ પણ વાંચોઃ- Koffee With Karan 7: શોના લેટેસ્ટ એપિસોડ દરમિયાન કરને ખુલાસો કર્યો કે, તેને પ્લેનમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા

હ્રિતિક રોશને ફિલ્મ કહો ના પ્યાર હૈથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને તે રાતોરાત સ્ટાર બની ગયો. પરંતુ કદાચ ઓછા લોકો જાણતા હશે કે આ ફિલ્મ સૌથી પહેલા શાહરૂખ ખાનને ઓફર કરવામાં આવી હતી પરંતુ તે આ ફિલ્મમાં કામ કરવા રાજી ન થયો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 74 કરોડની કમાણી કરી હતી.

આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટ્સે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં પણ શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકા ભજવવાનો હતો, પરંતુ તે તેમ કરી શક્યો નહીં. આ ફિલ્મે 273 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

જોધા અકબર ફિલ્મમાં પહેલા અકબરનો રોલ શાહરૂખ ખાનને ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે આ તક પણ ગુમાવી દીધી હતી અને હ્રિતિક રોશનને ફિલ્મની ઓફર કરવામાં આવી અને તે બ્લોક બસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મે લગભગ 78 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

સંજય દત્તને નામના આપનારી ફિલ્મ મુન્નાભાઈ MBBS અગાઉ શાહરૂખ ખાનને ઓફર કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર તે આ ફિલ્મમાં કામ કરી શક્યો ન હતો. આ ફિલ્મે 33 કરોડની કમાણી કરી હતી.

શાહરૂખ ખાન, આમિર ખાનની એક સમયની લોકપ્રિય ફિલ્મ લગાનમાં જોવા મળવાનો હતો, પરંતુ તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી. આ પછી આમિર ખાનને રોલ ઓફર કરવામાં આવ્યો અને આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 55 કરોડની કમાણી કરી હતી.

શાહરૂખ ખાન પહેલા સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ રોબોટમાં દેખાવાનો હતો, પરંતુ કેટલાક વિવાદ બાદ તે આ ફિલ્મમાંથી ખસી ગયો અને રજનીકાંતે કામ કર્યું. ફિલ્મે 23.84 કરોડની કમાણી કરી હતી.

આ લિસ્ટમાં આમિર ખાનની ફિલ્મ રંગ દે બસંતી પણ સામેલ છે જેને શાહરૂખ ખાને રિજેક્ટ કરી હતી. તેને આ ફિલ્મમાં આર માધવનનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે આ કામ કરવાની ના પાડી દીધી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મ સ્લમડોગ મિલિયોનર તો ઓસ્કારમાં પહોંચી અને એવોર્ડ પણ જીત્યો. આ ફિલ્મમાં અનિલ કપૂરનો રોલ સૌથી પહેલા શાહરૂખ ખાનને ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તે આ રોલ કરવા માટે રાજી ન થયો. આ ફિલ્મે 618 કરોડની કમાણી કરી હતી.
First published:

Tags: Entertainemt News, Movie, Shah Rukh Khan, બોલીવુડ ન્યૂઝ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन