Home /News /entertainment /

75th Independence Day: ભારતીય સેનાનાં ગુણગાન ગાતી આ ફિલ્મો અને શોનો ઉઠાવો આનંદ

75th Independence Day: ભારતીય સેનાનાં ગુણગાન ગાતી આ ફિલ્મો અને શોનો ઉઠાવો આનંદ

મૂવી પોસ્ટ

ઓગસ્ટ મહિનામાં 75માં સ્વતંત્રતા દિવસ (75th Independence Day) પહેલા ભારતીય સેનાના સાહસને રજૂ કરતા શો અને ફિલ્મોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ દેશભક્તિની ફિલ્મો જોઈને તમે ખૂબ જ ગર્વ અનુભવશો.

  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ઈન્ડિયન આર્મી વિશે (Indian Army) વાત સાંભળતા જ ભારતીય નાગરિક ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે. દેશ પ્રત્યેનું તેમનું બલિદાન, તેમની બહાદુરી અને દેશ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાની લાગણી બેમિસાલ હોય છે. ભારતીય સિનેમામાં ઘણીવાર આ વિષય લેવામાં આવે છે. ભારતીય જવાનોની વાર્તા દેશના નાગરિકોને પ્રેરિત કરે છે. જેથી અહી ઓગસ્ટ મહિનામાં 75માં સ્વતંત્રતા દિવસ (75th Independence Day) પહેલા ભારતીય સેનાના સાહસને રજૂ કરતા શો અને ફિલ્મોનું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ દેશભક્તિની ફિલ્મો જોઈને તમે ખૂબ જ ગર્વ અનુભવશો.

  શેરશાહ

  તમે ‘યે દિલ માંગે મોર’ સ્લોગન જરૂરથી સાંભળ્યું હશે. કેપ્ટન બત્રાએ તેમના મિશનની સફળતા રજૂ કરવા માટે આ સ્લોગનનો ઉપયોગ કર્યો હતો. આ ફિલ્મ કરણ જોહર દ્વારા બનાવવામાં આવી છે. આ ફિલ્મ વીરતા, પ્રેમ અને બલિદાનની કથા છે. કેપ્ટન બત્રાના જીવનથી પ્રેરિત થઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે, તેમણે કારગિલ યુદ્ધમાં ભારતની જીતમાં મહત્વનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા શેરશાહના પાત્રમાં અને કિયારા અડવાણી ડિમ્પલના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ 12 ઓગસ્ટના રોજ એમેઝોન પ્રાઈમ વિડીયો (Amazon prime video) પર રિલીઝ કરવામાં આવશે.

  ભૂજ: પ્રાઈડ ઓફ ઈન્ડિયા

  એક્શન અને દેશભક્તિથી ભરપૂર ફિલ્મ ‘ભૂજ’માં ભારતીય વાયુસેના અને પાયલટ સ્ક્વાડ્રન લીડર વિજય કાર્મિકની વીરતાની કથા રજૂ કરવામાં આવી છે. વર્ષ 1971ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાની હવાઈ પટ્ટી બરબાદ થઈ ગઈ હતી. તે સમયે વિજય કાર્મિકના નેતૃત્વમાં 300 સ્થાનિક મહિલાઓએ એયરબેઝને ફરીથી સ્થાપિત કરવા માટે અનેક દિવસો સુધી સતત મહેનત કરી હતી. આ સાહસિક કામના કારણે યુદ્ધ જીતી શકાયું હતું. આ ફિલ્મમાં બોલીવુડ અભિનેતા અજય દેવગન અભિનય કરી રહ્યા છે. આ ફિલ્મ ભારતીય વાયુસેના અને સામાન્ય નાગરિકોની બહાદુરીની કથા છે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, સંજય દત્ત અને નોરા ફતેહી લીડ રોલમાં જોવા મળશે. 13 ઓગસ્ટના રોજ ડિઝ્ની+ હોટસ્ટાર પર ફિલ્મ ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા રિલીઝ કરવામાં આવશે.

  પ્રિઝનર ઑફ વૉર- બંદી યુદ્ધ કે:

  આ સ્વતંત્રતા દિવસના રોજ MX પ્લેયર પોતાના દર્શકો માટે એક જબરદસ્ત શો લાવી રહ્યું છે. ‘પ્રિઝનર ઑફ વૉર- બંદી યુદ્ધ કે’ આ ફિલ્મમાં બે સૈનિકો બંધક બનાવવાની અને 17 વર્ષ બાદ ધરતી પર પરત ફરવાની કહાની છે. આ શોમાં જેલમાં વર્ષો સુધી દુ:ખનો સામનો કર્યા બાદ સામાન્ય જીવનની શરૂઆત કરવાના સંઘર્ષને રજૂ કરવામાં આવ્યો છે. ઓફિસર સરતાજ અને સ્ક્વાડ્રન લીડર ઈમાન ખાન કોઈ ગંભીર રહસ્યના ભાગીદાર છે. તેમના એકાઉન્ટમાં કઈ ગરબડ સામે આવે છે. એક સરકારી એજન્ટ તેમને મુક્ત કરવા પાછળનું સત્ય જાણવા માટે તપાસ શરૂ કરે છે. આ શોમાં અમૃતા પુરી, સત્યદીપ મિશ્રા, ટિસ્કા ચોપડા, પૂરબ કોહલી, સંધ્યા મૃદુલ અને મનીષ ચૌધરી મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. 13 ઓગસ્ટથી દરરોજ નવા એપિસોડ ફ્રીમાં સ્ટ્રીમ થશે.

  સ્ટેટ ઓફ સીજ: ટેમ્પલ અટેક

  આ ફિલ્મમાં અક્ષય ખન્ના જોવા મળશે અને આ ફિલ્મ Zee5 પર દર્શાવવામાં આવી રહી છે. આ ફિલ્મ વર્ષ 2002માં અક્ષરધામ મંદિર પર થયેલ આતંકવાદી હુમલા પર આધારિત છે. આ ફિલ્મમાં તીર્થયાત્રીઓને બંધક બનાવવામાં આવ્યા હોવાની સ્થિતિ દર્શાવાઈ છે. કેન ઘોષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જવાનોનો આભાર માનવામાં આવ્યો છે, તેમણે અનેક લોકોનો જીવ બચાવ્યો હતો. આ ફિલ્મ જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે અને દેશભક્તિની ભાવના જાગશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: 75th Independence Day, Bhuj: the pride of india, Entertainment news, Gujarati news, Indian army movies and shows, News in Gujarati, Shershaah, ભારતીય સેના, ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા, શેરશાહ

  આગામી સમાચાર