Home /News /entertainment /

નેશનલ ફિલ્મ એવોર્ડઃ અજય દેવગન 'તાનાજી' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો, તુલસીદાસ જુનિયરને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ

નેશનલ ફિલ્મ એવોર્ડઃ અજય દેવગન 'તાનાજી' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો, તુલસીદાસ જુનિયરને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ

તાનાજી માટે અજય દેવગનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો.

68મા નેશનલ ફિલ્મ એવોર્ડની શુક્રવારે જાહેરાત કરવામાં આવી છે. તેમાં 'તાનાજી ધ અનસંગ વોરિયર' માટે અજય દેવગન અને સાઉથ સ્ટાર સૂર્યાને 'સોરારઈ પોટરુ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. તેમજ સૂર્યાની 'સોરારઈ પોટરુ' ને ઓલ ટાઈમ એન્ટરટેનિંગ ફિલ્મનો એવોર્ડ મળ્યો. બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ તુલસીદાસ જુનિયરને આપવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
    68મા નેશનલ ફિલ્મ એવોર્ડની શુક્રવારે જાહેરાત કરવામાં આવી છે. તેમાં 'તાનાજી ધ અનસંગ વોરિયર' માટે અજય દેવગન અને સાઉથ સ્ટાર સૂર્યાને 'સોરારઈ પોટરુ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. તેમજ સૂર્યાની 'સોરારઈ પોટરુ' ને ઓલ ટાઈમ એન્ટરટેનિંગ ફિલ્મનો એવોર્ડ મળ્યો. બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ તુલસીદાસ જુનિયરને આપવામાં આવ્યો છે. બેસ્ટ કોસ્ચ્યુમ તાનાજી માટે નિચકેચ બાર્વેને આપવામાં આવ્યો.

    'સોરારઈ પોટરુ' માં સામાન્ય વ્યક્તિને આકાશમાં ઉડાવવાનું સપનુ
    'સોરારઈ પોટરુ' એક એવા વ્યક્તિની કહાની છે, જે સામાન્ય વ્યક્તિને આકાશમાં ઉડાવવાના સપના બતાવે છે. તે પોતાના પરિવાર, મિત્રો અને જનૂનના કારણે દુનિયાની સૌથી મોટી ઈન્ડસ્ટ્રીને પોતાના નામે કરી લે છે.



    બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં પણ નોમિનેટ થઈ હતી 'સોરારઈ પોટરુ'
    તમિલની આ ફિલ્મ એક બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી. એટલું જ નહીં તેને હોલિવૂડના 78મા ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં પણ જગ્યા મળી હતી. ફિલ્મની કહાની કેપ્ટન ગોપીનાથની બાયોગ્રાફી પર આધારિત છે.



    બેસ્ટ સ્ક્રિનપ્લે- 'સોરારઈ પોટરુ' ને બેસ્ટ સ્ક્રિનપ્લેનો એવોર્ડ આપવામાં આવ્યો.

    બેસ્ટ હિન્દી ફિલ્મ- સંજય દત્ત સ્ટારર ફિલ્મ 'તુલસીદાસ જુનિયર' ને બેસ્ટ હિન્દી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. તેના ડાયરેક્ટર મૃદુલ તુલસીદાસ હતા. મૃદુલે આ ફિલ્મને લખી અને બનાવી છે. તેમજ આ ફિલ્મના એક્ટર વરુણ બુદ્ધા દેવને ફીચરના સ્પેશિયલ મેન્શનમાં પોતાના સારા કામ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે.

    બેસ્ટ લિરિક્સ- ગીતકાર મનોજ મુંતશિરને ફિલ્મ 'સાયના' માટે બેસ્ટ લિરિક્સનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

    બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઈડિંગ હોલ્સમ એન્ટરટેઈનમેન્ટ: અજય દેવગનની ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વોરિયર' ને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઈડિંગ હોલ્સમ એન્ટરટેઈનમેન્ટ'નો એવોર્ડ આપવામાં આવ્યો.



    બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શનઃ નોન ફીચરઃ વિશાલ ભારદ્વાજની ફિલ્મ '1232 કિલોમીટર' - મરેંગે તો વહી જાકર માટે બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શનનો એવોર્ડ મળ્યો.

    બેસ્ટ ફ્રેન્ડલી સ્ટેટઃ બેસ્ટ ફ્રેન્ડલી સ્ટેટનો નેશનલ એવોર્ડ મધ્ય પ્રદેશને આપવામાં આવ્યો. પ્રિયદર્શન, મિસ્ટર જીપી વિજય કુમાર, અને અમિત શર્મા આ કેટેગરીના જ્યુરી મેમ્બર હતા. તેમજ આ કેટેગરીમાં સ્પેશિયલ મેન્શન ઉતરાખંડ અને ઉત્તરપ્રદેશને મળ્યું.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन