Home /News /entertainment /નેશનલ એવોર્ડ બોયકોટ કરવાની ધમકી વચ્ચે વિજ્ઞાન ભવન પહોચ્યા સિતારાઓ

નેશનલ એવોર્ડ બોયકોટ કરવાની ધમકી વચ્ચે વિજ્ઞાન ભવન પહોચ્યા સિતારાઓ

શ્રીદેવી માટે નેશનલ એવોર્ડ લેવા તેનાં પતિ બોની કપૂર અને દીકરીઓ જાહ્નવી અને ખુશી પહોંચી છે.

શ્રીદેવી માટે નેશનલ એવોર્ડ લેવા તેનાં પતિ બોની કપૂર અને દીકરીઓ જાહ્નવી અને ખુશી પહોંચી છે.

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નેશનલ એવોર્ડ સમારંભમાં ફક્ત એક કલાક માટે જ હાજરી આપવાને કારણે બોલિવૂડ સિતારાઓમાં નારાજગી હતી. અને તેમણે આ એવોર્ડ ફંક્શન બોયકોટ કરવાની વાત કરી હતી. કારણ કે રાષ્ટ્રપતિ કોવિંદ માત્ર 11 લોકોને તેમના હસ્તે નેશનલ એવોર્ડ એનાયત કરશે અન્ય તમામ આર્ટિસ્ટને સુચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા આપવામાં આવી રહ્યો છે.







તો રાષ્ટ્રપતિનાં હસ્તે એવોર્ડ ન મળવાને કારણે વિરોધ સ્વરૂપ આશરે 68 જેટલા વિજેતાઓએ એવોર્ડ લેવાનો ઇન્કાર કર્યો છે.



વિજ્ઞાન ભવનમાં નેશનલ એવોર્ડ સેરેમનીની શરૂઆત થઇ ચુકી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને રાજ્યવર્ધન સિંહ રાઠોડ વિજેતાઓને સન્માનિત કરી રહ્યાં છે.
શ્રીદેવી માટે નેશનલ એવોર્ડ લેવા તેનાં પતિ બોની કપૂર અને દીકરીઓ જાહ્નવી અને ખુશી પહોંચી છે.





કઇ કેટેગરી માટે મળ્યા નેશનલ એવોર્ડ

બેસ્ટ હિન્દી ફિલ્મ- ન્યૂટન
બેસ્ટ પોપ્યુલર ફિલ્મ (એન્ટરટેનમેન્ટ)- બાહુબલી: ધ કન્ક્લૂઝન
બેસ્ટ એક્શન ડિરેક્ટર- અલી અબ્બાસ મોગલ (બાહુબલી: ધ કન્ક્લૂઝન)
બેસ્ટ સ્પેશલ ઇફેક્ટ્સ- બાહુબલી: ધ કન્ક્લૂઝન
સ્પેશલ મેંશન એવોર્ડ- પંકજ ત્રિપાઠી (ન્યૂટન)
બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર- શાશા તિરુપતિ (મલયાલમ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- દિવ્યા દત્તા (ઇરાદા)
બેસ્ટ ડિરેક્શન- ભયાનકમ (મલયાલમ ફિલ્મ)
બેસ્ટ એક્ટ્રેસ- શ્રીદેવી (મોમ)
બેસ્ટ એક્ટર- રિદ્ધિ સેન (બંગાલી ફિલ્મ નગર કીર્તન)
બેસ્ટ કોરિયોગ્રાફર- ગણેશ આચાર્ય (ટોઇલેટ એક પ્રેમ કથા)
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટર- એ આર રહેમાન
દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ- દિવંગત વિનોદ ખન્ના
બેસ્ટ ઉડિયા ફિલ્મ- Hello Arsi
બેસ્ટ તેલુગુ ફિલ્મ- ગાઝી
બેસ્ટ કન્નડ ફિલ્મ- Hebbettu Ramakka
બેસ્ટ મરાઠી ફિલ્મ- કચ્ચા લિંબૂ
નરગિસ દત્ત એવોર્ડ (ફીચર ફિલ્મ)- ઠપ્પા (નિપૂણ ધર્માધિકારી)
બેસ્ટ ચાઇલ્ડ ફિલ્મ- મ્હોરક્યા
First published:

Tags: Award function, Boycott, National Award