Home /News /entertainment /

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલની કાસ્ટ આ રીતે 5 વખત અંગત જીવનને લઇને રહી છે ચર્ચામાં

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલની કાસ્ટ આ રીતે 5 વખત અંગત જીવનને લઇને રહી છે ચર્ચામાં

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) દેશભરમાં સૌથી પોપ્યૂલર શો છે. આ સિરિયલના દરેક પાત્રને નાનાથી માંડીને મોટા સુધી ઘરે-ઘરે ઓળખતા હશે. સોની સબ પર જુલાઇ 28, 2008માં શરૂ થયેલા આ શોએ હાલમાં જ 13 વર્ષ પૂરા કર્યા છે

વધુ જુઓ ...
ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) દેશભરમાં સૌથી પોપ્યૂલર શો છે. આ સિરિયલના દરેક પાત્રને નાનાથી માંડીને મોટા સુધી ઘરે-ઘરે ઓળખતા હશે. સોની સબ પર જુલાઇ 28, 2008માં શરૂ થયેલા આ શોએ હાલમાં જ 13 વર્ષ પૂરા કર્યા છે. સિરિયલની સાથે સોશ્યલ મીડિયા પર સિરિયલમાં મીમ્સ (TMKOC Memes)પણ લોકોને ખૂબ પસંદ પડે છે. ત્યારે આ પોપ્યૂલર શોના પાત્રો પણ ઘણી વખત પોતાના અંગત જીવનને લઇને લોકોમાં ચર્ચાનો વિષય બની જાય છે.

ટ્વિટર પર ઘણીવાર TMKOC સંબંધિત સમાચારો ટ્રેન્ડમાં રહે છે. પછી ભલે તે સિરિયલના એપિસોડ વિશે હોય કે પાત્રોના અંગત જીવન વિશે હોય. છેલ્લા થોડા દિવસોથી શોના કેટલાક કલાકારો પોતાના અંગત જીવનને લઇને ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. મુનમુન દત્તા અને દિશા વકાણીથી લઇને પ્રિયા અહુજા અને ભવ્ય ગાંધી સુધી અંગત જીવનને લઇને ચર્ચાસ્પદ બનેલા સિરિયલના આ પાત્રો પર નજર કરીએ.

મુનમુન દત્તા અને રાજ અંનડકત ડેટ કરી રહ્યા છે?

બબિતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા અને તેના કો-સ્ટાર ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અંનડકત એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની વાત આગની જેમ ચોતરફ ફેલાતા બંને હાલ હેડલાઇન્સ બન્યા છે. અહેવાલો છે કે, બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. શોના એક સૂત્રએ ઇટાઇમ્સને જણાવ્યા અનુસાર, કોઇ પણ તેમને હેરાન કરતું નથી. તેઓ એકબીજા સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરતા નથી. તેમની લવ સ્ટોરી ખૂબ જૂની છે અને બધા અચંબિત છે કે, આ વાત હજુ સુધી બહાર કેમ ન આવી! તેમના પરીવાર પણ આ વાતથી અજાણ નથી.
View this post on Instagram


A post shared by ‍♀️ (@mmoonstar)


બોડી શેમિંગનો શિકાર બનેલ ઝીલ મહેતા

ભૂતકાળમાં શોમાં સોનુ ભીડેનું પાત્ર ભજવનાર ઝીલ મહેતા તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કારણે બોડી શેમિંગનો શિકાર બની હતી. પોસ્ટમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેના દાંતોના આકાર અને મેકઅપને લઇને ઘણી કમેન્ટ્સ પસાર કરવામાં આવી હતી. જ્યારે અનેક લોકોએ તેના ચહેરાના ડાઘાઓ પર કમેન્ટ્સ કરી હતી. તેણીએ કેપ્શનમાં લખ્યું હતું કે, કાશ, મે મારી ટીનેજમાં @avantinagralનું આ સોંગ સાંભળ્યું હોત. મારી જાતને સાચી રીતે સ્વીકારવા અને હું જે રીતે છું તેના પર આત્મવિશ્વાસ કેળવવા તથા પોતાને સમજવા માટે મને ઘણો સમય લાગ્યો. બીજા લોકો શું કહે છે, તેનાથી કોઇ જ ફરક પડતો નથી. ઝીલ 2008થી 2012 સુધી સિટકોમનો ભાગ હતી અને પોતાનો અભ્યાસ ચાલું રાખવા તેણીએ શો છોડી દીધો હતો.
View this post on Instagram


A post shared by Jheel Mehta (@jheelmehta_)


મુનમુન દત્તાએ જ્યારે કરી હતી જ્ઞાતિવાદી ટિપ્પણી

મુનમુન દત્તાએ એક વીડિયોમાં જ્યારે ધાર્મિક લાગણી દુભાવતી અને જ્ઞાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો ત્યારે તેને કાયદાકિય રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસને FIR દાખલ કરતા મુનમુન સામે SC-ST POA અધિનિયમની કલમ 3(1)(u) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral

પ્રિયા અહુજા થઈ હતી ટ્રોલર્સનો શિકાર

રિટા રિપોર્ટરનું પાત્ર ભજવનાર પ્રિયા તાજેતરમાં જ ટ્રોલર્સના નિશાને આવી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેણી ટોપની એક બાજુથી બ્રા સ્ટ્રેપ દેખાડી રહી હતી. ત્યાર બાદ ટ્રોલર્સને પ્રિયાના પતિ માલવ રાજદાએ બચાવમાં આવી જવાબ આપતા કહ્યું હતું કે, તમારી માતા કે બહેનને પણ કહો, જુઓ જરા શું રિએક્ટ કરે છે.
કોવિડ-19ના કારણે ભવ્ય ગાંધીના પિતાનું અવસાન
ભૂતકાળમાં સિરિયલમાં ટપ્પૂનુ પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીના પિતાનું ગત મે મહિનામાં કોવિડ-19ના કારણે અવસાન થયું હતું. આ વર્ષની શરૂઆતમાં જ ભવ્યના પિતા કોરોના સંક્રમિત થયા હતા અને મુંબઇની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં 10 દિવસ સુધી જીવન-મૃત્યુની જંગ લડી આખરે અવસાન પામ્યા હતા.

આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
Published by:Margi Pandya
First published:

Tags: Entertainment news, Munmun Dutta, Taarak Mehta Ka Ooltah Chashmah, TMKOC

આગામી સમાચાર