વિશ્વના બળવાખોર મ્યુઝિક બેન્ડ્સઃ સંગીતથી લોકોને લઈ જાય છે જ્ઞાનમય જીવન તરફ

ધ બીટલ્સ બેન્ડની ફાઇલ તસવીર

અહીં આપણે વિશ્વના એવાં પાચ બળવાખોરી મ્યુઝિક બેન્ડ વિશે વાત કરવાની છીએ જેમણે પોતાના સંગીતથ લોકોને જ્ઞાનમય જીવનમાં લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો.

 • Share this:
  સંગીતનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ છે. સંગીત મનને શાંત તો માણસને ઉગ્ર પણ બનાવે છે. વિશ્વાસમાં સંગીતની ખુજ બોલબાલા છે. અહીં આપણે વિશ્વના એવાં પાચ બળવાખોરી મ્યુઝિક બેન્ડ વિશે વાત કરવાની છીએ જેમણે પોતાના સંગીતથ લોકોને જ્ઞાનમય જીવનમાં લઇ જવાનો પ્રયત્ન કર્યો હતો.

  1.) "ધ બીટલ્સ" - The Beatles

  જેમની એન્ટ્રીથી લોકો ગાંડા થઈ રડી પડતાં તેવું એક પ્રભાવશાળી મ્યુઝિક બેન્ડ "ધ બીટલ્સ" 1960માં લિવરપુરમાં બન્યું. તેનાં સભ્યોમાં જોહ્ન લેનન, પોલ મેકકાર્ટની, જ્યોર્જ હેરિસન અને રીંગો સ્ટારનો સમાવેશ થાય છે. તેઓ ટોચનાં અને રોક યુગના સૌથી પ્રભાવશાળી બેન્ડ તરીકે જાણીતા હતા. તેમના સંગીતમાં મુળ સ્કિફલ બીટ, પણ 1950 ના દાયકામાં રોક એન્ડ રોલ, પછીથી તેમણે પોપ શૈલીઓ અને ભારતીય સંગીતથી લઈને સાઇકેડેલિક અને હાર્ડ રોક સુધી વિવિધ શૈલીઓનો પ્રયોગ કર્યો હતો.

  RIAA અનુસાર, બીટલ્સ 178 મિલિયન પ્રમાણિત એકમો સાથે સંયુક્ત રાજ્ય અમેરિકાના શ્રેષ્ઠ વેચાણ કરનારા સંગીત કલાકારો છે. તેમને દસ ગ્રેમી પુરસ્કારો, બેસ્ટ ઓરિજીનલ સોંગ સ્કોર્સ અને પંદર આઇવૉર નોવેલ એવોર્ડ્સ માટેના એકેડેમી પુરસ્કાર પ્રાપ્ત થયા છે. 1988 માં તેમને રોક એન્ડ રોલ અને રોલ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

  "ધ બીટલ્સ" તેમના ગીતના બળવાખોરી શબ્દો તેમજ સંગીત માટે લોકપ્રિય છે, જેમણે સામાજીક પરિવર્તનમાં ખુબ મોટો ફાળો ભજવ્યો હતો. આને કારણે તેમના મુખ્ય સભ્ય જોહ્ન લેનનની 1980માં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનું કારણ હજુ પણ સામે આવ્યું નથી. ત્યારબાદ તેમના બીજો સભ્ય પણ 2001માં કેન્સરનાં કરાણે મૃત્યુ પામ્યો.

  ધ બીટલ્સ 1968માં ભારતના ઋષિકેશમાં એક સંતના આશ્રમમાં પણ રોકાવા માટે આવ્યા હતાં. તેમનાં કેટલાંક સંગીતમાં અધ્યાત્મની સુગંધ પણ વર્તાય છે. કહેવાય છે કે સારા લોકો મૃત્યુ બાદ અમર બની જાય છે. આજે પણ તેમની હાજરી તેમના સંગીત સાથે તેમના ચાહકોના હૈયામાં સામેલ છે.

  2.) "ક્વીન" - Queen

  "ક્વીન" એ ઇંગ્લીશ રોક બેન્ડ છે જે 1970 માં બનાવવામાં આવ્યું હતું. તેનાં સભ્યોમાં ફ્રેડે મર્ક્યુરી, બ્રાયન મે, રોજર ટેલર અને જ્હોન ડેકોન હતા. "ક્વીન" બન્યા પહેલા બ્રાયન મે અને રોજર ટેલરે સ્માઇલ નામના બેન્ડમાં એક સાથે કામ કર્યું હતું. ફ્રેડે મર્ક્યુરી સ્માઇલનો પ્રશંસક હતો અને તેમને વધુ વિસ્તૃત કરવાં અને રેકોર્ડિંગ તકનીકો સાથે પ્રયોગ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. પછી તે 1970 માં બેન્ડમાં જોડાયો તેણે નવા બેન્ડનું નામ "ક્વીન" તરીકે સૂચવ્યું.

  1980 ના દાયકાની શરૂઆતમાં, "ક્વીન" વિશ્વના સૌથી મોટા રોક બેન્ડમાંનું એક હતું. 1985 ની લાઇવ એઇડમાં તેમનું પ્રદર્શન વિવિધ સંગીત પ્રકાશનો દ્વારા રોક ઇતિહાસમાં સૌથી મહાન ક્રમાંકમાં સ્થાન પામ્યું છે તેમજ 2005ના ઔદ્યોગિક સર્વેક્ષણમાં તેને શ્રેષ્ઠ સ્થાન મળ્યું હતું. કવીનએ "80 ના શ્રેષ્ઠ બેન્ડ" નો એવોર્ડ જીત્યો છે. તેઓએ પછી 16 નંબરની એક હિટ રજૂ કરી અને 2001માં રોક એન્ડ રોલ હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવ્યું.

  3.) પિંક ફ્લોયડ- Pink Floyd

  પિંક ફ્લોયડ 1965 માં લંડનમાં બનેલુ અંગ્રેજી પ્રગતિશીલ રોક બેન્ડ હતું. તેઓએ તેમના પ્રગતિશીલ અને સાયકેડેલિક સંગીત સાથે આંતરરાષ્ટ્રીય પ્રશંસા પ્રાપ્ત કરી. બૅન્ડમાં 5 સભ્યો હતાં- જેમાં ડેવિડ ગિલ્મોર, સિડ બેરેટ, નિક મેસન, રોજર વોટર્સ, અને રિચાર્ડ રાઈટનો સમાવેશ થાય છે.

  તેમના વિવેચનાત્મક અને વ્યાપારી રીતે સફળ થયેલાં આલ્બમમાં આલ્બમ્સ ધ ડાર્ક સાઇડ ઓફ ધ મૂન (1973), વિશ યુ વ્હેર યુ આર (1975), એનિમલ્સ (1977), ધ વોલ (1979), અને ફાઇનલ કટ (1983). ધ ડાર્ક સાઈડ ઑફ મુન હંમેશાં મહાનતમ આલ્બમમાંના એક તરીકે પણ ગણવામાં આવે છે. પિંક ફ્લોયડને 1996 માં રોક અને રોલ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ધ ડાર્ક સાઇડ ઓફ ધ મૂનની વિશ્વભરમાં 50 મિલિયનથી વધુ નકલો વેચાઈ છે, અને ધ વોલની 30 મિલિયન નકલો વેચાઈ છે.

  કેટલાક સત્તાધારી લોકોનું કહેવું હતું કે આ બેન્ડનું મ્યુઝિક લોકોને વશીભુત કરી દે છે. જેને સાંભળનાર સ્થિર થઈ જાય છે અને તેનામાં ચોક્કસ પ્રકારનું પરિવર્તન જોવા મળે છે. જે ખતરનાક સાબિત થઈ શકે છે. હકીકતમાં આ ચોક્કસ પ્રકારની સ્થિરતાં લોકોને આધ્યાત્મ તરફ ખેંચતી હતી. અને આ બેન્ડ લોકોને પોતાનાં મુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરતું હતું. જેનાં ડરથી સત્તાધીશોએ તેમને ઘણી બધી રીતે પરેશાન પણ કર્યાં. જો કે, સત્તાધીશોની દલીલ કરતાં બેન્ડનો પ્રભાવ વધારે હતો.

  4.) નિર્વાણા- Nirvana

  નિર્વાણા 1987 માં વૉશિંગ્ટનમાં રચાયેલું અમેરિકન બેન્ડ હતું. 1994 માં કર્ટ કોબેઈની આત્મહત્યા બાદ નિર્વાણા બેન્ડ વિખેરાઈ ગયું હતું. ત્યારબાદ બેન્ડના ડ્રમર ડેવિડ ગ્રોહલે વૈકલ્પિક રોક બેન્ડ ફૂ-ફાઇટર્સને શરૂ કર્યું. નિર્વાણા બેન્ડમાં કુર્ટ કોબેઇન (વોકલ્સ, ગિટાર), ડેવ ગ્રોહલ (ડ્રમ્સ) અને ક્રિસ્સ્ટ નોવોસેલિક (બાસ) શામેલ હતા.

  નિર્વાણ તેમના આલ્બમ "નેવરમાઈન્ડ" અને તેમના ગીત "સ્મેલ્સ લાઇક ટીન સ્પિરિટ" માટે જાણીતા છે. આ બૅન્ડ હંમેશાં વિશ્વમાં સૌથી પ્રભાવશાળી બેન્ડ્સમાંનું એક છે. તેના પ્રારંભિક કાળથી જ બેન્ડે એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં 25 મિલિયનથી વધુ રેકોર્ડ્સ વેચ્યા છે અને વિશ્વભરમાં 75 મિલિયનથી વધુ રેકોર્ડ્સ વેચ્યા છે. જે તેમને હંમેશાં શ્રેષ્ઠ વેચાણવાળા બેન્ડ્સમાંનું એક બનાવે છે. 2014ની પ્રથમ વર્ષમાં નિર્વાણાને રોક એન્ડ રોલ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યું હતું. 27 વર્ષની વયે ગોળી મારી આત્મહત્યા કરનાર કર્ટ કોબેઈન તરત જ લોકોમાં આકર્ષણનું સ્થાન અને ચર્ચાનો વિષય બન્યો હતો.

  5.) લેડ ઝેપ્પેલીન - Led Zeppelin

  લેડ ઝેપ્પેલીન 1968માં લંડનમાં બનેલું અંગ્રેજી રોક બેન્ડ હતું. આ જૂથમાં રોબર્ટ પ્લાન્ટ, જિમી પેજ, જ્હોન પોલ જોન્સ અને જ્હોન બોનહમ શામેલ હતા. બેન્ડની ભારે ગિટાર-આધારિત ધ્વનિ, બ્લૂઝ અને સાઇકેડેલિક તેમના પ્રારંભિક આલ્બમ્સમાં સાંભળવા મળતી, તેથી તેમણે હેવી મેટલમાં ભારે માન્યતા પ્રાપ્ત કરી છે. તેઓએ લેડ ઝેપ્પેલીન (1969), લેડ ઝેપ્પેલીન II(1969), લેડ ઝેપ્પેલીન III(1970), લેડ ઝેપ્પેલીન IV(1971), હાઉસ ઓફ ધ હોલી (1973), અને ફિઝિકલ ગ્રેફિટી (1975) જેવાં આલ્બમ્સ સાથે નોંધપાત્ર વ્યાપારી સફળતા પ્રાપ્ત કરી હતી. તેમના ગીત 'સ્ટેર વે ટુ હેવન' એ હંમેશાં સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી રોક મ્યુઝિક રહ્યું છે.

  1980 માં, જોન બોનહેમની મૃત્યુએ બેન્ડની કારકિર્દીનો અંત લાવ્યો હતો. જો કે, તેઓએ 1985, 1988, 1995 અને 2007 માં કેટલાક રિયુનિયન ટૂર કરી હતા. 2014-2015 થી, તેઓએ તેમના આલ્બમ્સના ડિલક્સ એડિશન પણ પ્રકાશિત કર્યા.

  લેડ ઝેપ્પેલીનને ઇતિહાસમાં સૌથી સફળ, નવીન અને પ્રભાવશાળી રોક ગ્રુપ ગણવામાં આવે છે. તેઓ ઓડિયો રેકોર્ડિંગના ઇતિહાસમાં સૌથી વધુ વેચાતા સંગીત કલાકારોમાંના એક છે. વિવિધ સ્રોતો વિશ્વભરમાં 200 થી 300 મિલિયન એકમોનાં વિક્રમી વેચાણનું અનુમાન કરે છે. RIAA પ્રમાણિત 111.5 મિલિયન એકમોના વેચાણ સાથે, તે યુનાઇટેડ સ્ટેટ્સમાં બીજા ક્રમે સૌથી વધુ વેચાયેલું બેન્ડ છે. 1995 માં તેમને રોક હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. "સ્ટેર વે ટુ હેવન", "કાશ્મીર" અને "હોલ લોટ્ટા લવ" જેવા ગીતોએ સમગ્ર વિશ્વમાં જાણીતા લેડ ઝેપ્પેલીનને બનાવ્યું હતું.
  First published: