#AskSRKમાં કિંગખાને બોલિવૂડના મિત્રો અંગે દિલ ખોલીને વાત કરી, ચાહકોએ પૂછ્યા વિચિત્ર પ્રશ્નો

શાહરૂખ ખાન

શાહરુખ ખાને પણ ફેન્સના પ્રશ્નોના જવાબ હોંશેહોંશે આપ્યા હતા. જેમાં મૂળ પાંચ વાતચીતના અંશો ઉપર નજર કરીએ.

  • Share this:
શાહરૂખ ખાન સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ છે. તેઓ અવારનવાર સોશ્યલ મીડિયા પર પ્રશંસકોની કમેન્ટના જવાબ આપે છે. તાજેતરમાં શાહરુખ ખાને #AskSRK નામનું સેશન સોશ્યલ મીડિયામાં શરૂ કર્યું હતું. જેમાં અનેક ચાહકોએ ભાગ લીધો હતો. શાહરુખ ખાને પણ ફેન્સના પ્રશ્નોના જવાબ હોંશેહોંશે આપ્યા હતા. જેમાં મૂળ પાંચ વાતચીતના અંશો ઉપર નજર કરીએ.

સલમાન ખાન અંગે પૂછ્યું ત્યારે..

'ભાઈ તો ભાઈ છે હંમેશા' તેવો જવાબ સલમાન ખાન અંગેના સવાલમાં કિંગ ખાને આપ્યો હતો. શાહરુખ અને સલમાન અત્યારે પઠાણ ફિલ્મનું શૂટિંગ એકસાથે કરી રહ્યા છે.

બોલિવૂડમાં તેણે મિત્રો અંગે શું કહ્યું...

બોલિવૂડમાં તેના મિત્રો વિશે ચાહકે પૂછ્યું ત્યારે શાહરૂખનો પ્રતિસાદ મજેદાર હતો. ચાહકે પૂછ્યું હતું કે, “સર, તમે એક વખત કોફી વિથ કરણમાં કહ્યું હતું કે તમારા કોઈ મિત્રો નથી અને મિત્રતા કેવી રીતે જાળવી શકાય તે તમે જાણતા નથી. શું હજી પણ તમે એવું જ માનો છો?” એસઆરકેએ કહ્યું, "ના હવે મારા બાળકો મારા મિત્રો છે."

આમિર ખાનને શ્રેષ્ઠ ફિલ્મોના નામ આપ્યા...

કયામત સે કયામત તક, દંગલ, લગાન અને 3 ઇડિયટ્સ જેવી આમિર ખાનની શ્રેષ્ઠ ફિલ્મો હોવાનું શાહરુખ ખાને કહ્યું હતું.

કારકિર્દી સફળ બનાવવા શું સલાહ આપી...

શાહરૂખે કારકિર્દી બનાવવા ચાહકને ટિપ્સ આપી હતી. તેણે નિખાલસતાથી કહ્યું હતું કે “ઉંમર એક નંબર છે… . મહેનત કરો એટલે બધુ સારું થશે. મેં 26 વર્ષની વયે ફિલ્મોમાં શરૂઆત કરી હતી. મહેનત કરો, તમારા વર્ષો બગાડશો નહીં.” આ સવાલ પૂછનાર ચાહક 23 વર્ષનો હતો અને કઈ રીતે કારકિર્દી બનાવવી તે મૂંઝવણમાં હતો.

નિષ્ફળ ફિલ્મોની સિકવલ અંગે શું કહ્યું શાહરૂખે

જ્યારે એક ચાહકે એસઆરકેને જબ હેરી મેટ સેજલની સિક્વલ બનાવવા વિશે પૂછ્યું ત્યારે કિંગખાને કહ્યું કે, “હા હા. અહીં ટ્વિટર ઉપર બધા નિષ્ફળ ફિલ્મોની સિક્વલ કેમ ઇચ્છા રાખી રહ્યા છે???

શાહરૂખ ખાન છેલ્લા ત્રણ વર્ષોથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે. તેની આગામી ફિલ્મ પઠાણ 2022માં રિલીઝ થશે.
First published: