Home /News /entertainment /

49th International Emmy Awards: નવાઝુદ્દીન, સુષ્મિતા અને વીર દાસ પર ભારતની નજર, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે એવોર્ડ સેરેમની

49th International Emmy Awards: નવાઝુદ્દીન, સુષ્મિતા અને વીર દાસ પર ભારતની નજર, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકાશે એવોર્ડ સેરેમની

સુષ્મિતા સેન, નવાઝુદ્દીન સિદ્દીકી, વિર દાસને 49મા આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સમા નોમિનેશન મળ્યું છે.

49th International Emmy Awards: ગયા વર્ષે એમી એવોર્ડ્સમાં ભારતીય નેટફ્લિક્સ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ’ને બેસ્ટ ડ્રામા સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. આ વખતે પણ ભારતીય કલાકારોને નોમિનેશન મળ્યું છે એટલે ચાહકો વિનર લિસ્ટની રાહ જોઈને બેઠાં છે.

  49મા આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ (49th International Emmy Awards)ને આડે હવે અમુક જ કલાકો બાકી છે ત્યારે વિજેતાઓને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. આ ઇવેન્ટ 22 નવેમ્બર 2021ના ન્યુયોર્ક સિટીમાં યોજાવાની છે. ય્વોન ઓર્જી (Yvonne Orji), વેનેસા વિલિયમ્સ (Vanessa Williams), એઇડન ક્વિન (Aidan Quinn), બ્રાયન જેમ્સ (Brian d’Arcy James), મેથડ મેન (Method Man), પાઈપર પેરાબો (Piper Perabo), એમેરોડ ટોબિયા (Emeraude Toubia), વિલ્સન ક્રૂઝ (Wilson Cruz), ફેલિપ સેન્ટના (Felipe Santana), એન્જલિકા (Angelica) આ એવોર્ડ સેરેમનીને પ્રેઝન્ટ કરવાના છે.

  ભારતમાં ક્યાં અને શેના પર જોવા મળશે?

  49મો આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ ઇન્ટરનેશનલ એમી એકેડમી (International Emmy Academy)ની વેબસાઈટ પર સાંજે 7 વાગ્યે લાઇવ જોવા મળશે. એટલે ભારતમાં 23 નવેમ્બર 2021ના સવારે 5.30 (IST) વાગ્યે જોવા મળશે. ભારતમાં એમી એવોર્ડ્સ OTT સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Lionsgate Play પર જોવા મળશે. આ માટે વ્યૂઅર્સને સબસ્ક્રિપ્શન લેવું પડશે.

  સુષ્મિતા સેન, નવાઝુદ્દીન સિદ્દીકી, વિર દાસ પર ભારતીયોની નજર

  ગયા વર્ષે એમી એવોર્ડ્સમાં ભારતીય નેટફ્લિક્સ સિરીઝ ‘દિલ્હી ક્રાઈમ’ને બેસ્ટ ડ્રામા સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. આ વખતે પણ ભારતીય કલાકારોને નોમિનેશન મળ્યું છે એટલે ચાહકો વિનર લિસ્ટની રાહ જોઈને બેઠાં છે. સુષ્મિતા સેન, વિર દાસ અને નવાઝુદ્દીન સિદ્દીકીને એમી એવોર્ડ્સ નોમિનેશન લિસ્ટમાં સ્થાન મળ્યું છે.

  આ પણ વાંચો: 'Anupamaa'ની માતા માધવી ગોગટેનું નિધન, રૂપાલી ગાંગુલીએ લખી ઇમોશ્નલ નોટ

  હોટસ્ટારની સુષ્મિતા સેન સ્ટારર અને રામ માધવાણી નિર્દેશિત ક્રાઈમ થ્રિલર સિરીઝ ‘આર્યા’ (Aarya)ને બેસ્ટ ડ્રામા સિરીઝ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. તો નેટફ્લિક્સની જ મૂવી ‘સિરિયસ મેન’ (Serious Man) માટે નવાઝુદ્દીન સિદ્દીકીને બેસ્ટ એક્ટર કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ ઉપરાંત કોમેડિયન અને એક્ટર વીર દાસને તેના નેટફ્લિક્સ શો Weirdass Comedy માટે નોમિનેશન મળ્યું છે.

  ઉલ્લેખનીય છે કે, વીર દાસ તાજેતરમાં જ ‘બે ભારત’ મોનોલોગને લઈને વિવાદમાં સપડાયો છે. વીર દાસે દેશમાં કોવિડ-19 પેન્ડેમિક, બળાત્કારની ઘટનાઓ અને હાસ્ય કલાકારો સામેની કાર્યવાહીથી લઈને ખેડૂતોના વિરોધ સુધીના મુદ્દાઓ ટાંકીને તેના પર રમૂજી મોનોલોગ ભજવ્યો હતો. વીડિયોના એક ભાગની ક્લિપ ટ્વિટર પર બહુ શેર થઈ છે, ખાસ કરીને તે ભાગ જેમાં દાસે કહ્યું હતું કે, "હું એવા ભારતમાંથી આવું છું જ્યાં દિવસ દરમિયાન મહિલાઓની પૂજા થાય છે અને રાત્રે બળાત્કાર થાય છે." વીર દાસે ત્યારબાદ તેના સ્પષ્ટીકરણમાં ટ્વિટર પર એક નોંધ શેર કરતા કહ્યું કે, તેનો હેતુ યાદ અપાવવાનો હતો કે દેશ તેની તમામ સમસ્યાઓ હોવા છતાં 'મહાન' છે.

  આ પણ વાંચો: રોજ રાત્રે સૂતા પહેલા અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાય પાસે માફી માંગતો હતો! સામે આવ્યું સિક્રેટ

  નવાઝુદ્દીનની ‘નો ઓટીટી’ અંગેની સ્પષ્ટતા

  ગયા મહિને નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે હવેથી તે ઓટીટી પ્લેટફોર્મ પર કામ નહીં કરે. આ પછીથી અભિનેતા સમાચારોમાં છવાઈ ગયો હતો. આ બાબતે નવાઝે હવે ખુલાસો કરીને જણાવ્યું છે કે તેના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે, ‘મારા નિવેદનમાં હું એવા પ્રોડક્શન હાઉસની વાત કરતો હતો જે કંઈપણ બનાવી નાખે છે. મારો હેતુ એવું કહેવાનો ન હતો કે હું ઓટીટી છોડી રહ્યો છું. હું એવી સિરીઝ કરવા નથી માંગતો જે સિરિયલ જેવી લાગે.’
  Published by:Nirali Dave
  First published:

  Tags: Nawazuddin siddiqui, Sushmita Sen

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन