Home /News /entertainment /

પહેલા કહ્યું બહેન પછી કરી ગંદી ડિમાન્ડ, 48 વર્ષીય અભિનેત્રીને 24 વર્ષીય પ્રોડ્યૂસરે કરી આવી ઓફર....

પહેલા કહ્યું બહેન પછી કરી ગંદી ડિમાન્ડ, 48 વર્ષીય અભિનેત્રીને 24 વર્ષીય પ્રોડ્યૂસરે કરી આવી ઓફર....

સાઉથની ફિલ્મોની અભિનેત્રી ચાર્મિલા (South actress Charmila)એ કાસ્ટિંગ કાઉચને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો

સાઉથની ફિલ્મોની અભિનેત્રી ચાર્મિલા (South actress Charmila)એ કાસ્ટિંગ કાઉચ (casting couch)ને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 48 વર્ષની અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કાસ્ટિંગ કાઉચનો પોતાનો અનુભવ (casting couch experience) શેર કર્યો હતો.

વધુ જુઓ ...
    ફિલ્મ અને ગ્લેમર ઈન્ડસ્ટ્રી (Film Industry)માંથી કાસ્ટિંગ કાઉચ (casting couch)ના સમાચાર અવારનવાર સામે આવે છે. ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો અને બાદમાં તેઓએ ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા. આ ઈન્ડસ્ટ્રીનું એક કાળું સત્ય છે, જ્યાં કલાકારોને કાસ્ટિંગ કાઉચ જેવી ઘટનાઓનો સામનો કરવો પડે છે.હવે સાઉથની ફિલ્મોની અભિનેત્રી ચાર્મિલા (South actress Charmila)એ કાસ્ટિંગ કાઉચને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 48 વર્ષની અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કાસ્ટિંગ કાઉચનો પોતાનો અનુભવ શેર કર્યો હતો.

    અભિનેત્રીએ તેની અગ્નિપરીક્ષા વર્ણવી
    ઈન્ડિયાગ્લિટ્ઝ સાથેની વાતચીતમાં અભિનેત્રીએ જણાવ્યું કે તેણે તાજેતરમાં જ એક મલયાલમ ફિલ્મમાં હિરોઈનની માતાની ભૂમિકા ભજવી હતી. તેનું શૂટિંગ કાલિકટમાં થયું હતું. આ ફિલ્મના તમામ નિર્માતા યુવાન હતા, તેમની ઉંમર 23 વર્ષની આસપાસ હશે. શરૂઆતમાં તે અભિનેત્રીને ચેચી (મોટી બહેન) કહીને બોલાવતો હતો. પરંતુ ત્રણ દિવસ બાદ તેણે એક્ટ્રેસના આસિસ્ટન્ટનો સંપર્ક કર્યો અને શરીરસુખ માટે 50 હજાર આપવાની ઓફર કરી.

    અભિનેત્રી સામે મૂકી આ માંગણી
    આ પછી, તે નિર્માતાઓએ ચાર્મિલા પાસે માંગ કરી કે તે તેની સાથે શરીરસુખ માટે તેમાંથી કોઈ એકને પસંદ કરે. અભિનેત્રીએ તેને સલાહ આપી હતી કે તે તેના પુત્ર કરતા થોડો જ મોટો છે. તેથી તેઓ તેની સાથે તેમની માતાની જેમ વર્તે. પરંતુ તેઓએ સાંભળ્યું નહીં. આ પછી અભિનેત્રીએ ફ્લાઈટ પકડી અને ચેન્નાઈ પાછી આવી.

    આ પણ વાંચોઃ-દયાભાભીથી બબિતાજી સુધી, જુઓ બાળપણમાં TMKOC ની સ્ટારકાસ્ટ કેવી લાગતી હતી

    ચાર્મિલા સિંગલ મધર છે
    અભિનેત્રીએ પોતાના જેવી સિંગલ મધરને આવા યુવાનોથી દૂર રહેવાની સલાહ આપી છે. ચાર્મિલા વિશે વાત કરીએ તો, તેણે બાળ કલાકાર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. લીડ હિરોઈન તરીકે તેમણે 1991માં આવેલી ફિલ્મ ઓયલટ્ટમથી ડેબ્યૂ કર્યું હતું. તેમણે ઘણી તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીએ 1995માં મલયાલમ એક્ટર કિશોર સત્ય સાથે લગ્ન કર્યા હતા.

    આ પણ વાંચોઃ-'ડૉ. અરોરા - ગુપ્ત રોગ વિશેષજ્ઞ' સેક્સ સમસ્યાઓનું સમાધન કરશે, Trailerને મળ્યાં 1 કરોડ વ્યૂઝ

    પરંતુ ચાર વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. તેના પૂર્વ પતિનું એક્સ્ટ્રા મેરીટલ અફેર ચાલી રહ્યું હતું. આ પછી, ચાર્મિલાએ 2006 માં બીજા લગ્ન કર્યા. આ લગ્નથી તેમને એક પુત્ર છે. તેમના બીજા લગ્ન પણ ચાલી શક્યા નહોતા. 2014 માં તેમના છૂટાછેડા થયા. હવે અભિનેત્રી તેના પુત્ર સાથે રહે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Shocking news, South actress, મનોરંજન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन