Home /News /entertainment /45 વર્ષની મહિલા KBC માં કરોડપતિ બની, માત્ર ધોરણ 12 સુધી જ કર્યો છે અભ્યાસ

45 વર્ષની મહિલા KBC માં કરોડપતિ બની, માત્ર ધોરણ 12 સુધી જ કર્યો છે અભ્યાસ

22 વર્ષના સંઘર્ષ બાદ કવિતા ચાવલા KBC 14 માં કરોડપતિ બની

Kaun Banega Crorepati: કૌન બનેગા કરોડપતિ 14ની પહેલી કરોડપતિ વિજેતા કવિતા ચાવલાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘અહીં સુધી હું પહોંચી શકી તેનો મને ખૂબ આનંદ છે. મને ગર્વ છે કે હું આ સીઝનની પ્રથમ કરોડપતિ બની છું. હું અત્યારે શું ફીલ કરું છું, તેને હું શબ્દોમાં વર્ણવી નહીં શકું. હું ખૂબ જ સંઘર્ષ કરીને અહીં પહોંચી છું.’

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ કૌન બનેગા કરોડપતિ 14 (Kaun Banega Crorepati 14) ની પહેલી કરોડપતિ વિજેતા કવિતા ચાવલાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું, ‘અહીં સુધી હું પહોંચી શકી તેનો મને ખૂબ આનંદ છે. મને ગર્વ છે કે હું આ સીઝનની પ્રથમ કરોડપતિ બની છું. હું અત્યારે શું ફીલ કરું છું, તેને હું શબ્દોમાં વર્ણવી નહીં શકું. હું ખૂબ જ સંઘર્ષ કરીને અહીં પહોંચી છું. આ શો દરમિયાન મેં કહ્યું હતું કે, હું કાચબાની ગતિએ અહીં પહોંચી છું. આ સફર કાપવામાં અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કર્યો છે. હવે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે, તે ખૂબ જ નાનું લાગી રહ્યું છે.’ જણાવી દઈએ કે કવિતા ચાવલા મહારાષ્ટ્રના કોલ્હાપુરની રહેવાસી છે અને હાઉસ વાઈફ છે.

20 કરોડ રૂપિયાની સફર


કવિતાએ આ જર્ની વિશે શેર કરતા જણાવ્યું છે કે, મારા પિયરની પરિસ્થિતિ સારી નહોતી. અમે ચાર ભાઈ બહેન હતા. મમ્મી સિલાઈ કામ કરતી હતી. તે પૈસાથી જ અમને ચાર ભાઈ-બહેનને મોટા કર્યા છે. મમ્મીને મદદ કરવા માટે મેં પણ સિલાઈ કામ શરૂ કર્યું હતું. 12મા ધોરણ બાદ મેં મમ્મીની સાથે કામ કરવાનું શરૂ કર્યું. હું આઠ કલાક સિલાઈ કામ કરતી હતી અને મને માત્ર રૂ. 20 મળતા હતા. રૂ. 20થી લઈને 3,20,000ની સફર કાપવામાં મને 30 વર્ષ લાગ્યા છે. તે મારી પહેલી કમાણી હતી, જે મને KBC પ્લેટફોર્મ પર મળી હતી. આ સીઝનમાં મેં એક કરોડ જીત્યા છે.

આ પણ વાંચોઃ નોનવેજ ખાતા પુરુષો વિરુદ્ધ ‘સેક્સ સ્ટ્રાઈક’ કરવાની માંગ, મહિલાઓને હડતાળ પર જવાની અપીલ

વર્ષ 2000માં સપનું જોયું હતું


હું વર્ષ 2000થી જ આ શોમાં જોડાવા માટે તૈયારી કરી રહી હતી. મેં પહેલી વાર આ શો જોયો ત્યારે જ નિર્ણય કરી લીધો હતો કે, મારે આ શોમાં જવું છે. તે સમયે મને જે કંઈ પણ મળતું તે હું વાંચતી હતી. ન્યૂઝપેપરના કટિંગ રાખવા, બાળકોને ભણાવતા સમયે ભણવું. હું 12મા ધોરણ સુધી ભણી છું, પરંતુ હું કોઈપણ ડિગ્રી વગર 22 વર્ષ સુધી ભણી છું. મેં અનેક બલિદાન આપ્યા છે. હું સૂતી નહોતી, લોકોને મળવાનું બંધ કરી દીધું હતું. મારી દુનિયા માત્ર ઘર અને KBC સુધી જ સીમિત હતી. લોકોને બહાના બતાવીને ભણતી હતી.

પુત્રના ભણતર પર કરશે ખર્ચ


પરિવારના રિએક્શન અંગે કવિતા જણાવે છે કે, મેં માત્ર મારા પતિને કોલ કરીને મારી જીતની જાણકારી આપી હતી. હું મારા સાસુ સસરાને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. હું ઈચ્છતી હતી કે, મારા પરિવારના લોકો શો જોઈને ચકિત થઈ જાય, ત્યારબાદ લોકોને ખબર પડી ગઈ હતી અને મેં મારી જીતની વાત કરી હતી. તેઓ ખૂબ જ ખુશ છે. તેમણે મને મહેનત કરતા જોઈ છે અને મને કહે છે કે, તને તારી મહેનતનું ફળ મળી ગયું. કવિતા જીતની રકમ અંગે જણાવે છે કે, મારો પુત્ર 22 વર્ષ વર્ષનો છે. તેના ભણતર માટે ખૂબ જ લોન લીધી હતી. સૌથી પહેલા આ લોનને ક્લિઅર કરશે. ત્યારબાદ તેના યૂ.કે.ના ભણતર પર જે ખર્ચ થશે, તેમાં વાપરશે. નાના શહેરોમાં રહેતી અનેક મારા જેવી હાઉસ વાઈફ મહિલાઓ પોતાના બાળકોના ઉછેર અને પરિવાર વચ્ચે મૂંઝવણમાં મુકાઈ જાય છે. અમારી પાસે મોટા શહેરોની જેમ બહાર જઈને કામ કરવાનું કલ્ચર નથી. અમારી જનરેશનની હાઉસ વાઈફ આ સપનું ક્યારેય પણ પૂરું ન કરી શકે. આ કારણોસર મેં કામ કરવાનું ક્યારેય વિચાર્યું જ નથી. હું વિચારતી હતી કે, KBCમાં જઈને પરિવાર માટે કંઈક કરું.

આ પણ વાંચોઃ OMG! અહીં છે એક અનોખું વૃક્ષ જ્યાં ફળો સાથે લટકતી જોવા મળે છે બકરીઓ! સત્ય જાણીને આવશે ગુસ્સો

અમિતાભ બચ્ચને મને કહ્યું નિરાશ ન થશો


હું પહેલીવાર ટોપ 10 ફાસ્ટેસ્ટ ફિંગરમાં પહોંચી. બિગ બીની આટલી નજીક હોવા છતાં હોટ સીટ પર બેસી શકી નહોતી. હું ખૂબ રડી રહી હતી. ત્યારે અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) આવીને કહ્યું કે, નિરાશ ન થશો. તેમની વાતોથી મને હિંમત મળી હતી. ત્યારબાદ હું ફરી એકવાર તૈયારી કરવા લાગી હતી. જ્યારે હું બીજી વાર તેમને મળી તો મને તેમનાથી બિલકુલ પણ ડર નહોતો લાગ્યો. આટલી મોટી વ્યક્તિ હોવા છતાં પણ આપણને સહજ ફીલ કરાવે છે.
Published by:Sahil Vaniya
First published:

Tags: Amitabh Bachachan, KBC 14, Millionaire

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन