Home /News /entertainment /

આ એક્ટ્રેસ 41 વર્ષની ઉંમરમાં પહેલી વખત માતા બનશે, બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટોઝ વાઈરલ

આ એક્ટ્રેસ 41 વર્ષની ઉંમરમાં પહેલી વખત માતા બનશે, બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટોઝ વાઈરલ

41 વર્ષની ઉંમરમાં એક્ટ્રેસ નમિતા પહેલી વખત માતા બનશે,

નમિતા વંકાવાલા ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે ઘણી તમિલ-તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. નમિતા રાજકારણના ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપે છે અને તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાજ્ય કાર્યકારી સભ્ય તરીકે કામ કરે છે.

વધુ જુઓ ...
    નમિતા વંકાવાલા ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે ઘણી તમિલ-તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. નમિતા રાજકારણના ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપે છે અને તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાજ્ય કાર્યકારી સભ્ય તરીકે કામ કરે છે. અભિનેત્રી અત્યારે પોતાનો પ્રેગ્નન્સી પિરિઅડ્સ એન્જોય કરી રહી છે.

    41 વર્ષની ઉંમરમાં માતા બનવા જઈ રહી છે

    ઘણા લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે નમિતા વંકાવાલા 41 વર્ષની ઉંમરમાં પહેલી વખત માતા બનવા જઈ રહી છે. પ્રેગ્નન્સી પિરિઅડ્સને એન્જોય કરી રહેલી નમિતા અવારનવાર બેબી બમ્પના ફોટો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા મોટાભાગની તસવીરોમાં તે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.




    એટલું જ નહીં નમિતા સારી માતા બનવા માટે ખાસ ટ્રેનિંગ પણ લઈ રહી છે. પ્રેગ્નન્સી ફોટોશૂટની તસવીર શેર કરતા તે લખે છે કે, એક સારી માતા બનવા માટે વિનમ્ર વિદ્યાર્થી હોવું જરૂરી છે. એક્ટ્રેસના આ કેપ્શનથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે તે ડિલિવરી પહેલાં સારી માતા બનવાનો પ્રયાસ કરી રહી છે. ભવિષ્યમાં તે બાળક માટે એવી જ માતા બનશે, જેવું તેને વિચાર્યું છે.




    2017માં લગ્ન થયા હતા




    2017માં નમિતાના લગ્ન વીરેન્દ્ર ચૌધરી સાથે થયા હતા. લગ્નના પાંચ વર્ષ પછી તે માતા બનવા માટે તૈયાર થઈ. 10 મે 2022ના રોજ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરતા નમિતાએ પોતાની પ્રેગ્નન્સીના ગુડ ન્યૂઝ ફેન્સની સાથે શેર કર્યા. તેમજ એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ‘Miya’ ફિલ્મમાં જોવા મળી હતી. તેની અપકમિંગ ફિલ્મ ‘BoW BoW’, જેમાં તે એક બ્લોગરનો રોલ પ્લે કરતી જોવા મળશે.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन