Home /News /entertainment /

'સત્તે પે સત્તા'ના 40 વર્ષ પુરા, જાણો ફિલ્મની કાસ્ટિંગ અને પડદા પાછળની રસપ્રદ સ્ટોરી

'સત્તે પે સત્તા'ના 40 વર્ષ પુરા, જાણો ફિલ્મની કાસ્ટિંગ અને પડદા પાછળની રસપ્રદ સ્ટોરી

સત્તે પે સત્તા ફિલ્મને 40 વર્ષ પુરા થયા

'સત્તે પે સત્તા' (Satte Pe Satta) માં અમિતાભ (Amitabh Bachchan) ઉપરાંત હેમા માલિની (Hema Malini), શક્તિ કપૂર (Shakti Kapoor), સચિન પિલગાંવકર, અમજદ ખાન જેવા દિગ્ગજ કલાકારો હતા. જેમણે શાનદાર અભિનય કરીને ફિલ્મને સફળ બનાવી હતી

  મુંબઈ : કહેવાય છે ઓલ્ડ ઈઝ ગોલ્ડ. આ કહેવત બૉલીવુડ (Bollywood) ફિલ્મો (Films)માં પણ લાગુ પડે છે. જૂની ફિલ્મો (Old Films) લોકોને અદ્દભુત મનોરંજન (Entertainment) પૂરું પાડે છે. જો વાત હોય 40 વર્ષ પહેલાની તો 'સત્તે પે સત્તા' (Satte Pe Satta) ફિલ્મ કોને યાદ નહીં હોય. 'સત્તે પે સત્તા' ફિલ્મ 22 જાન્યુઆરી 1982ના રોજ રિલીઝ (Release) થઈ હતી. અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની સુપરહિટ ફિલ્મોમાંથી એક આ ફિલ્મ રિલીઝ થઈ તેને આજે 40 વર્ષ પુરા થઈ ગયા છે.

  રાજ એન સિપ્પી દ્વારા દિગ્દર્શિત આ 'સત્તે પે સત્તા' (Satte Pe Satta) માં અમિતાભ (Amitabh Bachchan) ઉપરાંત હેમા માલિની (Hema Malini), શક્તિ કપૂર (Shakti Kapoor), સચિન પિલગાંવકર, અમજદ ખાન જેવા દિગ્ગજ કલાકારો હતા. જેમણે શાનદાર અભિનય કરીને ફિલ્મને સફળ બનાવી હતી. આ ફિલ્મના રોમેન્ટિક દ્રશ્યો, જોરદાર કોમેડી હોય કે પછી ગીતો તમામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સિલ્વર સ્ક્રીન પર એવો જાદુ ફેલાવ્યો કે ફિલ્મ હિટ થઈ ગઈ. આ ફિલ્મ હતી, જેને જોવા માટે દર્શકો સતત ઘણા શો માટે સિનેમા હૉલમાં જ બેસી રહ્યા હતા. આ ફિલ્મના 40 વર્ષ પૂરા થવા પર કેટલીક પડદા પાછળની બાબતો જાણીએ.

  'સત્તે પે સત્તા'નો બિઝનેસ સારો રહ્યો

  'સત્તે પે સત્તા' ફિલ્મની વાર્તા હોલીવુડની ફિલ્મ 'સેવન બ્રાઇડ્સ ફોર સેવન બ્રધર્સ' પર આધારિત હતી. ફિલ્મ 'સત્તે પે સત્તા' રિલીઝ થઈ ત્યારે તેણે જબરદસ્ત કમાણી પણ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 1 કરોડ 60 લાખમાં બનેલી આ ફિલ્મે 4.5 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મની જબરદસ્ત સફળતાને જોઈને ફિલ્મના અભિનેતા સચિન પિલગાંવકરે પછી આ ફિલ્મ મરાઠીમાં પણ બનાવી હતી.

  રાજ સિપ્પી અમિતાભ સાથે રેખાને કાસ્ટ કરવા માંગતા હતા

  'સત્તે પે સત્તા' ફિલ્મનું 'દિલબર મેરે કબ તક મુઝે' સુપરહિટ ગીત તમને યાદ હશે. આ ગીતમાં અમિતાભ બચ્ચન સાથે હેમા માલિની નહીં પરંતુ રેખા જોવા મળવાની હતી. પણ આ થઈ શક્યું નહીં. મીડિયા અહેવાલો અનુસાર, જ્યારે રાજ સિપ્પીએ આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમને રેખા અને અમિતાભની જોડી લેવી હતી, પરંતુ રેખા અને અમિતાભ વચ્ચે 1981-82ના સંબંધોમાં ખટરાગને કારણે તેમના અંગત જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી. જેના કારણે રેખા આ ફિલ્મનો ભાગ બની શકી ન હતી અને પછી અમિતાભ બચ્ચને આ ફિલ્મની લીડ હિરોઈન માટે હેમા માલિનીનું નામ સૂચવ્યું હતું. ગીત 'દિલબર મેરે કબ તક મુઝે'માં આરડી બર્મન જેવા પ્રખ્યાત સંગીતકારે સંગીત આપ્યું હતું.

  પરવીન બાબીએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી

  રાજ સિપ્પી સૌપ્રથમ આ ફિલ્મ માટે રેખા અને અમિતાભની જોડી લેવાનું વિચારતા હતા. જે શક્ય ન બન્યું. આ પછી, અભિનેત્રી પરવીન બાબીનું નામ સૂચવવામાં આવ્યું હતું, પરંતુ પરવીને પણ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી. ફિલ્મી દુનિયામાં એક સમયે ધમાલ મચાવનારી પરવીને આ ફિલ્મને ના એટલા માટે પાડી કારણ કે, એક સમય એવો પણ હતો જયારે તેને ફિલ્મી દુનિયા પસંદ ન હતી તેથી તેણીએ ફિલ્મોથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું. હવે જ્યારે અભિનેત્રીને લઈને સંકટ સામે આવ્યું ત્યારે અમિતાભ બચ્ચને હેમા માલિનીનું નામ સૂચવ્યું અને આ રીતે આ સફળ ફિલ્મ 'સત્તે પે સત્તા'ની મુખ્ય અભિનેત્રી હેમા માલિની બની.

  આ પણ વાંચોAllu Arjun ની Pushpa માં ખૂંખાર મહિલાનો રોલ કરનાર અનસૂયા ભારદ્વાજ હકિકતમાં ગ્લેમરસ છે! - Photos

  શૂટિંગ સમયે હેમા માલિની ગર્ભવતી હતી

  'સત્તે પે સત્તા' ફિલ્મના શૂટિંગ સમયે હેમા માલિનીને ઘણી તકલીફ પડી હતી, કારણ કે તે પ્રેગ્નન્ટ હતી. તે ખૂબ જ કાળજીપૂર્વક શૂટિંગ કરતી હતી. હેમાની પ્રેગ્નન્સી અંગે તમને ફિલ્મમાં સરળતાથી ખ્યાલ નહીં આવે પરંતુ એ સમય દરમિયાન આવેલી ફિલ્મ 'પરીયોં કા મેલા હૈ'નું એક ગીત ધ્યાનથી જોશો તો ખબર પડશે. આમાં હેમા પોતાના બેબી બમ્પને છુપાવવા માટે શાલનો ઉપયોગ કરતી જોવા મળે છે. જોકે શૂટિંગ દરમિયાન તેના ક્લોઝ-અપ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી કરીને પ્રેગ્નન્સી છુપાવી શકાય, તેમ છતાં એક સીન સામે આવ્યો હતો. હેમાએ ફિલ્મની રિલીઝના બે મહિના પહેલા જ એશા દેઓલને જન્મ આપ્યો હતો.
  Published by:kiran mehta
  First published:

  Tags: Aamitabh Bachchan, Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Hema malini

  આગામી સમાચાર