શૂટિંગ શરૂ થતા જ TVનાં 4 શોનાં કલાકાર અથવા ક્રૂ મેમ્બર કોરોનાની ચપેટમાં

પાર્થ સમથાન પણ કોરોનાની ચપેટમાં છે

શૂટિંગ શરૂ થયાનાં થોડા જ અઠવાડિયામાં ચાર શોનાં કલાકાર અથવા તો ક્રુ મેમ્બર્સ કોરોનાની ચપેટમાં આવે ગયા છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીનું કામકાજ થોડા સમય પહેલાંથી જ શરૂ થયુ છે. લાંબા સમયનાં લોકડાઉન બાદ ટીવી સીરિયલનાં કલાકારોએ શૂટિંગ શરૂ કર્યુ હતું. પણ શૂટિંગ શરૂ થયાનાં થોડા જ અઠવાડિયામાં ચાર શોનાં કલાકાર અથવા તો ક્રુ મેમ્બર્સ કોરોનાની ચપેટમાં આવે ગયા છે.

  ગત દિવસોમાં 'કસોટી જિંદગી કે'નાં લીડ એક્ટર પાર્થ સમથાન કોરોનાની ચપેટમાં આવ્યો હતો. જે પહેલાં 'મેરે સાઇ' શોનાં એક ક્રુ મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ 'એક મહાનાયક ડૉ બી આર આમ્બેડકર'નાં સેટ પર એક્ટર જગન્નાથ નિનાંગુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 'ભાભીજી ઘર પર હૈ' શોનાં હેર ડ્રેસરને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

  જે બાદ CINTAAનાં સચિવ અમિત બહલે આ મામલે વાત કરી છે. તેમનું કહેવું છે કે, અમે પ્રોડ્યુસર્સને હાથ જોડતા રહ્યાં પણ તેઓ અમારી વાત માનતા ન હતાં. છેલ્લા એક અઠવાડિયામાં ચાર ટીવી શોનાં સેટ પર કોરોના પોઝિટિવનાં કેસ આવ્યાં છે. જોકે આ આખી ઘટનામાં CINTAA(સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિયેશન) પણ શું કરી શકે. છેલ્લા દોઢ મહિનાથી પ્રોડ્યુસર્સને શોનું કામકાજ ફરી ચાલુ કરવું હતું. તેમાં સરકારે તેમને પરવાનગી આપી દીધી હતી

  વધુમાં અમિત બહલે કહે છે કે CINTAA સેટ પર જઈને શૂટિંગ રોકી શકે નહીં. તે માત્ર વિનંતી કરી શકે કે જે પણ કરો તે સમજી વિચારીને કરો. તેમને રોજ ફોન આવે છે કે 65 વર્ષથી ઉપરના કલાકારોને શૂટિંગ માટે પરમિશનને લઈ ફોન આવતા હોય છે. આ સીનિયર એક્ટર્સ પણ સમજતા નથી કે તેમની ઈમ્યુન સિસ્ટમ માટે હાલમાં આ માહોલ માટે યોગ્ય નથી. તે જાતે તો ભોગ બનશે અને સાથે જ બીજાને પણ ચપેટમાં લઈ લેશે. આ તમામ કામ કરવાને લઈ જોશમાં છે પરંતુ તેમણે સમજી વિચારીને પગલું ભરવું જોઈએ. CINTAAએ થોડો સમય માગ્યો હતો કે પરિસ્થિતિ થોડી કંટ્રોલમાં થવા દો. સેટ પર ટેસ્ટિંગ તથા સેનિટાઈઝેશન માટે વધુ સમય આપવાની જરૂર હતી પરંતુ કોઈએ સાંભળ્યું નહીં.

  આ પણ વાંચો-શ્વેતાની મિત્રનો ખુલાસો અભિનવ દીકરી પલકને કહેતો તું વર્જીન છે કે નહીં ?

  કસોટી જિંદગી કેનો લિડ એકટર પાર્થ કોરોનાનો ભોગ બન્યો છે. હવે ટીમ તેના વગર કેવી રીતે શૂટિંગ કરશે? પૂરી સ્ટોરીલાઈન તેના આસપાસ ફરે છે તો હવે રાતોરાત સ્ટોરી લાઈન બદલી નાખવામાં આવશે? પાર્થ તો ફિઝિકલી ફીટ છે અને આમાંથી બહાર પણ આવી જશે. જોકે, તે જેને પણ મળ્યો હશે તે બહાર આવશે કે કેમ? તે જ્યાં શૂટ કરતો હતો તે સ્ટૂડિયો ક્લિક નિક્સનમાં અન્ય ઘણાં શોનું શૂટિંગ થાય છે. સીનિયર એક્ટર્સ કોરોનાનો ભોગ બનશે તો તેમની સાથે અનેક લોકોને ચેપ લાગશે.

  આ પણ વાંચો-RJ દેવકી હતી કોરોના પોઝિટિવ, FB લાઇવ કરીને આપી માહિતી

  અમિતે આગળ કહ્યું હતું કે લોકો સેટ પર કાળજી રાખે છે પરંતુ બહારની કોઈ વ્યક્તિ સેટ પર આવે છે તો શું ગેરંટી છે તે સલામત છે. પાર્થને સેટ પર ચેપ લાગ્યો કે તેના ઘરમાં? આ વાત કોઈને ખબર નથી. કોને દોષ આપવો. હાલમાં આ પરિસ્થિતિને ગંભીરતાથી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવામાં આવશે. આ એક જોખમની વાત છે.
  Published by:Margi Pandya
  First published: