35 વર્ષિય YouTuber રાહુલ વોરાનું કોરોનાથી નિધન, Facebook પર માંગી હતી મદદ

યુ ટ્યુબર રાહુલ વોરાનું કોરોનાથી નિધન

રાહુલે એમ પણ કહ્યું હતું કે તે હવે હિંમત હારી ચૂક્યો છે. તે જલ્દીથી બીજો જન્મ લેશે અને સારું કામ કરશે. રાહુલના કોમેડી તથા મોટિવેશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થતા હતા.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ અનફ્રીડમનાં એક્ટર રાહુલ વોરા (Rahul Vohra)નું કોરોનાથી (Corona Virus) નિધન થઇ ગયુ છે. રાહુલનું રવિવારે સવારે 6.30 વાગ્યે નિધન થયુ છે. ખાસ વાત તો એ છે કે, તેણે થોડા કલાકો પહેલાં જ ફેસબૂક (Rahul Asked for help on Facebook Before Death) પર મદદ માંગી હતી.

  શનિવાર, 8 મેના રોજ રાહુલે ફેસબૂક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ટૅગ કરીને પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું હતું કે જો તેને સારી રીતે સારવાર મળે તો તે બચી શકે છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે તે હવે હિંમત હારી ચૂક્યો છે. તે જલ્દીથી બીજો જન્મ લેશે અને સારું કામ કરશે. રાહુલના કોમેડી તથા મોટિવેશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થતા હતા.

  રાહુલના અવસાનની પુષ્ટિ થિયેટર ડિરેક્ટર અરવિંદ ગૌરે સો.મીડિયામાં કરી હતી. રવિવાર, 9 મેના રોજ કરવામાં આવેલી પોસ્ટ પ્રમાણે, શનિવારના રોજ રાહુલને દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલમાંથી દ્વારકા સ્થિત આયુષ્માન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, તેને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.  ગત અઠવાડિયે જ રાહુલે એક પોસ્ટમાં તેનાં ઇલાજ માટે મદદ માંગી હતી. એક એવી જ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, 'હું કોવિડ પોઝિટિવ છુ અને હાલમાં દાખલ છું. આશરે 4 દિવસ થઇ ગયા છે પણ ખોઇ જ રિકવરી નથી. શું કોઇ એવું હોસ્પિટલ છે? જ્યાં મને ઓક્સીજન બેડ મળી શકે. કારણ કે મારું ઓક્સીજન લેવલ સતત ડાઉન જઇ રહ્યું છે. અને કોઇ જોવા વાળુ નથી. '  રાહુલ વોરાએ ગત રોજ જ વડાપ્રધાન મોદી અને દિલ્હીનાં ઉપ મુખ્યમંત્રીને ટેગ કરીને પોતાની લાચારી વ્યક્ત કરી હતી. જોકે હવે તે આપણી વચ્ચે નથી રહ્યાં.
  Published by:Margi Pandya
  First published: