Home /News /entertainment /

Ram Lakhan: જ્યારે 'રામ લખન' ફિલ્મની અભિનેત્રીએ નસ કાપી નાખી, સુભાષ ઘાઈનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું!

Ram Lakhan: જ્યારે 'રામ લખન' ફિલ્મની અભિનેત્રીએ નસ કાપી નાખી, સુભાષ ઘાઈનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું!

રામ લખન ફિલ્મની પડદા પાછળની કહાની

33 વર્ષ પહેલા રિલીઝ થયેલી 'રામ લખન' (Ram Lakhan) ફિલ્મે 18 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ એક્શન, ઈમોશન, કોમેડી, ડ્રામાથી ભરપૂર હતી અને તેના ગીત કોઈ ટ્રીટથી ઓછા ન હતા. આ ફિલ્મના ગીતો ત્યારથી લઈને આજ સુધી લોકોના મુખે સાંભળવા મળે છે.

વધુ જુઓ ...
  મુંબઈ : સુભાષ ઘાઈ (Subhash Ghai) દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રામ લખન' (Ram Lakhan) 27 જાન્યુઆરી 1989ના રોજ રિલીઝ (Release) થઈ હતી. અનિલ કપૂર (Anil Kapoor), માધુરી દીક્ષિત (Madhuri Dixit), જેકી શ્રોફ (Jackie Shroff) અને ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia) સ્ટારર ફિલ્મ 'રામ લખન' હિટ રહી હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર (Anupam Kher), પરેશ રાવલ (Paresh Rawal), સતીશ કૌશિક (Satish Kaushik), અમરીશ પુરી (Amrish Puri), ગુલશન ગ્રોવર (Gulshan Grover), સોનિકા ગિલ (Sonica Gill) અને રાખી (Rakhi) જેવા કલાકારો પણ હતા. જ્યારે એક ફિલ્મમાં આટલા બધા કલાકારો હોય ત્યારે તેમને સંભાળવામાં ડાયરેકટર્સ માટે ઘણીવાર લોઢાના ચણા સમાન સાબિત થતું હોય છે. પરંતુ જયારે બોલીવુડ (Bollywood)ના નિપુણ ડાયરેક્ટર સુભાષ ઘાઈએ દરેક કલાકારના પાત્રને સરખો ન્યાય આપ્યો. જેના કારણે, ફિલ્મ રિલીઝ થતા જ હિટ સાબિત થઈ હતી. આ બધી વાતો એટલા માટે થઈ રહી છે કારણ કે આ ફિલ્મને રિલીઝ થયાને આજે 33 વર્ષ થઈ ગયા છે, પરંતુ લોકો હજુ પણ તેના ગીતો (Songs) અને સ્ટોરીને યાદ કરતા હોય છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણી મુશ્કેલીઓ આવી હતી, જેના કારણે ફિલ્મ ડાયરેક્ટર મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આવી જ એક ઘટના બની હતી જયારે ફિલ્મની એક્ટ્રેસે પોતાની નસ કાપી નાખી. આ ઘટનાએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

  33 વર્ષ પહેલા રિલીઝ થયેલી 'રામ લખન' ફિલ્મે 18 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ એક્શન, ઈમોશન, કોમેડી, ડ્રામાથી ભરપૂર હતી અને તેના ગીત કોઈ ટ્રીટથી ઓછા ન હતા. આ ફિલ્મના ગીતો ત્યારથી લઈને આજ સુધી લોકોના મુખે સાંભળવા મળે છે. તે જમાનાના છોકરાઓ લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત સાથે બનેલા 'માય નેમ ઈઝ લખન' પર ખૂબ ડાન્સ કરતા. ઘણા આજે પણ આ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળે છે. 'મેરે દો અનમોલ રતન', 'બડા દુઃખ દીના ઓ રામજી', 'તેરા નામ લિયા' જેવા ગીતોએ પણ ફિલ્મને સફળતા અપાવી. સૌકોઈ જાણે છે કે, પહેલો યુગ કેસેટનો હતો. કહેવાય છે કે સીડીનો યુગ આ ફિલ્મના ગીતોથી શરૂ થયો હતો. 'રામ લખન'ની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફિલ્મની વાર્તા એવા પુત્રોની હતી જેમણે પિતાના મૃત્યુનો બદલો લીધો હતો. આ વાતો થઈ ફિલ્મના ગીતોથી લઈને તેની સફળતા સુધીની. હવે અમે તમને એક ટુચકો જણાવીએ જેના કારણે સુભાષ ઘાઈનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.

  'રામ લખન'માં કલાકારોનો જમાવડો હતો

  સુભાષ ઘાઈએ દરેક નાની - નાની બાબતોનું ધ્યાન આપીને બોલિવૂડની આ ક્લાસિક ફિલ્મનું નિર્માણ કર્યું હતું. સુભાષ ઘાઈ તેમના કલાકારોને પરફેક્ટ કામ કેવી રીતે કરાવવું, તે ખુબ સારી રીતે જાણતા હતા. સુભાષ ઘાઈની આ ફિલ્મમાં અભિનેત્રી સોનિકાને કામ મળવું એ મોટી વાત હતી, પરંતુ તેણીએ આ કામને ગંભીરતાથી લીધું ન હતું. ફિલ્મના મોટા કલાકારો સમયસર સેટ પર પહોંચતા, જ્યારે સોનિકા તેની મન મરજી મુજબ મોડેથી પહોંચતી હતી. આટલું ઓછું હોય તેમ તેણી સેટ પર પણ પોતાના કામ પર ધ્યાન આપતી ન હતી.

  સોનિકા ગિલનું બેજવાબદાર વર્તન સુભાષ ઘાઈને પસંદ ન આવ્યું

  ફિલ્મના શૂટિંગ સમયે સોનિકાના બેજવાબદાર વલણને જોતા સુભાષ ઘાઈએ તેને વારંવાર ટોકી અને સમજાવી હતી. પરંતુ સોનિકાના વલણમાં કોઈ ફરક ન પડ્યો. એક દિવસ ફિલ્મનું એક ગીત શૂટ થવાનું હતું, બધા કલાકારો સમયસર સેટ પર પહોંચી ગયા પરંતુ હંમેશાની જેમ સોનિકા સેટ પર મોદી પહોંચી. વાત એટલે જ અટકી નહીં પરંતુ, જ્યારે શૂટિંગ શરૂ થયું ત્યારે એક્ટ્રેસના શોટ્સ યોગ્ય રીતે થઈ રહ્યા ન હતા. આ જોઈને સુભાષ ગુસ્સે થઈ ગયા અને બધાની સામે સોનિકાને ઠપકો આપ્યો. આ પછી ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ રેપ અપ પાર્ટી રાખવામાં આવી હતી.

  આ પણ વાંચોNeha Sharma એ દરિયા કિનારે Bikikni માં બોલ્ડ લુક બતાવ્યો, રામ ચરણ સાથે લગ્ન-હનીમૂનના આવ્યા હતા સમાચાર!

  સુભાષ ઘાઈ મુશ્કેલીમાં મુકાયા

  ફિલ્મની રેપઅપ પાર્ટીમાં ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકો પહોંચ્યા, સોનિકા પણ પહોંચી. તે સમયના મીડિયા અહેવાલ અનુસાર આ પાર્ટીમાં, સુભાષ ઘાઈએ સોનિકા પર વધુ ધ્યાન આપ્યું ન હતું, જેને સોનિકાએ પોતાનું અપમાન માન્યું હતું અને અભિનેત્રીને લાગ્યું હતું કે નિર્દેશક જાણી જોઈને તેની સાથે આવું વર્તન કરી રહ્યા છે. આનાથી દુઃખી થઈને તે મેક-અપ રૂમમાં ગઈ અને ખૂબ રડી, પછી ગુસ્સામાં આવીને તેના હાથની નસ કાપી નાખી, જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી. બીજા દિવસે સમાચાર અખબારની હેડલાઇન્સમાં આવ્યા હતા. આ સમાચાર આવતા જ સુભાષ ઘાઈ માટે મુશ્કેલી વધી ગઈ હતી, કારણ કે, પોતાની ફિલ્મની એક્ટ્રેસે આ પગલું ભર્યું હોવાથી સુભાષ ઘાઈને પણ અનેક સવાલોનો સામનો કરવો પડ્યો. જ્યારે સોનિકાને આ ઘટના અંગે સવાલ - જવાબ કરવામાં આવતા, તેણીએ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી દીધો હતો. સમય જતા આ મામલો શાંત પડી ગયો હતો.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Madhuri dikshit, Subhash Ghai, અનિલ કપૂર, માધુરી દિક્ષિત

  આગામી સમાચાર