DDLJને થયા 25 વર્ષ, શાહરુખ ખાને આ રીતે કર્યો જૂનો સમય યાદ

શાહરૂખ ખાન અને કાજોલની 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'

શાહ રૂખ ખાન અને કાજોલની મોસ્ટ રોમેન્ટિક ફિલ્મ 'દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે'ને થયા 25 વર્ષ

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શાહરૂખ ખાન અને કાજોલની મોસ્ટ રોમેન્ટિક ફિલ્મ 'દિલ વાલે દુલ્હનીયા લે જાયેંગે'ને 25 વર્ષ થઇ ગયા છે. આ ફિલ્મ કરોડો દિલો પર રાજ કરે છે. દેશ વિદેશમાં તેનાં ચાહકો છે. તેમાં પણ શાહરૂખ અને કાજોલની જોડી. આ ફિલ્મ 19 વર્ષ સુધી મુંબઇનાં મરાઠા મંદિરમાં ચાલી હતી. ઘણાં લોકોની દિલની નજીક છે આ ફિલ્મ. ફિલ્મનાં સોન્ગ અને તેનાં ડાયલોગ્સ બધુ જ પ્રખ્યાત છે.

    મેરે ખ્વાબોમે... સોન્ગ હોય કે પછી.. મહેંદી લગા કે રખના.. આ ફિલ્મનાં તમામ સોન્ગ દર્શકોનાં મોઢે છે. તો ફિલ્મનાં ડાયલોગ્સ જમ કે, 'બડે બડે દેશોમે એસી છોટી છોટી બાતે હોતી રહેતી હૈ સેનોરિટા..' રાજ અને સિમનરનની આ લવ સ્ટોરી જોઇને કેટલાંયે ઇન્સપાયર થયા અને તેઓની પણ લવ સ્ટોરી બની હતી. ફિલ્મ સાથે જોડાયેલાં કિસ્સા પણ ખુબજ પ્રખ્યાત છે.

    ફિલ્મનાં ડિરેક્ટર આદિત્ય ચોપરાએ જ્યારે આ ફિલ્મની સ્ટોરી લખી તો તેમણે હિરો તરીકે ટોમ ક્રૂઝ લેવા ઇચ્છતા હતાં. તેમની સ્ટોરીમાં સિમરન કોઇ અંગ્રેજનાં પ્રેમમાં પડે છે. પણ જ્યારે આ સ્ટોરી આદિત્ય ચોપરાએ તેમનાં પિતા યશ ચોપરાને આ સ્ટોરી સંભળાવી તો યશ ચોપરાએ કહ્યું કે, તારી ફિલ્મની સ્ટોરીમાં જ ખામી છે.




    ભારતમાં કોઇ અંગ્રેજ યુવકનાં પ્રેમમાં પડેલી દીકરીને અપનાવશે નહીં. તારો હિરો ઇન્ડિયન કરી દે. અને બાદમાં આદિત્ય ચોપરાએ તેની સ્ટોરીમાં ફેરફાર કર્યા અને આ ફિલ્મમાં શાહરૂખ ખાનની એન્ટ્રી થઇ હતી.

    જ્યારે ફિલ્મમાં શાહરૂખ અને કાજોલની કેમેસ્ટ્રી જોઇને તેની સરખામણી ધરમેન્દ્ર-હેમા, અમિતાભ-રેખા, રિશી કપૂર-નિતૂ કપૂર સાથે થવા લાગી હતી. આજે આ ફિલ્મને 25 વર્ષ થઇ ગયા પણ તેનો જાદૂ હજુ તેમનો તેમ છે. ત્યારે શાહરૂખ ખાને પણ ફિલ્મનાં 25 વર્ષ થવા પર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેનો વીડિયો નજર આવે છે.
    Published by:Margi Pandya
    First published: