આજે પણ દર્શકોના દિલો પર રાજ કરતી ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ને પૂરા થયા 22 વર્ષ, અજય દેવગને શેર કરી પોસ્ટ

બોલીવૂડ ફિલ્મ ડાયરેક્ટ સંજય લીલા ભણસાલીની સુપરહિટ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ને આજે 22 વર્ષ પૂરા થઇ ગયા

ફિલ્મના 22 વર્ષ પૂરા થવા પર અભિનેતા અજય દેવગને ફિલ્મ સાથે જોડાયેલી અમુક જૂની તસવીરો સાથે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી, સલમાન ખાન, ઐશ્વર્યા રાય અને અજય દેવગન સ્ટારર આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી

  • Share this:
બોલીવૂડ ફિલ્મ ડાયરેક્ટ સંજય લીલા ભણસાલીની સુપરહિટ ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ને આજે 22 વર્ષ પૂરા થઇ ગયા છે. સલમાન ખાન, ઐશ્વર્યા રાય અને અજય દેવગન સ્ટારર આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આજે પણ દર્શકોના દિલમાં આ ફિલ્મ રાજ કરે છે. ફિલ્મના 22 વર્ષ પૂરા થવા પર અભિનેતા અજય દેવગને ફિલ્મ સાથે જોડાયેલી અમુક જૂની તસવીરો સાથે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમણે કહ્યું કે વિચાર્યુ ન હતું કે ઇતિહાસ રચી દઇશું.

આજના જ દિવસે 22 વર્ષ પહેલા અજય દેવગને ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભંસાલી સાથે કામ કર્યુ હતું. ફિલ્મની અસાધારણ સ્ટોરીએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ખાસ ક્ષણને યાદ કરતા અજયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર અમુક તસવીરો શેર કરી છે. પહેલા ફોટોમાં તે સંજય લીલા ભણસાલી સાથે દેખાઇ રહ્યા છે. બીજો ફોટો ફિલ્મના એક સીનનો છે, જેમાં તેઓ સલમાન ખાન સાથે જોવા મળે છે. જ્યારે ત્રીજા ફોટામાં તે ફિલ્મની લીડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય સાથે છે.

અભિનેતા અજય દેવગને ફિલ્મ સાથે જોડાયેલી અમુક જૂની તસવીરો સાથે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી


આ પણ વાંચો - વજન ઘટાડવા માટે ખાવ આ લેટ નાઇટ હેલ્થી સ્નેક્સ

ફોટાઓ શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે, હમ દિલ દે ચૂકે સનમના 22 વર્ષ-સલમાન, સંજય, એશ અને મને ખબર હતી કે અમે એક અતિ સંવેદનશીલ ફિલ્મ બનાવી રહ્યા છીએ. પરંતુ તે નહોતું વિચાર્યુ કે અમે ઇતિહાસ રચી દઇશું. હમ્બલ. આ સાથે હાથ જોડતું ઇમોજી પણ શેર કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે, 22 વર્ષ બાદ ફરી એક વખત અજય દેવગન, સંજય લીલા ભણસાલી એક સાથે કામ કરશે. ફિલ્મ ગંગૂબાઇ કાઠીયાવાડીમાં તે આલિયા ભટ્ટ સાથે પહેલી વખત નજર પડશે.

આપને જણાવી દઇએ કે ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ દરમિયાન સલમાન ખાન અને ઐશ્વર્યા રાય પહેલી વખત ફિલ્મમાં સાથે નજર આવ્યા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાનને એશ સાથે પ્રેમ થઇ ગયો અને ઐશ્વર્યા પણ સલમાન તરફ આકર્ષિત હતી. જોકે બંનેનો પ્રેમ કામયાબ ન રહ્યો અને અલગ થઇ ગયા હતા.
First published: