22 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી ગઈ ટીવી અભિનેત્રી, માર્ગ અકસ્માતમાં નિધન

ટીવી અભિનેત્રીની ફાઇલ તસવીર

22 વર્ષની ટીવી અભિનેત્રી પોતાના ગામ જઈ રહી હતી ત્યારે તેની કારની ટ્રેક્ટર સાથે ટક્કર થઈ હતી, અભિનેત્રીના બે મિત્ર ઈજાગ્રસ્ત થયા.

 • Share this:
  કન્નડ ટીવીની જાણીતી અભિનેત્રી મેબીના માઇકલ (Mebiena Michael)નું મંગળવારે સાંજે રોડ અકસ્માતમાં નિધન થયું છે. અકસ્માત મંગળવારે સાંજે ત્યારે બન્યો હતો જ્યારે મેબીના માઇકલની ગાડીની એક ટ્રેક્ટર સાથે ટક્કર થઈ ગઈ હતી. સમાચાર પ્રમાણે અભિનેત્રી પોતાના ગામ મેદિકેરી જઈ રહી હતી, પરંતુ રસ્તામાં જ તેની ગાડી અકસ્માતનો શિકાર બની હતી.

  કન્નડ ટીવીની જાણીતી અભિનેત્રી મેબીના માઇકલનું મંગળવારે સાંજે રોડ અકસ્માતમાં મૃત્યું થયું છે. અભિનેત્રીની ઉંમર માત્ર 22 વર્ષ હતી. Pyate Hudgir Halli Life શૉની વિજેતા મેબીના માઇકલે આ રીતે દુનિયાને અલવિદા કહેતા તમામ લોકો હેરાન છે. આખા ઉદ્યોગમાં શોકની લહેર દોડી ગઈ છે.

  મેબીના માઇકલની કારની ટક્કર ટ્રેક્ટર સાથે થઈ હતી. અકસ્માત બાદ તેના બે મિત્રોની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આટલી નાની ઉંમરમાં નિધન થવાથી પરિવાર ઉપરાંત અનેક લોકો શોકમાં ગરકાવ થઈ ગયા છે.  Pyate Hudgir Halli Lifeના હૉસ્ટ અકુલ બાલાજી મેબીનાના નિધનથી ખૂબ જ દુઃખી છે. તેમણે લખ્યું કે, "મારી માનીતી સ્પર્ધક અને Pyate Hudgir Halli Life સિઝન ચારની વિજેતાનું આ રીતે ચાલ્યા જવું મારા માટે મોટો આઘાત છે. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેણી આપણી વચ્ચે નથી રહી. ભગવાન તેમના પરિવારને આ આઘાત સહન કરવાની હિંમત આપે."

  નોંધનીય છે કે મેબીના માઇકલને Pyate Hudgir Halli Life શૉ બાદ ખૂબ લોકપ્રીયતા મળી હતી. આ શૉમાં બતાવવામાં આવ્યું હતું કે સ્પર્ધકોએ પોતાનું ઘર છોડીને એક ગામમાં રહેવાનું હોય છે. તેમણે તમામ સુવિધા છોડીની ગામડાની જિંદગી જીવવી પડે છે. મેબીનાએ આ શૉ જીતીને ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: