આ ખાસ કારણે માધુરીએ 21 વર્ષ બાદ સંજય સાથે કામ કરવાની પાડી 'હા'....!

આ ખાસ કારણે માધુરીએ 21 વર્ષ બાદ સંજય સાથે કામ કરવાની પાડી 'હા'....!
માધુરીએ ફિલ્મ સાઇન કરતાં પહેલાં મેકર્સ સામે આ ડિમાન્ડ મુકી હતી. મેકર્સે પણ માધુરીની આ ડિમાંડ મંજૂર રાખી છે

માધુરીએ ફિલ્મ સાઇન કરતાં પહેલાં મેકર્સ સામે આ ડિમાન્ડ મુકી હતી. મેકર્સે પણ માધુરીની આ ડિમાંડ મંજૂર રાખી છે

 • Share this:
  મુંબઇ: સંજય દત્ત અને માધુરી દીક્ષિત નેનેની જોડી એક સમય બોલિવૂડમાં ઘણી પ્રખ્યાત છે. બંને સાજન, ખલનાયક જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે હવે 21 વર્ષ બાદ ફરી એક વખત સ્ક્રિન શેર કરી રહ્યાં છે.

  સંજય દત્ત અને માધુરી દીક્ષિતે છેલ્લે 'મહાનતા' ફિલ્મ કરી હતી. જે વર્ષ 1997માં રિલીઝ થઇ હતી. આ પહેલાં સંજય દત્તની 1993માં બોમ્બ બ્લાસ્ટમાં તેની ધરપકડ થઇ હતી જે બાદ બંનેનાં સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી. ન તો માધુરીએ સંજય સાથે કોઇ ફિલ્મ કરી ન તો કોઇ સંબંધ રાખ્યો. હવે આ જોડી ફરી એક વખત સાથે જોવા મળશે. તે પણ કરણ જોહરની ફિલ્મ 'કલંક'માં.  21 વર્ષ બાદ આ જોડી સિલ્વર સ્ક્રિન પર સાથે જોવા મળશે. પણ તેની પાછળ એક ખાસ કારણ છે. સોર્સિસ મુજબ, સંજય દત્તની સાથે કામ કરવા માટે માધુરીએ હા એટલે પાડી કારણ કે ફિલ્મમાં તેનો અને સંજયનો એક સાથે કોઇ સિન નથી. માધુરીએ ફિલ્મ સાઇન કરતાં પહેલાં મેકર્સ સામે આ ડિમાન્ડ મુકી હતી. મેકર્સે પણ માધુરીની આ ડિમાંડ મંજૂર રાખી છે.

  વેલ હવે જોવું રહેશે કે કરણ જોહરની 'કલંક'માં સંજય દત્ત અને માધુરી દિક્ષીત એવી કેવી રીતે કામ કરશે કે બંને ફિલ્માં હોવા છતાં એક પણ સિન તેમની વચ્ચે ફિલ્માવવામાં આવ્યો નથી.
  Published by:Margi Pandya
  First published:April 22, 2018, 11:48 am