Home /News /entertainment /Upcoming Films 2023: સિલ્વર સ્ક્રીન પર ભૂકા બોલાવશે આ ફિલ્મો! શાહરુખ, સલમાન અને પ્રભાસ જેવા સ્ટાર્સ મચાવશે ધૂમ

Upcoming Films 2023: સિલ્વર સ્ક્રીન પર ભૂકા બોલાવશે આ ફિલ્મો! શાહરુખ, સલમાન અને પ્રભાસ જેવા સ્ટાર્સ મચાવશે ધૂમ

રૂપિયાના સિક્રેટ જણાવતી આ બોલિવૂડ ફિલ્મો

UPCOMING FILMS 2023: વર્ષ 2023માં કેટલીક જોરદાર ફિલ્મો આવી રહી છે. શાહરુખ ખાનની પઠાણ, સલમાન ખાનની ટાઇગર 3, અને પ્રભાસની આદિપુરુષનો સમાવેશ થાય છે. આવનારી ફિલ્મ્સની આ યાદી જુઓ.

    FILMS 2023: વર્ષ 2022માં મનોરંજન ઇન્ડસ્ટ્રી પર સાઉથની ફિલ્મો (South Indian Films 2022)નો દબદબો રહ્યો હતો. જેમાં કેજીએફ 2, આરઆરઆર (RRR) અને કંતારા (Kantara) જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ કમાણીની બાબતમાં પણ બોલિવૂડની ફિલ્મો (Best Bollywood Films)ને પાછળ છોડી દીધી હતી. બોલિવૂડમાં આ વર્ષે ભૂલ ભુલૈયા 2, બ્રહ્માસ્ત્ર, ગંગુબાઈ કાઠિયાવાડી અને દ્રશ્યમ 2 જેવી ફિલ્મો રિલીઝ થઈ હતી. હવે 2023ની શરૂઆત થનાર છે, ત્યારે બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો રિલીઝ (Upcoming Movies in 2023) થશે. જેમાં શાહરુખ ખાનની પઠાણ, સલમાન ખાનની ટાઇગર 3, અને સાઉથના અભિનેતા પ્રભાસની આદિપુરુષનો સમાવેશ થાય છે.

    પઠાણ

    શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. સાથે જ જોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મથી શાહરૂખ ખાન લગભગ ચાર વરસ બાદ મોટા પડદે કમબેક કરવાનો છે. આ પહેલા તે ઝીરો ફિલ્મમાં જોવા મળ્યો હતો. શાહરૂખ ખાનને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. હવે જોવા મળશે કે આ ફિલ્મ કેટલું સારું પ્રદર્શન કરે છે.

    ટાઇગર 3

    સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર 3 વર્ષ 2023માં દિવાળીના અવસર પર થિયેટરોમાં જોવા મળશે. આ ફિલ્મને મનીષ શર્માએ ડિરેક્ટ કરી હતી. સાથે જ ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે. ફિલ્મ 'એક થા ટાઈગર'નો પહેલો ભાગ વર્ષ 2012માં રિલીઝ થયો હતો. બીજો ભાગ 'ટાઇગર ઝિંદા હૈ' વર્ષ 2017માં આવ્યો હતો. જાણકારી મુજબ ટાઇગર 3ને હિન્દી, તમિલ અને તેલુગુ એમ ત્રણ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.

    આ પણ વાંચો: Rishabh Pant Accident: શરમ કરો શરમ! ઋષભ પંતના અકસ્માત અંગે બોલી રોહિતની પત્ની, ઉર્વશી કરે છે પ્રાર્થના

    આદિપુરૂષ

    સાઉથનો બેસ્ટ એક્ટર પ્રભાસ આદિપુરુષમાં લીડ રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મની ઘોષણા થઈ ત્યારથી જ આ ફિલ્મ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન, કૃતિ સેન પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2023 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની હતી. ત્યારબાદ તેની તારીખ બદલવામાં આવી હતી. હવે આ ફિલ્મ 16 જૂન 2023ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ રામાયણ પર આધારિત છે, જેમાં પ્રભાસે ભગવાન શ્રી રામનો રોલ કર્યો છે, જ્યારે કૃતિ સેનન માતા સીતાના રોલમાં જોવા મળશે. સાથે જ સૈફ અલી ખાન રાવણનો રોલ નિભાવતો જોવા મળશે. આ સિવાય વર્ષ 2023માં અર્જુન કપૂરની કુત્તે, સિદ્ધાર્થ મલ્હોત્રાની મિશન મજનુ, જ્હોન અબ્રાહમ અને માનુષી છિલ્લરની તેહરાન અને ગાંધી ગોડસે - અ વોર જેવી ફિલ્મો પણ જોવા મળશે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: 2022, Bollywood actor, Film industry, Films, Movies, Year Ender 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन