20 Years of Excel Entertainment: અમે માત્ર ‘દિલ ચાહતા હૈ’ બનાવવા ઈચ્છતા હતા: ફરહાન અખ્તર

એક્સેલ એન્ટરટેઇનમેન્ટને 20 વર્ષ.

Excel Entertainment પ્રોડક્શન હાઉસના 20 વર્ષ પૂર્ણ થવા પર ફરહાન (Farhan Akhtar) અને રિતેશ સિધવાની (Ritesh Sidhwani)એ ઈન્સ્ટાગ્રામ પર તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મની ક્લિપવાળા મોન્ટાજ શેર કર્યા છે.

  • Share this:
મુંબઈ: બોલિવૂડ અભિનેતા તથા ડાયરેક્ટર ફરહાન અખ્તર (Farhan Akhtar) અને રિતેશ સિધવાની (Ritesh Sidhwani)એ 20 વર્ષ પહેલા એક સપનું જોયું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું ટેલેન્ટ બતાવવા માટે બંનેએ સાથે મળીને એક પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી અને તે પ્રોડક્શન હાઉસનું નામ 'એક્સેલ એન્ટરટેઈનમેન્ટ' (Excel Entertainment) રાખવામાં આવ્યું હતું. પોતાના નામની જેમ જ આ પ્રોડક્શન હાઉસ છેલ્લા 20 વર્ષથી એક્સેલ કામ કરી રહ્યું છે. આ બંને મિત્રોએ આ બેનર હેઠળ પહેલી ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ બનાવી. આ બંને મિત્રોને ખબર પણ નહોતી કે આ સફર આટલી સુંદર રહેશે. ‘ઝિંદગી ના મિલેગી દોબારા’, ‘રઈસ’, ‘ગલી બોય’, ‘ફૂકરે રિટર્ન્સ’, ‘લક બાય ચાન્સ’, ‘ડોન’, ‘ડોન 2’ જેવી ફિલ્મો બનાવીને ફરહાન અને રિતેશે વિક્રમ તોડ્યા હતા.

આ પ્રોડક્શન હાઉસના 20 વર્ષ પૂર્ણ થવા પર ફરહાન અને રિતેશ સિધવાનીએ ઈન્સ્ટાગ્રામ પર તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મની ક્લિપવાળા મોન્ટાજ શેર કર્યા છે. જેમાં પહેલો ડાયલોગ સાંભળવા મળે છે, કે ‘આપણે દોસ્ત છીએ અને દોસ્ત રહીશું’. ફરહાને આ વીડિયો શેર કરીને લખ્યું છે કે, "અમે માત્ર ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ બનાવવા ઈચ્છતા હતા. બીજી ફિલ્મના પ્લાન માટે જિંદગીનો આભાર. તમામ અભિનેતા, ડાયરેક્ટર્સ, ટેકનિશિયન, મ્યૂઝિક ડાયરેક્ટક, લીરિક્સ રાઈટર્સ અને તમામ ક્રિએટીવ અને પ્રોડક્શન ટીમનો આભાર કે જેઓ અમારા આ સફરમાં અમારી સાથે રહ્યા. તમારા વગર અને દર્શકોના સ્નેહ વગર આ સફર અધૂરી છે. તમારા સહયોગથી અમારા સપનાઓને પાંખો મળી, થેંક યૂ. 20 વર્ષ બાદ પણ એવું લાગે છે, કે હમણાં જ શરૂઆત કરી છે."

ફરહાને પોતાના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ ફિલ્મોના નામ સાથે પોતાની રિતેશ સિધવાનીની યાદોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફરહાન અખ્તરની આ પોસ્ટ પર તેમના ફેન્સની સાથે બોલીવુડ સેલેબ્સ પણ શુભકામનાઓ આપી રહ્યા છે.


રિતેશ સિધવાનીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, ‘છેલ્લા 20 વર્ષ ખૂબ જ સંતોષજનક રહ્યા. આ સફર દરમિયાન જે પણ યાદો બની, અનુભવ થયા અને નવા મિત્ર મળ્યા, તે તમામનો ખૂબ ખૂબ આભાર. અમને સહયોગ આપવા તમામ લોકોનો ધન્યવાદ. આપણે 20 વર્ષોથી સાથે છીએ.’ ઉલ્લેખનીય છે કે, આ પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલ ફિલ્મ ‘તૂફાન’ થોડા સમયમાં જ રિલીઝ થશે.
Published by:Vinod Zankhaliya
First published: