1983 world Cup : ક્રિકેટ વર્લ્ડ કપ 1983 જીત પછી લતા મંગેશકરે દરેક ખેલાડી માટે 1 લાખ રૂપિયા એકઠા કર્યા
1983 world Cup : ક્રિકેટ વર્લ્ડ કપ 1983 જીત પછી લતા મંગેશકરે દરેક ખેલાડી માટે 1 લાખ રૂપિયા એકઠા કર્યા
83 : આ ફિલ્મ 1983ના વર્લ્ડકપ પર આધારિત છે, ફિલ્મની પટકથા વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમની આસપાસ ફરે છે. ફિલ્મમાં મુખ્ય રોલ રણવીર સિંહે કર્યો છે. તેમણે કપિલદેવની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત દિપીકા પાદુકોણ, પંકજ ત્રિપાઠી જેવા કલાકારો પણ આ ફિલ્મમાં છે આ ફિલ્મનું ડાયરેક્શન કબીર ખાન દ્વારા કરવામાં આવ્યું છે. કબીર ખાન અગાઉ એક થા ટાઇગર અને બજરંગી ભાઈજાન જેવી ફિલ્મ્સ ડિરેક્ટ કરી ચૂક્યા છે.
1983માં જ્યારે ભારતીય ટીમ ચેમ્પિયન બની ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પાસે ખેલાડીઓને આપવા માટે પૈસા નહોતા. વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCIની આર્થિક સ્થિતિ તે સમયે ખૂબ જ ખરાબ હતી
મુંબઈ : 1983માં જ્યારે ભારતીય ટીમ (Indian Cricket Team) ક્રિકેટ વર્લ્ડ કપ 1983 ચેમ્પિયન (Champion) બની ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પાસે ખેલાડીઓને આપવા માટે પૈસા (Money) નહોતા. વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCIની આર્થિક સ્થિતિ તે સમયે ખૂબ જ ખરાબ (Bad) હતી.
1983ના વર્લ્ડ કપની જીતે ભારતમાં ક્રિકેટની રમતને નવો માર્ગ આપ્યો. તે વર્લ્ડ કપ જીતની ક્ષણને ફરીથી યાદ કરાવવા માટે 24 ડિસેમ્બર, શુક્રવારે ફિલ્મ '83' રિલીઝ થઈ છે. કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે.
ટીમ ચેમ્પિયન બની ત્યારે બીસીસીઆઈ પાસે ખેલાડીઓને આપવા પૈસા પણ ન હતા
1983માં જ્યારે ભારતીય ટીમ ચેમ્પિયન બની ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પાસે ખેલાડીઓને આપવા માટે પૈસા નહોતા. વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCIની આર્થિક સ્થિતિ તે સમયે ખૂબ જ ખરાબ હતી. બીસીસીઆઈના તત્કાલીન પ્રમુખ એનકેપી સાલ્વે ખેલાડીઓને એવોર્ડ આપવા માંગતા હતા, પરંતુ પૈસાની અછતને કારણે તેઓ વિવશ હતા.
ખેલાડીઓને પૈસા આપવા લતા મંગેશકર પાસે મદદ માંગવામાં આવી
આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે સાલ્વેએ સ્વર કોકિલા લતા મંગેશકર પાસે મદદ માંગી. ભારતીય ટીમની જીતની ઉજવણી કરવા માટે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં લતા મંગેશકર કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્સર્ટ જબરદસ્ત હિટ રહ્યો હતો અને તેણે 20 લાખ રૂપિયાની કમાણી કરી હતી. બાદમાં ભારતીય ટીમના તમામ સભ્યોને એક-એક લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા.
લતા મંગેશકરની ભારત વિશ્વ વિજેતા ગીત માટે પ્રશંસા થઈ
લતા મંગેશકરે આ કોન્સર્ટમાં ઘણાં ગીતો ગાયાં, પરંતુ 'ભારત વિશ્વ વિજેતા' ગીતની ખૂબ પ્રશંસા થઈ. આ ગીતનું સંગીત લતા મંગેશકર (lata mangeshkar) ના ભાઈ હૃદયનાથ મંગેશકરે આપ્યું હતું, જ્યારે તેના શબ્દો બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર 'ઈંદીવર' દ્વારા લખવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે જ્યારે લતા મંગેશકર સ્ટેજ પર આ ગીત ગાઈ રહ્યા હતા ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ પાછળથી લતાજીના અવાજમાં પોતાના સૂર મિક્સ કરી રહ્યા હતા.
લતા મંગેશકરે આ કોન્સર્ટ માટે બીસીસીઆઈ પાસેથી કોઈ ફી ન લીધી
લતા મંગેશકરે (lata mangeshkar) આ કોન્સર્ટ માટે બીસીસીઆઈ પાસેથી કોઈ ફી લીધી ન હતી. BCCI અને તત્કાલીન ખેલાડીઓએ લતા મંગેશકરના આ યોગદાનને હંમેશા યાદ રાખ્યું હતું. બીસીસીઆઈએ એવો પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે જ્યાં સુધી લતા જીવશે ત્યાં સુધી ભારતના દરેક સ્ટેડિયમમાં મેચ જોવા માટે તેના માટે એક સીટ અનામત રાખવામાં આવશે.
1983ની જીતના 20 વર્ષ પછી, 2003માં, જ્યારે લતા મંગેશકરને તેમની હોસ્પિટલ માટે ભંડોળની જરૂર હતી, ત્યારે BCCI જૂનું દેવું ચૂકવવા આગળ આવ્યું. BCCIએ હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવા માટે ચેરિટી મેચનું આયોજન કર્યું. આ ચેરિટી મેચ 2003 વર્લ્ડ કપ પછી જ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી, જેમાંથી એકત્ર થયેલા પૈસા મંગેશકર હોસ્પિટલને ગયા હતા. લતાજીના પિતાની યાદમાં બનેલ દીનાનાથ મંગેશકર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર પુણેમાં આવેલી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર