BIG NEWS: DRUGS કેસમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સહિત આ સેલેબ્સને EDનું સમન્સ
BIG NEWS: DRUGS કેસમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સહિત આ સેલેબ્સને EDનું સમન્સ
તસવીર- Instagram/rakulpreet/ ranadaggubati
ડ્રગ્સ કેસ(Drugs Case)માં બોલીવુડ કલાકારોની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે 4 વર્ષ જૂના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) એ રકુલ પ્રીત (rakul preet singh) સિંહ, રાણા દગ્ગુબાતી સહિત 10 કલાકારોને પૂછપરછ માટે બોલાવ્યા છે.
નવી દિલ્હી: ડ્રગના કેસમાં બોલીવુડ કલાકારોની (bollywood drugs case)મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે 4 વર્ષ જૂના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)રકુલપ્રીત સિંહ (Rakul Preet Singh), રાણા દગ્ગુબાતી (Rana Daggubati) અને 10 કલાકારોને પૂછપરછ માટે બોલાવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, રકુલ 6 સપ્ટેમ્બરે ED સમક્ષ હાજર થવાનો છે, જ્યારે રાણા દગ્ગુબાતીની 8 સપ્ટેમ્બરે પૂછપરછ કરવામાં આવશે.
ટીઓઆઈમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ડ્રગ્સની દાણચોરીના સંબંધમાં અનેક હસ્તીઓને સમન્સ પાઠવ્યા છે. રકુલ પ્રીત સિંહ અને રાણા દગ્ગુબાતી જેવા બોલિવૂડ કલાકારો ઉપરાંત રવિ તેજા (Ravi teja), ચાર્મી કૌર અને દિગ્દર્શક પુરી જગન્નાથ જેવા ટોલીવૂડ સેલેબ્સ(tollywood celebs)ને પણ એજન્સી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
મળી રહેલા સમાચાર અનુસાર, તમામ સેલેબ્સે 2 થી 22 સપ્ટેમ્બર સુધી તપાસ એજન્સી સમક્ષ હાજર રહેવું પડશે. રવિ તેજાને 9 સપ્ટેમ્બરે એજન્સી સમક્ષ અને 15 નવેમ્બરે મુમૈત ખાનને હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ ચાર વર્ષ જૂની વાત છે. પછી, પુરાવાના અભાવે, એક્સાઈઝ એન્ડ પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટની વિશેષ તપાસ ટીમ (SIT)એ કલાકારો વિરુદ્ધ કાર્યવાહી કરી ન હતી અને ચાર્જશીટ દાખલ કરી ન હતી.
જ્યારે SIT દ્વારા સેલિબ્રિટીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ તેમની સંડોવણીનો ઇનકાર કર્યો હતો. આ કેસ અંગે માહિતી આપતા ઇડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "તેલંગાણા એક્સાઈઝ એન્ડ પ્રોહિબિશન ડિપાર્ટમેન્ટ દ્વારા લગભગ 12 કેસ નોંધ્યા હતા અને 11 ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ 8 લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, મોટાભાગે તેમાંથી નીચલા સ્તરના ડ્રગ સ્મગલર્સ હતા. જેમા સાક્ષી તરીકે એક્સાઈઝ એન્ડ પ્રોહિબિશન અધિકારીઓને બોલાવ્યા છે. જ્યાં સુધી અમને પુરાવો ન મળે ત્યાં સુધી ટોલીવૂડ સેલેબ્સને સાક્ષી ગણવામાં આવશે. તપાસમાં તેમના નામ સામે આવ્યા છે.
બોલીવુડમાં પણ કેટલાક સેલેબ્સને ડ્ર્ગ્સ અંગે મળ્યા છે સમન્સ
બોલીવુડ (Bollywood) ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ મામલે અનેક નવી જાણકારીઓ સામે આવી રહી છે. ત્યાં જ આ વચ્ચે એનસીબી (NCB)એ પોતાની તપાસ સઘન કરી છે. જે હેઠળ એજન્સીએ આ પહેલા પણ અનેક સેલેબ્રિટીની તપાસ કરી ચૂકી છે. જેમાં દિપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપુર અને રકુલપ્રિત સિંહ, ભારતીસિંહ તથા જેવી બોલિવૂડ અભિનેત્રીઓના નામ પણ સામેલ થઈ ચૂક્યા છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર