Home /News /entertainment /

11 બોલિવુડ લીડ કેરેક્ટર્સ, જેમની અનૈતિકતા દર્શકોને આશ્ચર્યચકિત કરે છે અને સમાજમાં અસ્વીકાર્ય છે

11 બોલિવુડ લીડ કેરેક્ટર્સ, જેમની અનૈતિકતા દર્શકોને આશ્ચર્યચકિત કરે છે અને સમાજમાં અસ્વીકાર્ય છે

બોલિવુડમાં કેટલીક એવી ફિલ્મો પણ છે જે વિવિધ દ્રષ્ટીએ વાંધાજનક છે

બોલિવુડની કેટલીક એવી ફિલ્મો વિશે વાત કરી રહ્યાં છીએ, જે જોવામાં તો સામાન્ય લાગે છે પણ આપણા મન પર આવી ફિલ્મોની નેગેટીવ અસર (negative film) થાય છે

ફિલ્મો (Bollywood Movie) એક એવી વસ્તુ છે જે મનોરંજન કરવાની સાથે જ જોનાર પર તેની ભલે નજીવી પણ છાપ ચોક્કસ છોડતી હોય છે. કેટલીક ફિલ્મો એવી હોય છે જે જોયા બાદ કેટલાય દિવસ સુધી આપણા મગજમાં ફર્યા જ કરે છે. કેટલીક ફિલ્મો સારી અને રસપ્રદ હોય છે. તે છતાં બોલિવુડ (Bollywood)માં કેટલીક એવી ફિલ્મો પણ છે જે વિવિધ દ્રષ્ટીએ વાંધાજનક છે. જો તમને લાગી રહ્યું છે કે અમે અંડરવર્લ્ડ રિલેટેડ ફિલ્મો વિશે વાત કરી રહ્યા છીએ તો તેવું બિલકુલ નથી. અમે બોલિવુડની કેટલીક એવી ફિલ્મો વિશે વાત કરી રહ્યાં છીએ, જે જોવામાં તો સામાન્ય લાગે છે પણ આપણા મન પર આવી ફિલ્મોની નેગેટીવ અસર (negative film) થાય છે અને જો ઉંડાણથી નિરિક્ષણ કરીએ તો આવી ફિલ્મો સામાજીક દ્રષ્ટીએ ખામીથી ભરપૂર છે તેવું કહેવામાં કશું જ ખોટું નથી. ફિલ્મ અને તેની સ્ટોરી લાઈન કરતા પણ ફિલ્મના મેલ લીડ કેરેક્ટર્સ વધુ નિરાશા અને ગુસ્સો પેદા કરે છે, સાથે જ અનૈતિક વ્યવહાર પણ કરે છે. આજે આપણે આવી જ 11 ફિલ્મો અને તેમના લીડ કેરેક્ટર્સ વિશે વાત કરીશું જે ખરેખર ટોક્સિક છે.

બરેલી કી બર્ફી – આયુષ્યમાન ખુરાના ઉર્ફે ચિરાગ

બરેલી કી બર્ફી રોમાન્સ કોમેડી ફિલ્મ હતી, જેમાં લીડ કપલમાં આયુષ્યમાન ખુરાના અને કૃતિ સેનન હતા. ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના એક ચાર્મિંગ કેરેક્ટકર છે, પરંતુ જ્યારે તે વિશ્વાસધાત કરવા પર ઉતરી આવે છે અને પોતાના ખોટા ઈરાદાઓ માટે રાજકુમાર રાવને હાયર કરે છે, તો આ બધો જ ચાર્મ આપણા મગજમાંથી નિકળી જાય છે. આ આખા લોજીક પાછળ જો ફિલ્મ મેકર્સનો આઈડિયા ઓડિયન્સને હસાવવાનો હોય તો ચોક્કસથી આમાં મેકર્સ ફેઈલ થયા છે. આ સિકવન્સમાં ચિરાગને અનૈતિક અને લુચ્ચો કહેવામાં કશુંય ખોટું નથી કેમ કે તેના સ્વાર્થ માટે ચિરાગે તેના મિત્ર અને પ્રેમિકા બન્નેનો વિશ્વાસ તોડ્યો અને તેમની સાથે રમત રમી.

રેહના હૈ તેરે દિલ મે - આર માધવન ઉર્ફે મેડી

ફિલ્મનું સુપર હિટ સોન્ગ 'સચ કેહ રહા હૈ દિવાના' હજી પણ આપણા દિલમાં વસેલું છે. આ ફિલ્મમાં આર માધવન અને દિયા મિર્ઝાની જોડી વચ્ચેની કેમિસ્ટ્રી એટલી જોરદાર હતી કે આટલા વર્ષો પછી પણ લોકો તેમની જોડીને ફરી એકવાર સાથે જોવા માટે ફિલ્મના સિક્વલની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરી લાઈન લોકોને ખૂબ પસંદ આવી પણ નૈતિકતાની રીતે જોવામાં આવે તો ફિલ્મના પાયામાં અને તેની લીડ હીરોમાં પણ કેટલીક ખામી છે તે કહેવામાં કશું જ ખોટું નથી. અસલ જીંદગીમાં શું તમે કોઈ એવા વ્યક્તિને સરળતાથી માફ કરી શકશો જેણે માત્ર તમને ઈમ્પ્રેસ કરવા માટે કોઈની અન્યની ઓળખ બતાવી હોય અથવા તમારી સાથે ખોટું બોલ્યો હોય? કદાચ ના, આ એક સાયકોપાથ વ્યક્તિ તરીકે હીરોને રિપ્રેઝન્ટ કરે છે.

રાંઝણા – ધનુષ ઉર્ફે કુન્દન

પ્રેમ કરવા અને તેને જાહેર કરવાના ઘણા રસ્તા છે, પણ મારા અંગત મતે મારું એવુ માનવું છે કે જાણતા અથવા અજાણતા આ ફિલ્મે લોકોમાં ખાસ કરી યુથમાં એક એવો મેસેજ આપ્યો કે તમારા પ્રેમને જાહેર કરવા અથવા પ્રેમ મેળવવા સ્ટોકિંગ (stalking) કરવું કે કોઈનો સતત પીછો કરવો બરાબર છે. ફિલ્મમાં કુન્દનને માત્ર સ્ટોકર જ નહીં પણ મિત્રતાના નામે બિંદીયા સાથે પણ ગેરવર્તન કરતો પણ દર્શાવવામાં આવ્યો છે. આ પ્રકારની હિંસક અને ભયાવહ વ્યવહારને ફિલ્મોમાં દર્શાવવામાં આવે તે વાત બિલકુલ સ્વીકાર્ય નથી.

કબીર સિંહ – શાહિદ કપૂર ઉર્ફે કબીર

ફિલ્મ કબીર સિંહ રિલીઝના સમયથી જ ચર્ચામાં રહી. ફિલ્મમાં દર્શાવવામાં આવેલ હિંસક વ્યવહાર અને ગેરવર્તનને બિલકુલ સ્વીકારી શકાય એમ નથી. ફિલ્મમાં હિંસક વર્તનને સામાન્ય દર્શાવવામાં આવ્યું છે અને બતાવવામાં આવ્યું છે કે મહિલાઓ તેમની સામે થતા દુરવ્યવહાર સામે અવાજ ના ઉઠાવે તે યોગ્ય છે. ફિલ્મની સૌથી વાહિયાત અને ખરાબ વાત એ ગણી શકાય જ્યારે મેકર્સ તરફથી એ વાતનું સમર્થન કરવામાં આવ્યું કે જ્યારે 2 વ્યક્તિઓ એકબીજા સાથે પ્રેમમાં હોય તો શારિરીક હિંસા કે મારપીટ યોગ્ય છે, જો આમ નથી થતું તો આ પ્રેમ નથી.

3 ઈડિયટ્સ – આમિર ખાન ઉર્ફે રેન્ચો

એ વાતમાં કોઈ શંકા નથી કે ફિલ્મમાં આમિર ખાન એક જીનીયસ અને હોંશિયાર વિદ્યાર્થીના પાત્રમાં હતો પણ જનીયસની સાથે તે એક લુચ્ચો અને ચાલાક મિત્ર હતો. રેન્ચો ફિલ્મમાં પોતાના મિત્રોને પરિક્ષા અંગે ચિંતા કરવા કે તેને ગંભીરતાથી લેવાની કાયમ ના પાડતો દેખાય છે, જ્યારે તો પોતે દરેક વર્ષે ટોપ કરે છે. બીજી વાત એ કે પોતાની વાત સાબિત કરવા માટે તે લોકો પર ખરાબ જોક્સ મારતો પણ દેખાય છે. ફિલ્મમાં તેણે ચતુરની જે સ્પીચ લખી તે હાસ્યાસ્પદ ઓછી પણ તેના અસંવેદનશીલ વ્યવહારની ઝલક વધુ હતી.

દિલ ચાહતા હૈ - આમિર ખાન ઉર્ફે આકાશ

એક યુવાન કે યંગસ્ટર તરીકે જ્યારે પણ આ ફિલ્મ આપણે જોઈએ તો આપણને એવું લાગે છે કે આકાશ એક સારો અને કુલ વ્યક્તિ છે. પણ જ્યારે એક એડલ્ટ તરીકે ફિલ્મ જોઈએ ત્યારે સમજાય છે કે ના, આકાશ નહીં પણ સીડ એક સારો પાત્ર છે. જે વ્યવસ્થિત, યોગ્ય અને સંવેદનશીલ છે. આકાશ એક એવો વ્યક્તિ છે જે બીજાની લાગણીઓની કદર કરતો નથી અને તેનો મજાક બનાવે છે. તેને પસંદ કરતી છોકરીનો જે રીતે તે મજાક ઉડાવે છે અને તેની મિત્રોના સંબંધો વિશે જે પ્રકારે ટીકા ટિપ્પણી કરતો દેખાય છે તે બિલકુલ યોગ્ય નથી.

કોકટેલ – સૈફ અલિ ખાન ઉર્ફે ગૌતમ

ગૌતમ બે બેસ્ટ ફ્રેન્ડસ વચ્ચે વિવાદ ઉભા કરે છે અને આપણા સ્ટીરીયોટાઈપ સમાજનું એક ઉદાહરણ છત્તું કરે છે. ગૌતમ અલગ અલગ છોકરીઓ સાથે અફેર કરે છે, પાર્ટીઓ કરે છે અને અચાનક એક કરીબી છોકરીના પ્રેમમાં પડી જાય છે અને બધાને છોડી દઈ સેટલ થવાનો નિર્ણય કરી લે છે. આ બિલકુલ અયોગ્ય છે.

સોનુ કે ટીટુ કી સ્વીટી – કાર્તિક આર્યન ઉર્ફે સોનુ

કાર્ચિક આર્યનની કરિયરની શરૂઆતી ફિલ્મોમાં મોટાભાગના તેના કેરેક્ટર્સ વાંધાજનક છે. પ્યાર કા પંચનામા ફિલ્મમાં વાંધાજનક રોલ કર્યા પછી તેણે જોણે આ સિલસિલો આગળ વધારવાનું જ નક્કી કરી લીધું હોય તે રીતનું કેરેક્ટર તેણે SKTKSમાં ભજવ્યું. ફિલ્મમાં સોનુએ છોકરી સાથે ગેમ રમી અને તેની મિત્રને એ જ કરવા પ્રેરિત કર્યો જે તે ઈચ્છતો હતો. ફિલ્મમાં મહિલાઓને ઓબ્જેક્ટિફાય કરવામાં આવી. તે પોતાના મિત્રને સલાહ આપે છે કે કોઈ એક છોકરી સાથે લગ્ન કરવાને બદલે ફ્લિંગ કરવું અને ત્યાર પછી બીજી છોકરીની મદદ લઈ તણે પોતાનું ધાર્યું કરવા માટે બધા સાથે વિશ્વાસધાત કર્યો.

બદ્રીનાથ કી દુલ્હનીયા – વરુણ ધવન ઉર્ફે બદ્રી

વરુણની હમ્પ્ટી શર્મા અને બદ્રીનાથ કી દુલ્હનીયા બન્ને ફિલ્મો વાંધાજનક છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે હીરો ફિલ્મની હિરોઈનનો છેક સિંગાપોર સુધી પીછો કરે છે, નવા દેશમાં તેને હેરાનગતિ કરે છે અને તેની લાઈફ દયનીય બનાવે છે. ફિલ્મની આ વાતો અસ્વીકાર્ય છે.

શિદ્દત – સન્ની કૌશલ ઉર્ફે જગ્ગી

ફિલ્મમાં હિરોઈનનું દિલ જીતી લેવાનું હિરોનું ઓબ્સેશન ખૂબ વિચિત્ર કહી શકાય. એક સારી કેમ્પસ લવ સ્ટોરી આગળ જતા નકામી જીદમાં પરિવર્તિત થઈ જાય છે. જીદને કારણે તે ન કરવાનું કામ કરે છે અને ઈંગ્લિશ ચેનલ ક્રોસ કરે છે. આ ફિલ્મમાં એક ખોટી વાત એ રજૂ કરવામાં આવી છે કે જો તમારો પ્રેમ સાચો હોય તો અયોગ્ય અને ગેરવ્યાજબી હરકતો યોગ્ય છે.

આ પણ વાંચોઆલિયા ભટ્ટની કમાણીથી પિતા મહેશ ભટ્ટ ખુશખુશાલ, કહ્યું- 'મેં 50 વર્ષમાં આટલા પૈસા નથી કમાયા'

એ દિલ હૈ મુશ્કિલ – રણબીર કપૂર ઉર્ફે અયાન

છોકરાઓ ક્યારે સમજશે કે કોઈ છોકરી ના પાડે છે તે સ્પષ્ટ રીતે તેની ના છે. કરણ જોહરની ફિલ્મોમાં આ એક કોમન ફનોમિના છે, જ્યાં એક છોકરી સ્પષ્ટતા કરે છે કે છોકરો તેના માટે માત્ર મિત્ર જ છે. છતાં ફિલ્મના લીડ કેરેક્ટર ફિલ્મના અંત સુધી છોકરીને તેમના પ્રેમમાં પાડવાના પ્રયત્નો જ કરતા દેખાય છે. આવું ક્યાં સુધી ચાલશે? હવે તો આ 21મી સદી છે અને આ બધું હવે બંધ કરવાની જરૂર છે.
First published:

Tags: Bollywood Interesting story, Bollywood Latest News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन