એવા 10 એક્ટર જેમણે DC અને માર્વેલની ફિલ્મોમાં પણ ભજવી છે યાદગાર ભૂમિકા

એવા 10 એક્ટર જેમણે DC અને માર્વેલની ફિલ્મોમાં પણ ભજવી છે યાદગાર ભૂમિકા
DC અને માર્વેલ્સનાં ચાહકો

આમ તો બંને યુનિવર્સના ફેન્સ પોતાને ગમતા પાત્રને શ્રેષ્ઠ ગણે છે. જબરી ખેંચતાણ જામે છે, પરંતુ ઘણા કલાકરો એવા છે જેમણે બંને યુનિવર્સમાં રોલ ભજવ્યો હોય. અહીં એવા 10 કલાકરોની યાદી જાહેર કરી છે.

  • Share this:
માર્વેલ અને DC યુનિવર્સના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. કોમિક્સ બૂક પરથી  ફિલ્મ બન્યા  બાદ આ સંખ્યમાં ખૂબ મોટો વધારો થયો છે. આમ તો બંને યુનિવર્સના ફેન્સ પોતાને ગમતા પાત્રને શ્રેષ્ઠ ગણે છે. જબરી ખેંચતાણ જામે છે, પરંતુ ઘણા કલાકરો એવા છે જેમણે બંને યુનિવર્સમાં રોલ ભજવ્યો હોય. અહીં એવા 10 કલાકરોની યાદી જાહેર કરી છે.

રસેલ ક્રો /થોર: લવ એન્ડ થંડરની કાસ્ટમાં અભિનેતા રસેલ ક્રોનો ઉમેરો થયો છે. માર્વેલ હીરો થોર માટેની ચોથી સોલો મૂવીની તૈયારી તાઈકા વેઇટીટી દ્વારા કરવામાં આવી રહી છે અને તેમાં ક્રિસ હિમ્સવર્થ, નતાલી પોર્ટમેન, ટેસા થોમ્પસન, ક્રિસ પ્રેટ અને ક્રિશ્ચિયન બેલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મેટ ડેમન, મેલિસા મેકાર્થી અને લ્યુક હેમ્સવર્થનો કેમિયોમાં જોવા મળશે. ક્રોની ભૂમિકા શું હશે તેની હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ થોર: રાગનારોક સાથેના વેઇટિટીના રેકોર્ડને જોતાં તેમની ભૂમિકા ચોક્કસપણે યાદગાર બની રહેશે. જો કે, તેણે ડીસી યુનિવર્સમાં યાદગાર ભૂમિકા ભજવી છે. ડીસી એક્સટેન્ડેડ યુનિવર્સ ફિલ્મોમાં સુપરમેનના પિતા તરીકે જોર-એલની ભૂમિકા ભજવી હતી.ક્રિશ્ચિયન બેલ હવે થોર: લવ એન્ડ થંડરમાં વિલનની ભૂમિકા ભજવશે. ક્રિસ્ટોફર નોલનની ધ ડાર્ક નાઈટ ટ્રિલોજીમાં બ્રુસ વેઇન(બેટમેન) તરીકે તેની ખ્યાતનામ ભૂમિકા જોવા મળી હતી. ડાર્ક નાઈટમાં હાર્વી કેન્ટે કહેલો ડાયલોગ "તમે કાં તો હીરોની મૃત્યુ પામો છો અથવા તમારી જાતને વિલન બનતા જોવો છો," બેલનો લાગુ પડે છે.

રાયન રેનોલ્ડ્સ/ડેડપુલ- રાયન રેનોલ્ડ્સે ઐતિહાસિક માર્વેલ હીરો ડેડપુલની ભુમિકા ભજવી છે. જોકે 2011ની DC ફિલ્મ ગ્રીન લેન્ટાર્નની ભૂમિકા તેના માટે ખરાબ સ્વપ્ન બની ગયું છે. હકીકતમાં ડેડપૂલ 2માં આ બાબતે પ્રકાશ પડતું એક દ્રશ્ય પણ છે. રાયન રેનોલ્ડ્સ તેના DC રોલ અંગે ઘણા જોક્સ પણ કર્યા છે. રેનોલ્ડ્સ DC કરતા માર્વેલ હીરોની ભૂમિકામાં ખુશ છે.

ટોમ હાર્ડી/વેનોમ- ટોમ હાર્ડી માર્વેલ એન્ટી હીરો વેનોમની ભૂમિકા ભજવી ચુક્યો છે. આગાઉ તે માટે ધ ડાર્ક નાઈટ રાઇઝિસ (2012) જોરદાર વિલન બેનનો રોલ ભજવી ચુક્યો છે. 2018ની સોની ફિલ્મમાં એડીનું પાત્ર ભજવ્યું હતું. જે અંતે વેનોમ બની જાય છે.

ઝાચેરી લેવી/ શાઝમ- 2019માં તેણે ડીસીના બાળ સુપરહીરો શાઝમ ભજવ્યું હતું તે પહેલાં થોર: ધ ડાર્ક વર્લ્ડમાં થોરનો મિત્ર ફેંડરલ તરીકે તે જોવા મળ્યો હતો. ફેંડ્રલનો વારસો થોડો જટિલ છે, માર્વેલમાં લેવીના રોલમાં અસમાનતા જોવા મળી હતી. પ્રથમ ભાગમાં શેડ્યૂલિંગ વિરોધાભાસને કારણે લેવીએ પ્રોજેક્ટ છોડી દીધો હતો. બીજી થોર ફિલ્મ દરમિયાન તે પાછો ફર્યો હતો, પરંતુ તેની ભૂમિકા ખૂબ ટૂંકી હતી. થોર: રાગનરોકમાં વિલન હેલા દ્વારા પળભરમાં તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો.

હેલ બેરી- પ્રથમ એક્સ-મેન (2000)અને એક્સ2: એક્સ-મેં યુનાઇટેડ (2003)માં સ્ટોર્મ સુપરહીરોના રોલમાં જોવા મળી હતી. ત્યારબાદ તે 2004માં ડીસી એન્ટી હીરો કેટવુમનની ભૂમિકા પણ તેણે નિભાવી હતી. જો કે, આ ફિલ્મને નિષ્ફળતા મળી હતી. હેલ બેરી એક્સ-મેન: લાસ્ટ સ્ટેન્ડ અને એક્સ-મેન: ડેઝ ઓફ ફ્યુચર પાસ્ટમાં પણ જોવા મળી હતી.

બેન એફેલેક- કોમિક્સના સૌથી મનગમતા સુપરહીરો બેટમેનનું પાત્ર ભજવનાર બેન એફેલેક એક સમયે ડેરડેવિલના પાત્રમાં દેખાયો હતો. 2003માં બેનએ માર્વેલ પાત્ર ડેરડેવિલ ભજવ્યું હતું, જેમાં તેની ભૂતપૂર્વ પત્ની જેનિફર ગાર્નરે એલેકટ્રાનું પાત્ર ભજવ્યું હતું. ડેરડેવિલ હિટ નહતી. જ્યારે બેટમેન વિ સુપરમેન: ડાઉન ઓફ જસ્ટિસ (2016), જસ્ટિસ લીગ (2017) અને ઝેક સ્નેડરની જસ્ટિસ લીગ (2021)માં બેટમેનનું પાત્ર ભજવી તે સુપરહિટ સાબિત થયો હતો. તેણે સુસાઇડ સ્કવોડમાં કેમિયો પણ કર્યો હતો.

માઇકલ કીટોન-1989ના બેટમેન અને 1992ની બેટમેન રિટર્ન્સમાં માઇકલ કીટનનું પાત્ર યાદગાર બની ગયું હતું. આ રોલ ભવિષ્યના કલાકારો માટે આગવી ઓળખ બની ગયો છે. તેણે 2017ની ફિલ્મ સ્પાઇડર મેન: હોમકમિંગમાં પણ અભિનય કર્યો હતો.

જે.કે. સિમોન્સ- સ્પાઇડર મેન ફિલ્મમાં ન્યુઝ એડિટરના પાત્ર તરીકે જે કે સિમોન્સ અમર થઈ ગયા. તેમણે માર્વેલની અન્ય સુપરહીરો ફિલ્મમાં પણ રોલ કરતો હતો. જોકે, જસ્ટિસ લીગ (2016) અને ઝેક સ્નેડરની જસ્ટિસ લીગ (2021)માં કમિશનર જેમ્સ ગોર્ડન તરીકે પણ રોલ કર્યો છે.

ડેની હસ્ટન- એક્સ-મેન ઓરિજિન્સ: વુલ્વરીન જનરલ વિલિયમ સ્ટ્રાઇકરની ભૂમિકા ડેની હસ્ટને ભજવી હતી. આ ફિલ્મમાં તે મ્યુટન્ટ્સને નફરત કરતો દર્શાવવામાં આવ્યો છે. કારણ કે તેનો એક પુત્ર પણ મયૂટન્ટ હતો. તેણે ડીસી યુનિવર્સની ફિલ્મ વંડર વુમનમાં પણ કામ કર્યું છે. જેમાં તેણે જર્મન રાજકારણી એરિક લ્યુડેન્ડર્ફની ભૂમિકા ભજવી હતી.

તાઓ ઓકામોટો- 2013ના ધ વુલ્વરીનમાં તાઓ ઓકામોટોએ જાપાનની યશિદા કંપનીની વારસદાર મેરીકો યશિદાની ભૂમિકા ભજવી હતી. અબજોપતિ શિંગેન યશિદાને બચાવવા વુલ્વરીન પ્રયત્ન કરે છે. તે પછી તેની સાથે રોમેન્ટિક સંબંધ શરૂ થાય છે. આ સફળ ફિલ્મ હતી છતાં, તેમણે 2016ની ફિલ્મ બેટમેન વિ સુપરમેન: ધ ડાઉન ઓફ જસ્ટિસમાં લેક્સ લુથરના સેક્રેટરી તરીકે નાની ભૂમિકા ભજવી હતી.

વિલેમ ડેફો-વિલેમ ડેફોએ ગ્રીન ગોબ્લિનના પાત્રને ન્યાય આપ્યો હતો. અભિનેતાએ 2000ના દાયકાની શરૂઆતમાં સેમ રેમીની સ્પાઇડર મેન ફિલ્મોમાં સ્પાઇડર મેન ફિલ્મમાં આ પાત્ર ભજવ્યું હતું. તાજેતરમાં જ તે ડીસીના એક્વામેનમાં ન્યુઇડીસ વલ્કો તરીકે જોવા મળ્યો હતો.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ