Home /News /entertainment /જાણો '102 નોટ આઉટ' ફિલ્મે પહેલા દિવસે કેટલી કમાણી કરી?

જાણો '102 નોટ આઉટ' ફિલ્મે પહેલા દિવસે કેટલી કમાણી કરી?

    અમિતાભ બચ્ચન અને રિશિ કપૂરની જોડી હિટ સાબિત થઈ છે. અમિતાભ બચ્ચન અને રિશિ કપૂરની ફિલ્મ '102 નોટ આઉટ'એ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 3.52 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની કમાણીને જોતા કહી શકાય કે આ ફિલ્મ પહેલા દિવસે કમાણીના મામલામાં પાછળ રહી ગઈ છે.

    આ ફિલ્મ માટે રિશિ કપૂર અને અમિતાભ બચ્ચને ઘણું પ્રમોશન્સ કર્યું હતું. મીડિયા ઈવેન્ટ્સથી લઈને પબ્લિક અપીયરંસ સુધી પ્રમોશન કર્યું હતું. છતાં પણ આ ફિલ્મ પહેલા દિવસે 5 કરોડની પણ કમાણી કરી શકી નથી. ફિલ્મમાં અમિતાભ અને રિશિ કપૂર જેવા સારા અને ફેમસ એકટર હોવા છતાં દર્શકોને થિયટરો સુધી લાવવામાં અસફળ રહ્યાં છે.



    ઉમેશ શુક્લા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન 102 વર્ષનાં પિતા અને રિશિ કપૂર 75 વર્ષનાં પૂત્રનાં રોલમાં નજર આવે છે. આ ફિલ્મનાં રાઇટર અને ડિરેક્ટર સૌમ્ય જોષી છે. ફિલ્મ નાટક પરથી આધારિત છે નાટક મુજબ પિતા અને પૂત્રનો સ્વભાવ તદ્દન વિરુદ્ધ છે. પિતા ખુબ જ સકારાત્મક અભિગમ ધરાવે છે જ્યારે પૂત્ર ખુબજ નકારાત્મક. આ ફિલ્મને ડિરેક્ટ ઓહ માય ગોડનાં ડિરેક્ટર ઉમેશ શુક્લા કરી રહ્યાં છે.

    ફિલ્મની કમાણીની વાત કરીએ તો આશા છે કે વીકેન્ડ્સમાં આ ફિલ્મ સારી એવી કમાણી કરી શકે છે.
    " isDesktop="true" id="760966" >
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: 102 Not out, Rishi Kapoor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन