Home /News /entertainment /તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મોના 10 પાવરફુલ સીન, જે વાસ્તવિકતાની ખૂબ નજીક હતા
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મોના 10 પાવરફુલ સીન, જે વાસ્તવિકતાની ખૂબ નજીક હતા
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મોના 10 પાવરફુલ સીન, જે વાસ્તવિકતાની ખૂબ નજીક હતા
મહિલાઓ લગ્ન પછી કેવી પરિસ્થિતીઓનો સામનો કરે છે તે બાબત પર આધારિત દમ લગા કે હઈશા જેવી કોમેડી ડ્રામાથી લઈ જાતિવાદ પર આધારિત આર્ટિકલ 15 સુધીની ફિલ્મો હવે સમાજની વાસ્તવિકતા બતાવતી અને ડાયનેમિક થઈ ગઈ છે.
હવેના સમયમાં એક્ટર્સ (Actors) અને ફિલ્મમેકર્સ (film maker) દર્શકોને સારું કન્ટેન્ટ આપવા માટે મોટા ચેલેન્જ લેવા પણ તૈયાર થઈ જાય છે. આવું કરતી વખતે સેન્સરશીપનો ભય અથવા સમાજના કોઈ નિશ્ચિત વર્ગ તરફથી થનાર અસ્વીકૃતિ અને ટીકા વિશે પણ તે વિચાર કરતા નથી. હવે એક્ટર્સની આ કાબિલિયતને લોકો વખાણતા થયા છે. મહિલાઓ લગ્ન પછી કેવી પરિસ્થિતીઓનો સામનો કરે છે તે બાબત પર આધારિત દમ લગા કે હઈશા (dam lagaake haishaa) જેવી કોમેડી ડ્રામાથી લઈ જાતિવાદ પર આધારિત આર્ટિકલ 15 (artical 15) સુધીની ફિલ્મો હવે સમાજની વાસ્તવિકતા બતાવતી અને ડાયનેમિક થઈ ગઈ છે. હવે બોલીવુડ મૂવીઝ (Bollywood Movie)ના ડાયલોગ્સ અને સીન વચ્ચે રીલ અને રિયલ વચ્ચેનો ભેદ ઘટવા લાગ્યો છે, જેને કારણે સ્ક્રીનના ફિક્શન પાત્રો પણ આપણાં જીવન સાથે તાલમેલ અને મેળ ખાતા હોય તેવા લાગવા લાગે છે. આજે આપણે અહીં એવી 11 ફિલ્મો વિશે વાત કરીશું જે હાલમાં જ રિલીઝ થઈ છે અને તેમા ફિલ્માવવામાં આવેલા દ્રર્શ્યો આપણને આપણી વાસ્તવિકતા પર વિચાર કરવા પર મજબૂર કરે તેવા છે.
શેરશાહઃ જ્યારે વિક્રમ બત્રા અને તેમની ટીમ પોતાના એક સાથીદારની મોત પર દુઃખી થાય છે. ફિલ્મમાં જ્યારે વિક્રમ બત્રા અને તેમની આર્મી ટીમ પોતાના એક સાથીદારને ગુમાવ્યા બાદ દુઃખી થાય છે, ત્યારે એકવાત યાદ કરાવે છે કે ભલે યુધ્ધમાં લડવું એ બહાદુરીનું કામ છે, પણ તે બાદ કોઈને અલવિદા કહેવું ખૂબ અઘરું છે.
દિલ ધડકને દોઃ જ્યારે ફરહાન અખ્તર બધા સાથે ફેમિનિઝમ અને ઈક્વાલિટી વિશે વાત કરે છે. ફિલ્મમાં એકતરફ જ્યાં આયશા અને માનવના લગ્નજીવનમાં ઘણાબધા પ્રશ્નો છે, ત્યારે તે પોતે પોતાના અધિકાર અને લાગણીઓ ઓળખી શકતો નથી અને આ લાગણીઓ તેની માટે બોજ બની જાય છે. ફિલ્મના એક સીનમાં જ્યારે માનવ બધાને કહે છે કે આયેશાને તેના માતા પિતા દ્વારા કામ કરવાની પરમિશન મળી એટલા માટે આજે આયેશા સક્સેસફુલ છે, ત્યારે સની તેની આ વાત પર પ્રતિક્રિયા આપે છે અને ફેમિનીઝમ અને ઈક્વાલિટી વિશે વાત કરે છે. વિદ્યા બાલન જ્યારે કહે છે કે દરેક સ્ત્રી પર માં બનવાનુ દબાણ કરવામાં આવે એ યોગ્ય નથી. ફિલ્મમાં વિદ્યાની માં અને સાસુ તેને મળવા આવે છે અને સરપ્રાઈઝ આપે છે અને પછી તેની સાથે બાળકો વિશે વાત કરે છે. આ વાતચીતમાં મોટાભાગે બસ એક પરણીત સ્ત્રી તરીકે તેણે કેવી રીતે ઘરેણાં પહેરી તૈયાર થવું અને હવે પોતાના બાળકો વિશે વિચારવું જેવી સલાહ આપવામાં આવે છે. તેની પોતાની મા પણ બાળકો વિના તેનું ભવિષ્ય અંધકારમય હશે તેવી વાતો તેની સાથે કરતી જોવા મળે છે.
પગલેટઃ જ્યારે સંધ્યા પૂજામાં તેની મુસ્લિમ બહેનપણી નાઝિયાને બોલાવે છે, સર્વસમાનતા પર પાઠ ભણાવવા તેની સાથે ઉભી રહે છે. નાઝિયા એક મુસ્લિમ છે અને સંધ્યાની બહેનપણી છે. સંધ્યાના સાસરિયા એક મુસ્લિમ વ્યક્તિના તેમના ઘરે જમવા પર વાંધો વ્યક્ત કરે છે પણ સંધ્યા સ્ટ્રાઈકિંગ સીનમાં તેના સાસરિયાઓનો વિરોધ કરે છે અને તેની મિત્રનો સાથ આપે છે.
આર્ટિકલ 15- જ્યારે અયાન સબઓર્ડિનેટને જાતિવાદ વિશે પૂછે છે. આયુષ્યમાન ખુરાના જે ફિલ્મમાં એક બ્રાહ્મણ પોલિસ અધિકારીની ભૂમિકામાં છે, તે એક દલિત છોકરીના બળાત્કાર અને હત્યાના કેસની તપાસ દરમ્યાન પોતાના સબઓર્ડિનેટને જાતિવાદ વિશે પૂછે છે.
ઝિંદગી ના મિલેગી દોબારાઃ જ્યારે અર્જુન કબીરને તેની સગાઈ અંગે એક રિયાલીટી ચેક કરાવે છે. ફિલ્મમાં જ્યારે અર્જુન કબીરને સમજાવે છે કે કોઈ ખોટા કારણ કે દબાણને કારણે કોઈ સાથે લગ્ન કરવા એ લગ્ન તૂટી જવા કરતા પણ ખરાબ છે. આ સીન આપણને એક શીખામણ આપે છે કે જો તમે કોઈ સંબંધમાં ખુશ નથી તો એ સંબંધ ક્યારેય પણ ટકી શકશે નહી.
થપ્પડઃ જ્યારે અમૃતાના પિતાને ખબર પડે છે કે લગ્ન પછી તેની પત્નીને પણ પોતાના સપનાની કુરબાની આપવી પડી છે. અમૃતાના પિતા એક શ્રેષ્ઠ પિતા દર્શાવાયા છે અને તેમણે અમૃતાને એક સ્વાભિમાની અને ઈન્ડિપેન્ડન્ટ છોકરી તરીકે ઉછેરી છે, તે છતા પણ તે પોતાની પત્નીનાં સપનાઓની કુબાનીને ઓળખી શકતો નથી.
ધ વ્હાઈટ ટાઈગરઃ જ્યારે બલરામને તેના ગુરુની અસલીયત ખબર પડે છે અને અશોકના પરિવાર તરફથી તેની સાથે દુરવ્યવહાર કરવામાં આવે છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં બલરામ એ જણાવે છે કે પક્ષીની જેમ કોઈના જાળમાં ફસાઈ જવાય તો કેવું લાગે છે, આ ઉદાહરણથી તે દેશના ગરીબ લોકોની માનસિકતા દર્શાવવાનો પ્રયત્ન કરે છે. પણ જ્યારે તેને ખબર પડે છે કે જે ગુરુની તે પૂજા કરે છે અને તેમના સારાં માટેની પ્રાર્થના કરે છે તે મોટાભઆગે તેમની લાગણીઓની અદેખાઈ જ કરે છે.
પંગાઃ જ્યારે મીનૂ અરેન્જ મેરેજ માટે એક છોકરા અને તેના પરિવારને મળે છે. જ્યારે મીનૂ છોકરાના પરિવારને મળે છે ત્યારે તે લોકો મીનૂના કબ્બડી રમવાને લઈને વાંધો વ્યક્ત કરે છે અને મીનૂને પૂછે કે શું કબ્બડીમાં સારા પૈસા મળે છે? ત્યારે જવાબમાં મીનૂ કહે છે, ટાઈમ પૂરો થઈ ગયો છે, સમોસા ખાઈને જશો? સરસ છે પણ મે નથી બનાવ્યા.
દમ લગા કે હઈશાઃ જ્યારે સંધ્યા પોતાની વ્યથા જણાવતા કહે છે કે તે એક એવા વ્યક્તિ સાથે લગ્નજીવનમાં છે જે તેને એ રીતે કોઈ દિવસ પ્રેમ નહી આપી શકો જે રીતે તે ડિઝર્વ કરે છે. સંધ્યા પોતાના પતિના ઘરે સેટ થવાનો પૂરી રીતે ટ્રાય કરે છે પણ તેના વધુ વજનને કારણે ગમે તે રીતે તેને અપમાનિત કરવામાં આવે છે. આ બધાની કંટાળીને સંધ્યા પોતાના લગ્ન જીવનનો અંત કરવાનો નિર્ણય કરે છે. જ્યારે તેને આમ કરવાનું કારણ પૂછવામાં આવે છે તો તે કહે છે કે પ્રેમ સાથે તેની લગ્ન કરવામાં આવ્યા હતા પણ તેના લગ્ન જીવનમાં પ્રેમ તો હતો જ નહી.
અજીબ દાસ્તાનઃ જ્યારે ગીલી પુચીમાં ભારતીની સહકર્મી તેને પૂછે છે કે તેની જાતિને કારણે શા માટે તે નોકરીમાં સારી પોસ્ટ નથી મેળવી શકતી. ભારતી એક લાયક કર્મી છે અને મહેનતૂ સાથે જ ક્વીક લર્નર પણ છે જે કંપની વર્કરથી ડેટા ઓપરેટર તરીકે પ્રમોટ થવાનો વિચાર કરી રહી છે. તે એ પોઝિશન માટે એક સારો વિકલ્પ હતી તે છતા પ્રિયા શર્મા જે યોગ્ય લાયકાત ધરાવતી નહતી પણ સુદર અને બ્રાહ્મણ હોવાને કારણે નોકરી મેળવી લે છે. ત્યારે દશરથ સાથે વાત કરતા ભારતી કહે છે, મને આ નોકરી કેમ ના મળી, કેમ કે હું તેની જેમ મેકઅપ નથી કરતી?” ત્યારે જવાબ આપતા દશરથ કહે છે, ના, તને નોકરી ના મળી કેમ કે આપણે દલિત છે. કેમ કે તારી અટકમાં મિશ્રા અને શર્મા નથી. આપણને આ લોકો ટેબલ માત્ર જમવા ટે આપશે પણ તે ટેબલ પર નોકરી ક્યારેય નહી આપે. કોંકણાએ ફિલ્મમાં તેનું પાત્ર એટલી બખૂબીથી નિભાવ્યું છે કે તેને જોયા બાદ પણા દેશમાં દલિતોની સ્થિતીને લઈને આપણને ખરેખર દુઃખ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર