આ કારણોથી PM મોદી માટે સૌથી અગત્યની છે ગુજરાત 2017ની ચૂંટણી

Network18 | News18 Gujarati
Updated: October 27, 2017, 2:16 PM IST
આ કારણોથી PM મોદી માટે સૌથી અગત્યની છે ગુજરાત 2017ની ચૂંટણી
Network18 | News18 Gujarati
Updated: October 27, 2017, 2:16 PM IST
ગુજરાતમાં જેમ વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ. નવી સરકારની ચૂંટણીની ઔપચારિક તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. ભલે ચૂંટણીને હજુ એક મહિનાથી વધુનો સમય બાકી છે પણ તમામ પ્રકારનાં સર્વે ગુજરાત વિધાસભા ચૂંટણી અંગે સામે આવવા લાગ્યા છે આ ચૂંટણી સર્વેક્ષણોનો પ્રભાવ પણ ચૂંટણીનાં પરિણામ પર જોવા મળી શકે છે.

કોંગ્રેસ પાર્ટીનું મનોબળ આ વખતની ગુજરાત ચૂંટણી પર એટલે મજબૂત થયુ છે કારણ કે આ વર્ષે રાજ્ય સરકારનું પ્રતિનિધત્વ નરેન્દ્ર મોદી નથી કરી રહ્યાં કોંગ્રેસને આશા છે કે ટૂંક સમયમાં જ હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી પણ જગ જાહેર તેમનું સમર્થન કરશે અને પક્ષમાં જોડાશે. જેથી પાર્ટીની વોટબેંક મજબૂત થશે.

OBC નેતા અલ્પેશ ઠાકોર તો ક્યારનાં કોંગ્રેસ પક્ષમાં શામેલ થઇ ગયા છે પણ તેમ છતા હજુ પણ કોંગ્રેસને ચૂંટણીમાં જીત પર સંદેહ છે. કારણ કે આ ત્રણમાંથી એક પણ ચહેરો એવો નથી કે તે આ વખતની ચૂંટણીને નિર્ણાયક વળાંક આપે.
કોંગ્રેસ પાસે ગુજરાત સરકારને ઘેરવા માટે ઘણી તકો છે તેમ છતાં કોંગ્રેસનાં મોટા માથા ભાજપ વિરુદ્ધ જનતાને એકઠી નથી કરી શકી રહ્યાં. ગુજરાતમાં કોંગ્રેસ પાસે કોઇ એવો નેતા નથી

જે રાહુલ ગાંધી જેવો સ્ટાર પ્રચારક હોય. ગુજરાતની ટીમ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આશ્રિત છે. રાહુલ ગાંધી ફરી ફરીને કેમ્પેઇન કરે છે ફણ તેમનો સાથ આપવા કોંગ્રેસમાં તેમનાં સ્તરનો કોઇ જ નેતા ગુજરાતમાં નથી.

પ્રધાનમંત્રી મોદી માટે ગુજરાતની ચૂંટણી ઉત્તર પ્રદેશની ચૂંટણી કરતાં ઘણી વધુ મહત્વની છે. ગુજરાત મોદીનો ગઢ છે. જ્યાંતી મોદીએ રાષ્ટ્રીય રાજકારણમાં પદાર્પણ કર્યુ હતું. તેથી અહીની જીત મોદી માટે નાકનો સવાલ છે. અને તેથી જ તેમની ઇચ્છા છે ગુજરતામાં તેઓ દોઢસો જેટલી સીટ્સ પર પોતાનો સિક્કો જમાવી દે. તો કોંગ્રેસનો લક્ષ્ય છે કે મોદીને તેનાં જ ગઢમાં હરાવવા અને ગુજરાતમાં 125 જેટલી સીટ્સ પર કબજો હાસેલ કરવો. કારણ કે ગુજરાતમાં આ ચૂંટણી મોદી અને ગાંધી બંને માટે રસાકસીવાળી રહેવાની છે.

ભાજપની ચૂંટણી રણનીતિ
ભાજપની પાસે પણ ગુજરાત વિધાન સભા ચૂંટણીનાં નેતૃત્વ માટે કોઇ મોટો ચહેરો નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની લોકપ્રિયતા પર સંદેહ કરાવે છે. ભાજપની સંપૂર્ણ ચૂંટણી રણનીતિ હવે અમિત શાહને નક્કી કરવાની છે. તે કોઇ પણ રીતે મોદીની વિકાસ પુરૂષ વાળી છબીને વધુ મોટી કરવામાં લાગ્યા છે. હવે જોવું એ રહેશે કે પાટીદાર ભાજપ માટે પહેલાં સૌથી ખાસ વોટ
બેંક હતી. પણ હાર્દિક પટેલનાં પાટીદાર માટે કરવામાં આવેલાં અનામત આંદોલન બાદ ભાજપનાં હાથમાં પાટિદારોની વોટ બેંક દૂર થતી દેખાય છે.

જાતીય સમીકર અને ગુજરાત ચૂંટણી
પાટીદારોની બે મુખ્ય ઉપજાતી લેઉવા અને કડવા પટેલ છે લેઉવા પટેલની સંખ્યા વોટની દ્રષ્ટિએ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સૌથી વધુ છે હાર્દિક પટલે કડવા પટેલ સમાજથી આવે છે જેની સંખ્યા ઉત્તર ગુજરાતમાં વધુ છે. તો અલ્પેશ ઠાકોર જે જ્ઞાતીમાંથી આવે છે તે પહેલાં જ કોંગ્રેસની વોટ બેંક છે. ઠાકોર સમાજ તેમનાં નેતા અલ્પેશ ઠાકોરનાં કહેવા મુજબ કોંગ્રેસને જ વોટ આપશે.

ભાજપ વિરોધી દલિત સમાજ
જિગ્નેશ મેવાણીની વોટ બેંક પણ સીમિત છે. ગુજરાતમાંદ લિત મુખ્યરીતે બે ભાગમાં વહેચાંયેલા છે. વણકર અને મોચી. વણકરની સંખ્યા મોચીની સંખ્યા કરતાં ઘણી વધુ છે. જેમનું
પ્રતિનિધિત્વ જિગ્નેશ મેવાણી કરે છે. તેમાં પણ જિગ્નેશ તેનાં ભડકાઉ ભાષણને કારણે ગુજરાતમાં દલિતોમાં સૌથી લોકપ્રિય નેતા બની ગયો છે એવામાં ભાજપ માટે દલિત વોટ બેંક પણ
નબળી છે.

શહેરીજનો છે ભાજપની સાથે

કોંગ્રેસની કમર તોડવા માટે ભાજપની તરફેણમાં શહેરીજનો છે. ભાજપનાં શહેરી નાગરીકોમાં મોહ ભંગ નથી થયો. કોંગ્રેસ પાસે ગુજરાતમાં કોઇ મોટો ચહેરો નથી તેથી જ તે શહેરી જનતાને
આકર્ષવામાં નિષ્ફળ રહી છે.

ગુજરાત વિધાનસભાની 182 સીટમાંથી 45 શહેરી સીટ ભાજપનાં ખાતમાં જતી જોવા મળે છે. ભાજપને 47 અન્ય ગ્રામીણ સીટ પણ મળે તેવી શક્યતા છે. પણ તેનાં પર ભાજપે ઘણી
મહેનત કરવી પડશે. જો ભાજપનો ગ્રાફ 92 સીટ સુધી પહોંચી જાય તો કોંગ્રેસ માટે આ આંકડા પર પહોચવું અઘરુ થઇ જાય તેમ છે. ત્યારે ગુજરાતમાં આ ચૂંટણી મોદી અને ગાંધી બંને
માટે રસાકસીવાળી રહેવાની છે તે વાત તો નક્કી છે.
First published: October 27, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर