ગુજરાતના આ શહેરમાં 27 વર્ષે પાછી ફરી કોંગ્રેસ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 20, 2017, 12:18 AM IST
ગુજરાતના આ શહેરમાં 27 વર્ષે પાછી ફરી કોંગ્રેસ

  • Share this:
આણંદ ગુજરાતના રાજકારણમાં મહત્વનું શહેર ગણવામાં આવે છે. જોકે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ આણંદ બેઠક પર જોગાનુજોગ અનોખો સંયોગ જોવા મળ્યો હતો 27 વર્ષ બાદ કોંગ્રેસને એકવાર ફરીથી લોકોએ સ્વીકારી હતી. તે ઉપરાંત કોંગ્રેસે પણ ગુજરાતમાં 27 વર્ષ બાદ 70
આ વખતની વિધાનસભા ચૂંટણીમાં આવેલા રસપ્રદ વળાંકોએ આણંદ બેઠક ઉપર પણ ભારોભાર ઉત્તેજના પ્રસરાવી હતી. તે સાથે જ કેટલીક બેઠકોમાં ઉલટફેર પણ જોવા મળ્યા હતા. કાંતિભાઈ સોઢા પરમારે ભાજપને હરાવીને આણંદની સીટ આંચકી છે. જે અત્યાર સુધીની ચૂંટણીઓમાં શક્ય નહોતું બનતું. પરંતુ આણંદની જનતાએ પંજાનો સાથ પકડતા રાજકીય પંડિતો પણ આશ્ચર્યમાં પડી ગયા છે.

ભાજપના યોગેશ પટેલના મોટાભાઈએ 27 વર્ષ પહેલા ભાજપ-જનતાદળની ટિકિટ મેળવી આણંદની બેઠક કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. પરંતુ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 27 વર્ષ બાદ કોંગ્રેસે યોગેશ પટેલ પાસેથી આણંદની બેઠક પાછી મેળવી છે.

વર્ષ 1980 અને 1985માં કોંગ્રેસના રણછોડભાઈ સોલંકી આ બેઠક પરથી જીત્યા હતા. પરંતુ વર્ષ 1990માં ભાજપ અને જનતાદળનું ગઠબંધન થતા જનતાદળના ઉમેદવાર તરીકે ઘનશ્યામભાઈ પટેલને ટિકિટ અપાઈ અને તેઓ કોંગ્રેસના રણછોડભાઈ સોલંકીને 1744 મતોથી હરાવીને વિજેતા બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1995માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના દિલીપ પટેલ વિજયી બન્યા હતા.. અને ત્યાર બાદ વર્ષ 1998, 2002 અને 2007 તથા 2012માં પણ આણંદ બેઠક પરથી કેસરિયો લહેરાતો હતો. જોકે 27 વર્ષ બાદ કોંગ્રેસના કાંતિભાઈ સોઢા પરમારે ભાજપના યોગેશભાઈ કે જેઓ ઘનશ્યામભાઈના નાના ભાઈ થાય છે, તેમને 5286 મતોથી હરાવીને આ બેઠક આંચકી લીધી હતી..

આણંદમાં 27 વર્ષ બાદ કોંગ્રેસનું નવસર્જન સાથે જોગાનુજોગ અનોખો સંયોગ સર્જાયો હતો. આણંદ બેઠક પર હારેલ ભાજપના ઉમેદવાર યોગેશ પટેલના મોટાભાઈએ 27 વર્ષ પહેલા ભાજપ જનતાદળની ટિકિટ મેળવીને કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી હતી. તેવામાં કોંગ્રેસ 27 વર્ષ બાદ યોગેશ પટેલના નાના ભાઈ પાસે આણંદની બેઠક છીનવી લીધી છે.

First published: December 20, 2017, 12:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading