પહેલા દિલ્હી પછી બિહાર અને હવે ગુજરાત. જીહા બીજેપી રમી રહી છે પાકિસ્તાન કાર્ડ. દિલ્હી અને બિહારમાં પાકિસ્તાન કાર્ડ રમી બીજેપી હવે ગુજરાતમાં પણ પાકિસ્તાન કાર્ડ રમી રહી છે ત્યારે જોવુ રહ્યુ કે બીજેપીને ગુજરાતમાં પાકિસ્તાન કાર્ડ ફળે છે કે પછી દિલ્હી અને બિહારની જેમ હાર અપાવે છે.
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પૂરજોશમાં છે. ત્યારે બીજેપી અને કોંગ્રેસ બંને પોતાની તાકાત લગાવી રહ્યા છે. બીજેપીએ કોંગ્રેસ વિરુધ્ધ માહોલ બનાવવા માટે પાકિસ્તાન કાર્ડ રમ્યુ છે. બીજેપીના સ્ટાર પ્રચારક એવા વડાપ્રધાને પહેલા દિલ્હી અને બિહારમાં પાકિસ્તાન કાર્ડ રમ્યુ હતુ જે ફેલ થયુ હતુ, અને ફરી એકવાર બીજેપી ગુજરાતમાં આ જ કાર્ડ પર દાવપેચ રમી રહી છે.
બીજેપી રમી રહી છે પાકિસ્તાન કાર્ડ દિલ્હી અને બિહારમાં પાકિસ્તાન કાર્ડ ફેલ ગુજરાતમાં પણ મોદીએ રમ્યુ પાકિસ્તાન કાર્ડ
19 એપ્રિલ, 2014, આ દિવસે ભાજપા નેતા ગિરિરાજ સિંહે ઝારખંડમાં પાકિસ્તાન કાર્ડ રમ્યુ હતુ. ગિરિરાજ સિંહે ઝારખંડના દેવધરમાં રેલીને સંબોધિત કરતા જણાવ્યુ હતુ કે મોદીનું વિરોધ કરનારા લોકોની જગ્યા પાકિસ્તાનમાં છે ભારતમાં નહી.
29 ઓક્ટોબર, 2015. આ દિવસે બીજેપી અધ્યક્ષ અમિત શાહે એક રેલીમાં પાકિસ્તાન કાર્ડ રમ્યુ હતુ. રેલીમાં શાહે કહ્યુ હતુ કે જો બીજેપી બિહારમાં ભૂલથી હારી ગઇ તો ફટાકડા પાકિસ્તાનમાં ફૂટશે.
હિન્દુત્વની પ્રયોગશાળામાં ધ્રુવીકરણનો પ્લાન ?
ગુજરાતને બીજેપી માટે હિન્દુત્વની પ્રયોગશાળા માનવામાં આવે છે, અને હિન્દુત્વને લઇને કરેલા પ્રયોગો મોટાભાગે સફળ પણ થયા છે. જેને લઇને પાર્ટી છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં રાજ કરી રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસ 22 વર્ષથી સત્તાની બહાર છે.
મોદીના ભાષણમાં સાફ જોવા મળી રહ્યુ છે કે રાજ્યમાં બીજેપીની સ્થિતિ આ વખતે પહેલા જેવી નથી...એવામાં પીએમ મોદીનો પાકિસ્તાન કાર્ડ હોય કે પછી ધ્રુવીકરણનો પ્લાન..ગુજરાતના રણમાં આ પ્લાન કેટલા સફળ થાય છે એ તો 18મી ડિસેમ્બરે જ ખબર પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર