test test test
સૌરાષ્ટ્રમાં ભૂમિફિયાઓ સામે હવે ખેડૂતોએ આંદોલનનું હથિયાર ઉપાડ્યું છે. સોમવારે જૂનાગઢના વંથલી ખાતે ઓઝત નદીમાં થઈ રહેલા મોટાપાયે ખનન મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવીને જૂનાગઢ-સોમનાથ હાઇવે બ્લોક કરી દીધો હતો. ભૂમાફિયાઓએ એક ખેડૂત અગ્રણીનું અપહરણ કરીને ઢોર માર મારતા ખેડૂતો વિફર્યા હતા. વિરોધ કરી રહેલા ખેડૂતોને ખસેડવા માટે પોલીસે ટિયરગેસના છોડીને લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે ખેડૂતોને દોડાવી દોડાવીને માર માર્યો હતો. લાઠીચાર્જને કારણે અનેક ખેડૂતોને ઈજા પહોંચી હતી. પોલીસ અત્યાચારના વિરોધમાં ખેડૂતોએ આજે બંધનું શસ્ત્ર ઉગામ્યું છે.