ગાંધીજીને 'હરાવી'ને પણ કોંગ્રેસ અધ્યક્ષ નહોતા બની શક્યા સુભાષચંદ્ર બોઝ

સરદાર વલ્લભભાઈ પટેલે આ મુદ્દે 12 જુલાઈ 1939માં ડો. રાજેન્દ્ર પ્રસાદને પત્ર લખી જણાવ્યું કે...

સરદાર વલ્લભભાઈ પટેલે આ મુદ્દે 12 જુલાઈ 1939માં ડો. રાજેન્દ્ર પ્રસાદને પત્ર લખી જણાવ્યું કે...

  • Share this:
વાત સન્ 1939ની છે. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસના અધ્યક્ષ પદ પરની ચૂંટણીમાં પટ્ટાભી સીતા રમૈયાને હરાવી દીધા હતા. રમૈયા મહાત્મા ગાંધીના ઉમેદવાર હતા. બોઝની જીત પર ગાંધીજીએ કહ્યું કે, સીતી રમૈયાની હાર એ મારી હાર છે. પરિણામે પૂરી કોંગ્રેસની કાર્ય સમિતીએ રાજીનામું આપી દીધુ. કોંગ્રેસ સમિતીના કોઈ સભ્ય બોઝ સાથે કામ કરવા તૈયાર ન હતા.મજબૂર થઈ આખરે સુભાષચંદ્રએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધુ. બાદમાં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામની રાજકીય દળ બનાવ્યું. પરંતુ તમને જણાવીએ સુભાષચંદ્ર બોઝનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું તેવા સમાચાર સન્ 1945માં આવ્યા ત્યારે, મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, 'હિંદુસ્તાનનો સૌથી બહાદુર વ્યક્તિ આજે નથી રહ્યો'

તે સમયની વાત કઈંક અલગ હતી. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે તેવા નેતા પણ ચૂંટાઈ શકતા હતા, જેમને પાર્ટીના સર્વોચ્ચ નેતાના આશિર્વાદ ન હોય ગાંધીજી ત્યારે પાર્ટીના સર્વોચ્ચ નેતા હતા.

તમને જણાવીએ કે, જ્યારે સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી દુર થયા, તો તેમણે દેશવ્યાપી આંદોલન અને વિદ્રોહનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ડો. રાજેન્દ્ર પ્રસાદ કોંગ્રેસના અધ્યક્ષ હતા. સરદાર વલ્લભભાઈ પટેલે આ મુદ્દે 12 જુલાઈ 1939માં ડો. રાજેન્દ્ર પ્રસાદને પત્ર લખી જણાવ્યું કે, 'મારી માનવું છે કે, સુભાષ બાબુના અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના નિર્ણયો વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન અને વિદ્રોહના આયોજનના નિર્ણય મુદ્દે તેમને એક નોટિસ મોકલવામાં આવે, કારણ કે, બંગાળ પ્રાંતના કોંગ્રેસના અક્ષ્યક્ષ હોવાના કારણે, તેમણે સમિતીના નિર્ણયનો આદર કરવો જોઈએ.'

જ્યાં સુધી બંગાળ કાર્યપાલિકાનો સંબંધ છે, તો તેને પણ નોટિસ મોકલવામાં આવે. તેમણે તમારી સલાહની ઉપેક્ષા કરી છે, અનુશાસન ભંગ કર્યો છે. તેમને તેમનું સ્પષ્ટીકરણ આપવા દો અને અગામમી બેઠકમાં તેમના પર કાર્યવાહી કરવાના પ્રશ્ને પછી વિચાર કરીશું. હાલના સમયમાં આપણા તરફથી કમજોરી દેખાશે તો અનુશાસનહીનતા ફેંલાશે અને સંગઠન કમજોર પડશે. તમે મુંબઈ સરકારની દારૂબંધી નીતિ પર સુભાષચંદ્ર બાબુએ આપેલું નિવેદન જોયું હશે, 'તેમણે આપણા શત્રુઓ કરતા પણ ખરાબ વર્ત કર્યું છે.'

ફર્સ્ટપોસ્ટ હિંદી માટે સુરેન્દ્ર કિશોર
First published: