Home /News /election2017 /હિમાચલ ઇલેક્શન 2017 : 1998થી લઇ અત્યાર સુધીમાં મત આપવામાં મહિલાઓ પુરૂષો કરતાં અવ્વલ

હિમાચલ ઇલેક્શન 2017 : 1998થી લઇ અત્યાર સુધીમાં મત આપવામાં મહિલાઓ પુરૂષો કરતાં અવ્વલ

હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે કરેલાં મતદાન જાગૃતિ અભઇયાનમાં વધુમાં વધુ મહિલાઓએ જ ભાગ લીધો હતો. આ માટે 23 વર્ષની દિવ્યાંગ મુસ્કાનને યૂથ આઇકોન બનાવવામાં આવી હતી. તે ઉપરાંત બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ અને પ્રિટી ઝિન્ટાએ પણ મતદાન જાગૃતિ અભિયાનમાં ભાગ લીધો હતો. આપને જણાવી દઇએ કે, હિમાચલમાં 50 લાખ મતદાતાઓ છે જેમાંથી પચાસ ટકા મહિલાઓ છે.

વધુ જુઓ ...
    હિમાચલ પ્રેદશની ચૂંટણીમાં મહિલા મતદારોએ દર વખતે તેમની જવાબદારી બખુબી અદા કરી છે. આગળ આવીને હમેશાં લોકતંત્રનાં આ પર્વમાં ભાગ લીધો છે. પ્રદેશનાં ચૂંટણી ઇતિહાસમાં જો મહિાલઓની ભાગીદારીની વાત કરીએ તો 1998 ચૂંટણીમાં કૂલ 71.14 ટકા વોટિંગ થયુ હતું. જેમાં પુરૂષોએ 70.20 ટકા અને મહિલાઓની સંખ્યા 71.23 ટકા હતી.

    વર્ષ 2003માં ચૂંટણીમાં કૂલ 74.51 પોલિંગ થયું હતું. જ્યારે મહિલાઓની સંખ્યા 75.92 ટકા હતી. વર્ષ 2007માં ચૂંટણીમાં કૂલ 71.61 ટકા વોટિંગ થયુ હતું જેમાં 74.01 ટકા મહિલાઓએ તેમનું કર્ત્વય અદા કર્યુ હતું. જયારે 68.36 ટકા પુરૂષોએ વોટ આપ્યો હતો.

    1998થી અત્યાર સુધીમાં મહિલાઓએ ગત તમામ રેકોર્ડ તોડી સૌથી વધુ મતદાન કર્યુ છે. કૂલ 72.69 ટકા વોટિંગ થયુ છે. જેમાં 76.20 ટકા મહિલાઓએ વોટ આપ્યો છે તો પુરૂષોની સંખ્યા 69.39 ટકા હતી.

    મતદાન જાગૃત્તામાં પણ મહિલાઓનો દબદબો
    આપને જણાવી દઇએ કે, હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે કરેલાં મતદાન જાગૃતિ અભઇયાનમાં વધુમાં વધુ મહિલાઓએ જ ભાગ લીધો હતો. આ માટે 23 વર્ષની દિવ્યાંગ મુસ્કાનને યૂથ આઇકોન બનાવવામાં આવી હતી. તે ઉપરાંત બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ અને પ્રિટી ઝિન્ટાએ પણ મતદાન જાગૃતિ અભિયાનમાં ભાગ લીધો હતો. આપને જણાવી દઇએ કે, હિમાચલમાં 50 લાખ મતદાતાઓ છે જેમાંથી પચાસ ટકા મહિલાઓ છે.
    First published:

    Tags: Assembly election 2017, BJP Himachal, Congress Himachal, Himachal Election 2017

    विज्ञापन