ધારાસભ્યો કોંગ્રેસ છોડી ગયા તેની પાછળ હું નહીં: બાપુ

Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 10:17 PM IST
ધારાસભ્યો કોંગ્રેસ છોડી ગયા તેની પાછળ હું નહીં: બાપુ
જનસંઘ વખતે કોંગ્રેસનો સૂર્ય મધ્યાન પર તપી રહ્યો હતો. ત્યારે જ હું કોંગ્રેસમાં જોડાઈ શકતો હતો. પાર્ટીની અંદરો અંદર કાવતરાં થઈ રહ્યા હતા. કોંગ્રેસ અચાનક નથી છોડી દીધું. લાગી રહ્યું હતું કે કોંગ્રેસ જીતવા માટે નથી લડી રહી. કોંગ્રેસે મને ઘણું આપ્યું. મેં પણ કોંગ્રેસને ઘણું આપ્યું
Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 10:17 PM IST


જનસંઘ વખતે કોંગ્રેસનો સૂર્ય મધ્યાન પર તપી રહ્યો હતો. ત્યારે જ હું કોંગ્રેસમાં જોડાઈ શકતો હતો. પાર્ટીની અંદરો અંદર કાવતરાં થઈ રહ્યા હતા. કોંગ્રેસ અચાનક નથી છોડી દીધું. લાગી રહ્યું હતું કે કોંગ્રેસ જીતવા માટે નથી લડી રહી. કોંગ્રેસે મને ઘણું આપ્યું. મેં પણ કોંગ્રેસને ઘણું આપ્યું. મારી ઈચ્છા હતી કે ચૂંટણી આવી રહી છે તો સારા ઉમેદવારો લાવો. જન વિકલ્પમાં આગામી મિટિંગમાં 89ની ઉમેદવારી નક્કી કરીશું. શક્ય હોય એટલા વધારેમાં વધારે બેઠક પર ઉમેદવારો ઉભા રાખીશું. સીએમ ઉમેદવાર નક્કી કરવાની જવાબદારી ધારાસભ્યો માટે છોડી દો. જો કોઈ પાર્ટી ઉમેદવારનું નામ જાહેર નથી કરવા માંગતી તો એમાં કોઈ તકલીફ નથી.બધા પોતાની ચિંતા કરે છે, બીજાઓની નથી કરતા


મેં હંમેશા પોતાની ચિંતા કર્યા વગર કાર્યકરોની ચિંતા કરી છે. જન વિકલ્પ અંગે મેં બહુ લાંબા સમયથી હોમવર્ક કર્યું છે. લોકો સાથે અમારો સીધો સંપર્ક છે. આખા ગુજરાતની ઉમેદવારોની ચૂંટણી પસંદગી માટે અમારી પાસે જે એનાલિસિસ છે તે ગુજરાતમાં કોઈ પાસે નથી. અમે બટન દબાવીશું તો બધુ થઈ જશે. હું કોંગ્રેસમાં હતો ત્યારથી તૈયારી ચાલી રહી હતી.


જન વિકલ્પ કોંગ્રેસ-બીજેપી માટે કેટલો મોટો પડકાર?


લોકોએ 1960થી કોંગ્રેસને મતો આપ્યા. છેલ્લા 22 વર્ષથી ભાજપનું શાસન છે. લોકો કોંગ્રેસ પછી બીજેપીથી પણ પાકી ગયા છે. હવે તેમની પાસે ત્રીજો વિકલ્પ છે. મેં કોંગ્રેસના ધારાસભ્યોને બીજેપીમાં જતા રોક્યા હતા. હું જો આમાં સંડોવાયેલો હોત તો 20-25 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા હોત. ધારાસભ્યોના પક્ષ છોડવા પાછળ મારી કોઈ સંડોવણી ન હતી.
વિકાસ ગાંડો થયો છે એ માર્કેટિંગ ગિમિક છે?


આ અંગે શંકરસિંહ કહ્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે અમે કોઈ ઉપર ક્યારેય વ્યક્તિગત ટિપ્પણી નહીં કરીએ. વિકાસ એ વિકાસ હોય છે. વિકાસ એક પ્રોસેસ છે. 4 વર્ષનો છોકરો 16 વર્ષનો થાય ત્યારે પણ તેને દાઢી મૂછો ન આવે તો શંકા જાય કે વિકાસ કેમ નથી થઈ રહ્યો. ભરૂચમાં ગાડી પર હુમલો થયો ત્યારે અહેમદ પટેલ પર આક્ષેપ કરાયો હોવા અંગે બાપુએ કહ્યું કે, અંકલેશ્વરમાં કોઈ કાર્યકરે પાર્ટીને ખુશ કરવા કાળો ઝંડો બતાવ્યો હશે. અમે ઈચ્છતા તો અમે વધારે કરી શકતા હતા. અંકલેશ્વર અહેમદ પટેલનો વિસ્તાર છે. આ સમયે અહેમદ પટેલનો ફોન પણ આવ્યો હતો અને તેમણે મને માફી પણ માંગી હતી.

 હાર્દિક પટેલ અંગે નો કોમેન્ટ


ગુજરાત એજન્ડામાં હાર્દિક પટેલના કોંગ્રેસ તરફના ઝૂકાવ અંગે બાપુએ કોઈ ટિપ્પણ કરવાનો ઇન્કાર કર્યો હતો. બા રિટાયર્ડ થાય છે પરંતુ બાપુ ક્યારેય નહીં થાયના નિવેદન અંગે વાઘેલાએ કહ્યું કે, હું ટાયર્ડ પણ નહીં અને રિટાયર્ડ પણ નહીં થાઉં. બાપુએ કહ્યું હતું કે કોઈ વ્યક્તિ જ્યારે ઈરાદા સાથે પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જાય છે એ ખોટું છે. પરંતુ જો કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે અન્ય પક્ષમાં જાય છે તો તે બરાબર છે.


લોકો શું જોઈને તેમને મત આપશે?


ઉપસ્થિત લોકોમાંથી પૂછેલા સવાલ પર બાપુએ કહ્યું હતું કે, લોકો વ્યક્તિ પર ભરોશો કરે છે ઘોષણપત્ર પર નહીં. અમે કોઈને તકલીફ નથી આપી. અમે કાર્યકરોની પીડા સાંભળી છે. 18 ડિસેમ્બર પછી તમને ગાંધીનગરમાં કોણ મળશે એ મહત્વનું છે. ગુજરાતીમાં કહેવાત છે કે ભરોશાની ભેંસ પાડો જણે છે તેવી રીતે કોઈ પણ પાર્ટીએ ચૂંટણી ઘોષણાપત્રમાં કરેલા વાયદાએ પુરા નથી કર્યા.


First published: November 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर