સાધુ સંતોની નારાજગી મામલે ભારતી બાપુ સહિતના સંતો CMને મળવા પહોચ્યા

Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 1:06 PM IST
સાધુ સંતોની નારાજગી મામલે ભારતી બાપુ સહિતના સંતો CMને મળવા પહોચ્યા
સરકારે વિવિધ માંગણીઓને લઈને નારાજ રહેલા ભારતી બાપુ સહિતના સંતોને મળવા માટે મુખ્યમંત્રી નિવાસ્થાને બોલાવ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે.
Network18 | News18 Gujarati
Updated: November 14, 2017, 1:06 PM IST
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકાર તમામ નારાજ વર્ગોને મનાવી લેવા માટે મથી રહી છે. આજે (મંગળવારે) સરકારથી નારાજ સાધુ-સંતોને મનાવવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. સરકારે વિવિધ માંગણીઓને લઈને નારાજ રહેલા ભારતી બાપુ સહિતના સંતોને મળવા માટે મુખ્યમંત્રી નિવાસ્થાને બોલાવ્યા છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે.

બેઠકમાં સાધુ સંતો પોતાની વિવિધ માંગણીએ સરકાર સમક્ષ રજુ કરશે. બેઠકમાં 21 જેટલા સાધુ સંતો મળવા પહોંચી ગયા છે.  બેઠકમાં સાધુ સંતોની વ્યાજબી હોય એવી માંગણી સ્વીકારવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.
First published: November 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर