અનામતનો જંગ સાચો કે ખોટો? જાણો શું કહે છે નિષ્ણાતો

સવર્ણ સમાજને અનામતની લહાણી માટે વાયદાઓ કરવાની રાજકીય પક્ષોમાં હાલ હોડ જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ રાજ્યના બંને મુખ્ય પક્ષો સવર્ણ સમાજને ઈબીસી આપવાની જાહેરાત કરી છે.

સવર્ણ સમાજને અનામતની લહાણી માટે વાયદાઓ કરવાની રાજકીય પક્ષોમાં હાલ હોડ જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ રાજ્યના બંને મુખ્ય પક્ષો સવર્ણ સમાજને ઈબીસી આપવાની જાહેરાત કરી છે.

  • Share this:

સવર્ણ સમાજને અનામતની લહાણી માટે વાયદાઓ કરવાની રાજકીય પક્ષોમાં હાલ હોડ જોવા મળી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હાલ રાજ્યના બંને મુખ્ય પક્ષો સવર્ણ સમાજને ઈબીસી આપવાની જાહેરાત કરી છે. જોકે, ઈબીસીની આ જાહેરાત બંધારણીય રીતે ટકવા પાત્ર છે કે નહીં તે અંગે હજુ ઘણી અસ્પષ્ટતા છે. આ અંગે જોઈએ એક વિશેષ અહેવાલ.


ગુજરાતમાં ઓબીસીમાં પાટીદારોને અનામત આપવાની માગ કરી રહ્યા છે. આ મુદ્દો રાજ્યમાં રાજકીય પક્ષો માટે માથાના દુ:ખાવા સમાન બન્યો છે. જો કે, રાજકીય પક્ષોએ સવર્ણ સમાજના તમામ મતદાતાઓને રિઝવવા માટે ઈબીસી આપવાની જાહેરાત કરેલી છે. રાજકીય વિશ્લેષકોના મતે રાજકીય પક્ષોની ઈબીસી સંદર્ભે કરવામાં આવેલી જાહેરાત એ એક લોલીપોપ જ છે. જોકે, સરકાર દ્વારા સવર્ણ સમાજમાં આર્થિક રીતે પછાત લોકોની મદદ માટે નિગમની રચના કરવામાં આવી છે. તો અનામતને લઈને નિષ્ણાતો શું મત રાખે છે, તેના પર કરીએ એક નજર.


અજય ઉમટ, રાજકીય વિશ્લેષક


ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ એસોસિએશનના પ્રમુખ અને સિનિયર કાઉન્સિલ કહે છે કે, બંધારણીય રીતે ઈબીસી ક્યારેય માન્ય રહ્યુ જ નથી. ભૂતકાળમાં, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે, આર્થિક આધારે અનામત આપી શકાય નહીં અને તેથી ઈબીસીને ગેરબંધારણીય ઠેરવેલુ છે.


અસીમ પંડ્યા, સિનિયર કાઉન્સિલ, હાઈકોર્ટ


રાજ્યના પ્રખર સમાજશાસ્ત્રીના મતે, દેશમાં કે રાજ્યમાં સરકાર દ્વારા આર્થિક રીતે પછાત લોકોની મદદ માટે અનેક યોજનાઓ ચાલી રહી છે. આ ઉપરાંત, વર્ષોથી આ વર્ગના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આપવામાં આવે જ છે. હવે રાજકીય પક્ષો ઈબીસીના નામે અનામત આપવાની વાત કરે છે, તે એક અલગ બાબત છે. જો કે, ઈબીસીમાં કોનો સમાવેશ કરવો તે એક મોટો પ્રશ્ન રહેશે. કોને આર્થિક રીતે પછાત ગણવા તે એક પેચીદો પ્રશ્ન બની રહેશે.


અમદાવાદના સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીના જણાવ્યા અનુસાર, પાટીદાર અનામત આંદોલન બાદ, રાજ્ય સરકાર દ્વારા સવર્ણ સમાજમાં આર્થિક રીતે પછાત લોકો માટે 10 ટકા ઈબીસીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં, વાર્ષિક આવક મર્યાદા છ લાખ રૂપિયા રાખવામાં આવેલી છે. એપ્રિલ 2016માં રાજ્યસરકારે વટહુકમ પણ બહાર પાડ્યો હતો. જોકે, તેની સામે હાઈકોર્ટમાં અરજી થઈ હતી અને હાઈકોર્ટે આ વટહુકમને ગેરબંધારણીય અને ગેરકાયદેસર ઠેરવ્યો હતો. જેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થયેલી છે અને તે હાલ પેન્ડિંગ છે.


90ના દાયકામાં કેન્દ્રમાં સ્થિતિ વીપી સિંહ સરકારે ઓબીસીને શિક્ષણ અને નોકરીમાં અનામત આપવાની જાહેરાત બાદ ભારતીય રાજકારણની દિશા અને દશામાં ધરમૂળમાંથી એક પરિવર્તનની શરૂઆત થઈ હતી. ઓબીસી અનામતનો આ મુદ્દો હવે ભાજપ માટે એક માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને ભૂતકાળમાં જે સમુદાયે અનામતનો કટ્ટર વિરોધ કર્યો હતો, તે હવે અનામતની માગ કરી રહ્યો છે. ત્યારે આવો એક નજર કરીએ કે, ઓબીસી માટેની અનામત નીતિનો અમલ કેવી રીતે થયો.


ભારતમાં સદીઓથી વર્ણવ્યવસ્થાથી ત્રસ્ત લોકોને સમાજના મૂળ પ્રવાહના ભાગમાં લાવવા માટે ભારતીય બંધારણની કલમ 15 (4) અને કલમ 16(4) હેઠળ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ માટે અનામત નીતિની જોગવાઈ થઈ હતી. વર્ષ 1951માં બંધારણીય સુધારો કરીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત લોકો માટે અનામત નીતિની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પછી 29 જાન્યુઆરી વર્ષ 1953માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિઓના સર્વે માટે રાષ્ટ્રપતિના નિર્દેશ બાદ કાકાસાહેબ કાલેલકર કમિશન બનાવામાં આવ્યુ હતુ.


આ કમિશનને પ્રથમ બેકવર્ડ ક્લાસ કમિશન પણ કહેવામાં આવે છે. કાકાસાહેબ કાલેલકરે કમિશને તેનો રિપોર્ટ 30 માર્ચ, વર્ષ 1955ના રોજ સંસદમાં રજૂ કર્યો હતો. કાલેલકર કમિશને તેના રિપોર્ટમાં સમગ્ર દેશમાંથી 2399 બેકવર્ડ જ્ઞાતિઓનો સમાવેશ કર્યો હતો. આ જ્ઞાતિઓમાંથી 837 જ્ઞાતિઓને કાલેલકર કમિશને સૌથી વધુ પછાત જ્ઞાતિઓ ગણાવી હતી. આ ઉપરાંત, કમિશને તમામ સમુદાયની મહિલાઓને પછાત વર્ગમાં જ ગણાવી હતી. તે ઉપરાંત પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે તમામ ટેકનીકલ અને પ્રોફેશનલ સંસ્થાઓની 70 ટકા બેઠકો અનામત રાખવી સરકારી નોકરીઓમાં પણ ઓબીસી માટે અનામત આપવનું કહ્યું હતું. જો કે, કાલેલકર કમિશનની આ ભલામણનો સંસદને અમલ કર્યો ન હતો.


ઓબીસી માટેની અનામત નીતિની શરૂઆત


- વર્ષ 1951માં કરાયો બંધારણીય સુધારો
- બંધારણીય સુધારા દ્વારા ઓબીસી માટે અનામત નીતિની વ્યવસ્થા થઈ
- 29/01/1953- કાકાસાહેબ કાલેલકર કમિશનની રચના થઈ
- 30/03/1955- કાલેલકર પંચે તેનો રિપોર્ટ સંસદને સોંપ્યો
- કાલેલકર પંચે રિપોર્ટમાં 2399 જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવા કરી ભલામણ
- આ જ્ઞાતિઓમાંથી 837 જ્ઞાતિઓને સૌથી વધુ પછાત ગણાવી
- તમામ સમુદાયની મહિલાઓને પણ પછાત ગણાવી હતી
- કાલેલકર પંચની ભલામણનો સંસદે સ્વીકાર કર્યો નહીં


હાઈકોર્ટના વરિષ્ઠ વકિલ અસીમ પંડ્યાના જણાવ્યા અનુસાર, કાલેલકર કમિશન બાદ જાન્યુઆરી 1979માં બીજા બેકવર્ડ ક્લાસ કમિશનની રચના અંગે રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યા હતા. આ કમિશન એ મંડલ કમિશન તરીકે ભારતમાંવધારે જાણીતુ છે. મંડલ કમિશને તેનો રિપોર્ટ ડિસેમ્બર, 1980માં સંસદને સુપરત કર્યો હતો. મંડલ કમિશને કહ્યુ હતુ કે, દેશમાં હિન્દુ અને બિનહિન્દુઓમાં અંદાજે 52 ટકા વસ્તી ઓબીસીમાં સમાવેશ થાય છે. જેમાં, મંડલ કમિશને 3743 જ્ઞાતિઓ અને સમુદાયનો સમાવેશ કર્યો હતો.


માંડલ કમિશનના આ રિપોર્ટ અને ભલામણ બાદ પણ સંસદે તેનો અમલ કર્યો ન હતો. જો કે, દસ વર્ષ બાદ, નેવુના દાયકામાં કેન્દ્રમાં રહેલી વી.પી.સિંહની સરકારે મંડલ કમિશનના અમલ માટેનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2006માં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસના રિપોર્ટ મુજબ ઓબીસીમાં 5013 જ્ઞાતિઓ અને સમુદાયનો સમાવેશ થાય છે. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્થિત જ્ઞાતિના આંકડાનો સમાવેશ થતો નથી.


ઓબીસી માટેની અનામત નીતિની શરૂઆત


- જાન્યુ. 1979- માંડલ કમિશન બનાવવામાં આવ્યુ
- ડિસેમ્બર 1980- માંડલ કમિશનરે તેનો રિપોર્ટ સંસદને સોંપ્યો
- માંડલ કમિશને 3743 જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવા કરી ભલામણ
- આ સમયે પણ સંસદને માંડલ કમિશનની ભલામણોનો અમલ ન કર્યો
- દસ વર્ષ બાદ, વીપી સિંહ સરકારે માંડલ કમિશનનો અમલ કર્યો
- વર્ષ 2006માં એનસીબીસીના રિપોર્ટ મુજબ, દેશમાં 5013 જ્ઞાતિઓ ઓબીસીમાં
- આ આંકડામાં કેન્દ્રશાસિત પ્રદેશની જ્ઞાતિઓનો સમાવેશ નથી કરાયોહાઈકોર્ટના વરિષ્ઠ વકિલ અસીમ પંડ્યાના જણાવ્યા અનુસાર, ઓબીસી અનામતના મુદ્દે ગુજરાતમાં બક્ષી કમિશનની રચના થઈ હતી. વર્ષ 1978માં, બક્ષી કમિશને તેના રિપોર્ટમાં રાજ્યની 83 જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવવા ભલામણ કરી હતી. આ પછી વર્ષ 1994માં ગુજરાત સરકારે વધુ 38 જ્ઞાતિઓનો ઓબીસીમાં સમાવેશ કર્યો હતો..આ પહેલાં, વર્ષ 1993માં કેન્દ્ર સરકારે ગુજરાતમાં 79 જ્ઞાતિઓનો ઓબીસીમાં વર્ગીકૃત કરી હતી.


ઓબીસી માટેની અનામત નીતિની શરૂઆત


- 80ના દાયકામાં ગુજરાતમાં બક્ષી કમિશનની રચના થઈ
- વર્ષ 1978માં બક્ષી કમિશને તેનો રિપોર્ટ ગુજરાત સરકારને સોંપ્યો
- બક્ષી કમિશને રાજ્યની 83 જ્ઞાતિઓનો સમાવેશ કરવા કરી ભલામણ
- વર્ષ 1994માં ગુજરાત સરકારે 38 જ્ઞાતિઓનો ઓબીસીમાં સમાવેશ કરાયો
- આ પહેલાં, વર્ષ 1993માં કેન્દ્ર સરકારે ગુજરાતમાં 79 જ્ઞાતિઓને ઓબીસીમાં વર્ગીકૃત કરી


હાઈકોર્ટના વરિષ્ઠ વકિલ અસીમ પંડ્યાના જણાવ્યા અનુસાર, દેશમાં પછાત વર્ગમાં આવતી જ્ઞાતિઓને બંધારણીય રીતે અનામત નીતિનો લાભ આપવામાં આવ્યો છે. જેના લીધે આ પછાત વર્ગની જ્ઞાતિઓમાં શિક્ષણ અને રોજગારીનુ પ્રમાણ વધ્યુ છે..


અમદાવાદના સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીના જણાવ્યા અનુસાર સરકારી નોકરીમાં ઓબીસી વર્ગને કેટલો લાભ મળ્યો છે કે, તે અંગે વર્ષ 2015માં આરટીઆઈ થયેલી હતી. જેમાં મળેલી વિગત મુજબ, દેશમાં સરકારી નોકરીમાં ઓબીસી સમાજને 27 ટકા અનામત આપવાના બદલે, 12 ટકાથી ઓછો લાભ મળ્યો છે અને કેટલાંક વિભાગમાં તે 6.67 ટકા જ છે.

First published: