Home /News /election2017 /

રાહુલનો પીએમને પાંચમો સવાલ, 'ગુજરાતમાં કેમ સુરક્ષિત નથી દિકરીઓ?'

રાહુલનો પીએમને પાંચમો સવાલ, 'ગુજરાતમાં કેમ સુરક્ષિત નથી દિકરીઓ?'

સાથે જ પુછવામાં આવ્યું કે સૂરત અને અમદાવાદ જેવા મોટા શહેરોની મહિલાઓ સામે અપરાધની લિસ્ટમાં ટોપ પર આવે છે

સાથે જ પુછવામાં આવ્યું કે સૂરત અને અમદાવાદ જેવા મોટા શહેરોની મહિલાઓ સામે અપરાધની લિસ્ટમાં ટોપ પર આવે છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીને કારણે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક સવાલ પુછે છે. આજે રવિવારે રાહુલે ટ્વિટર પર પાંચમો સવાલ પુછ્યો છે.

જેમાં તેમણે બીજેપના ગુજરાતમાં 22 વર્ષના શાષનને નિશાનો કરીને ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા, શિક્ષા અને સ્વાસ્થ્યનો મામલો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ પાંચમો સવાલ ટ્વિટર ઉપર પૂછ્યો હતો. જેમાં ન સુરક્ષા, ન શિક્ષણ ન પોષણ, મહિલાઓને માત્ર શોષણ મળ્યું, આશા વર્કર અને આંગણવાડી બહેનોને મળી માત્ર નિરાશા, ગુજરાતની બહેનો સાથે માત્ર વાયદો?

વડાપ્રધાને કરાયેલ સવાલ સાથે રાહુલે એક તસવીર પણ શેર કરી છે જે સવાલોને પ્રદર્શિત કરતા આંકડા દર્શાવે છે. તસવીરમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓ સામે અપરાધના મામલામાં માત્ર 3 ટકા આરોપીઓને દોષિત માનવામાં આવે છે.



સાથે જ પુછવામાં આવ્યું કે સૂરત અને અમદાવાદ જેવા મોટા શહેરોની મહિલાઓ સામે અપરાધની લિસ્ટમાં ટોપ પર આવે છે. આ ઉપરાંત ટ્વિટમાં ગુજરાતમાં બાળકીઓની શિક્ષા પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. પુછ્વામાં આવ્યું છે કે છોકરીઓની શિક્ષાના મામલામાં ગુજરાત ટોપ-20થી પણ બહાર કેમ છે. મહિલા સાક્ષરતામાં 2001-11 વચ્ચે 13 ટકા નીટે આવ્યો છે.
First published:

Tags: Assembly election 2017, Gujarat Election 2017, રાહુલ ગાંધી

આગામી સમાચાર