જીત બાદ મોદીએ લોકોનું અભિવાદન કર્યુ તો રાહુલે જોઈ નાંખી 'સ્ટાર વોર'

  • Share this:
ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ઈલેક્શનના પરિણામની જાહેરાત બાદ સોમવારે સાંજે એક તરફ બીજેપીની જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિત કરી રહ્યાં હતા, તો બીજી બાજુ હારના તણાવને ઓછું કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સિનેમા હોલમાં ફિલ્મ જોઈ રહ્યાં હતા. રિપોર્ટ અનુસાર બંને રાજ્યોમાં જીત મળ્યા બાદ બીજેપી પરિણામો પર મૂલ્યાંકન કરી રહી હતી તો રાહુલ ગાંધી પોતાના નજીકના મિત્રો સાથે હોલીવૂડ ફિલ્મ 'સ્ટાર વોર' જોઈ રહ્યાં હતા. જોકે, કોંગ્રસે અધ્યક્ષને એવું લાગ્યું કે, આ મુદ્દો મોટો બની શકે છે તો તેઓ ફિલ્મને અડધેથી જ છોડીને સિનેમા હોલથી બહાર નિકળી ગયા હતા. બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયાએ આ બાબતે ટ્વિટ કરતાં રાહુલ ગાંધી પર નિશાન સાંધ્યો હતો. માલવીયાએ રાહુલ ગાંધીની કામ કરવાની ક્ષમતાની તુલના પીએમ મોદીના કામ કરવાની ક્ષમતાની તુલના કરીને ટોણો પણ માર્યો હતો. તેમને કહ્યું કે, "કોંગ્રેસે ગુજરાત ઈલેક્શન સાથે-સાથે હિમાચલમાંથી સત્તા પણ ગુમાવી છે, પરંતુ રાહુલ ગાંધી આના પર મૂલ્યાંકન કરવાની જગ્યાએ ફિલ્મ જોવા માટે નિકળી ગયા."

અમિત માલવીયાએ ઘણા બધા ટ્વિટ કરીને લખ્યું કે, "રાજનીતિને લઈને રાહુલ ગાંધી કેટલા ગંભીર છે તે જોવા મળી ગયું, જે વખતે મીડિયા અને પોતાના કાર્યકર્તાઓથી વાત કરવી જોઈએ તે સમય તેઓ ફિલ્મ જોવા માટે ગયા છે. આ બિલકૂલ 26/11 બાદ પાર્ટી કરવા જેવું છે. રાહુલ ગાંધી ફિલ્મને છોડીને પોતાની હાર વિશે વિચાર વિમર્શ પણ કરી શકતા હતા." જ્યારે બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, પીએમ મોદી દિવસના 19 કલાક કામ કરે છે અને એક પણ રજા લેતા નથી. જ્યાર સુધી ઈલેક્શન ના હોય ત્યાં સુધી તેઓ પોતાની ડ્યુટી પર ફોકસ કરે છે. તેઓ દરેક મુદ્દા પર વિચારે છે, પરંતુ રાહુલ ગાંધી માત્ર ઈલેક્શન દરમિયાન જ સામે આવે છે.


p;



First published: